સુરતમાં કોરોનાના(Corona ) નવા કેસો વધવાની સાથે સાથે ઓમીક્રોનના(Omicron ) કેસો પણ ઝડપથી વધવા લાગ્યા છે. ગાંધીનગરમાં મોકલવામાં આવતા સેમ્પલોનું જિનોમ સિકવન્સીંગની રિપોર્ટ એક અઠવાડિયા પછી આવે છે. ત્યાં સુધી તો દર્દી સાજો થઈને ઘરે પણ જતા રહે છે. તેવામાં સુરત મહાનગરપાલિકાએ સુરતમાં જ જિનોમ સિકવન્સીંગ માટે આરોગ્ય વિભાગ પાસે પરવાનગી માંગી છે.
મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગનું કહેવું છે કે સુરતમાં ઓછામાં ઓછી એક જિનોમ સિકવનિંગ લેબોરેટરી હોય એ જરૂરી છે. હાલમાં ઓમીક્રોનના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. તેવામાં રિપોર્ટ આવવાની રાહ જોવામાં ઘણું મોડું થઇ જાય છે. ગાંધીનગરથી હજી સુધી આ મામલે કોઈ સકારાત્મક જવાબ નથી મળ્યો.
જિનોમ સિકવન્સીંગ માટે હજી સુધી સરકારની પરવાનગી નહીં : નોંધનીય છે કે સુરતમાં બે ખાનગી અને એક લેબોરેટરી યુનિવર્સટી ખાતે કાર્યરત છે. જ્યાં જિનોમ સિકવન્સીંગની સુવિધા ઉપલબ્ધ છે. સરકારની પરવાનગી નહીં મળવાને કારણે અહીં જિનોમ સિકવન્સીંગ કરવામાં નથી આવી રહી. હાલમાં શહેરમાં સાત કરતા વધારે લેબોરેટરી એવી છે, જ્યાં આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે છે. જેના ઓમીક્રોન રિપોર્ટ આવી ગયા છે. તે તમામ સેમ્પલોની તપાસ પહેલા સિવિલ અને સ્ટર્લિંગ લેબોરેટરી માં કરવામાં આવી હતી.અને બાદમાં ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા.
ટ્રાવેલ હિસ્ટ્રી ન ધરાવતા લોકો પણ ઓમીક્રોન પોઝિટિવ : નોંધનીય છે કે સુરતમાં હાલ કોરોનાની સાથે ઓમીક્રોનના કેસોમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ટ્રાવેલ હિસ્ટ્રી ન ધરાવતા હોય તેવા લોકો પણ ઓમીક્રોન સંક્રમિત થઇ રહ્યા છે. ગઈકાલે એક જ દિવસમાં ઓમીક્રોનના પાંચ કેસ .નોંધાયા હતા. જેમાંથી બે કેસ એવા હતા, જેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી પણ ન હતી. કોરોનાના નોંધાયેલા કેસોમાં જજ, પોલીસ કર્મી, શિક્ષક અને બે સંતોનો પણ સમાવેશ થાય છે.
3500 ઘરના 13 હજાર લોકો હોમ ક્વોરેન્ટાઇન પાલિકાએ 3500 ઘરના 13 હજાર લોકોને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મુખ્ય છે. તેઓને ફરજીયાત હોમ ક્વોરેન્ટાઇન રહેવા સૂચના આપવામાં આવી છે. બુધવારે નોંધાયેલા 72 કેસ માં 3 પરિવારના એકથી વધારે સભ્યો સંક્રમિત થયા છે. જયારે 11 જેટલા વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે. સિંગાપોર, બેલ્જીયમ અને મેક્સિકો થી આવેલા ત્રણ વ્યક્તિઓ પણ કોરોના પોઝિટિવ થયા છે.
આ પણ વાંચો : Surat : શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓને એક જોડી યુનિફોર્મથી આખું વર્ષ ચલાવવું પડશે? જાણો શું છે મામલો
આ પણ વાંચો : Surat : હવે વિદ્યાર્થીઓનો વારો, ત્રીજી જાન્યુઆરીથી શાળાઓમાં રસીકરણ શરૂ કરાશે