AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : કોર્પોરેશન તરફથી તમામ 120 કોર્પોરેટરને લેપટોપ આપ્યા, આ મુદ્દે શાસક વિપક્ષ ભાઈ-ભાઈ

એકબાજુ મહાનગર પાલકા તિજોરીનું તળિયું દેખાતું હોવાથી વર્તમાન શાસકો કરકસરનું ગાણું ગઈ ઘણા લોક ઉપયોગી કર્યો પર કાપ મૂકી રહ્યા છે. ત્યારે બીજી બાજુ લાખો રૂપિયાના લેપટોપની લ્હાણી તમામ 120 જેટલા કોર્પોરેટરોને કરવામાં આવી છે. જેની કુલ કિંમત 87 લાખ કરતા વધારે થાય છે.

Surat : કોર્પોરેશન તરફથી તમામ 120 કોર્પોરેટરને લેપટોપ આપ્યા, આ મુદ્દે શાસક વિપક્ષ ભાઈ-ભાઈ
કોર્પોરેટરને લેપટોપ અપાયા
Parul Mahadik
| Edited By: | Updated on: Dec 24, 2021 | 5:54 PM
Share

સુરત મહાનગરપાલિકા તિજોરી તળિયા ઝાટક થઇ ગઇ હોવાની વાતો કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ કોર્પોરેટરોને લાખો રૂપિયાના લેપટોપની લહાણી કરવામાં આવી રહી છે. સુરત મહાનગરપાલિકાના 120 જેટલા કોર્પોરેટરોને રૂપિયા 87 લાખ કરતાં વધારેના ખર્ચે લેપટોપ આપવામાં આવ્યા છે. 5 વર્ષે પરત કરવાની શરતે આ લેપટોપ આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

એકબાજુ મહાનગર પાલકા તિજોરીનું તળિયું દેખાતું હોવાથી વર્તમાન શાસકો કરકસરનું ગાણું ગાઈ ઘણા લોક ઉપયોગી કાર્યો પર કાપ મૂકી રહ્યા છે. ત્યારે બીજી બાજુ લાખો રૂપિયાના લેપટોપની લ્હાણી તમામ 120 જેટલા કોર્પોરેટરોને કરવામાં આવી છે. જેની કુલ કિંમત 87 લાખ કરતા વધારે થાય છે.

અગાઉ પદાધિકારીઓ માટે મોંઘી ગાડી, મોબાઈલ ફોન અને ડેસ્ક ટોપ કોમ્યુટર ખરીદાયા બાદ હવે પ્રજાના ટેક્સમાંથી મોંઘા લેપટોપ ખરીદાયા છે. જોકે આ વખતે તમામ નગર સેવકોને ટર્મ પૂરી થયા બાદ લેપટોપ પરત કરવાના રહેશે તેવી શરતે લેપટોપ અપાયા હોવાનું જાણવા મળ્યું છે.

મનપા દ્વારા લેપટોપની લ્હાણી કરાઈ છે જેનો વિપક્ષ આપ સહીત તમામ નગરસેવકોએ હોશે હોશે સ્વીકાર કર્યો છે. જો કે ઘણા નગરસેવકો તો એવા પણ છે કે જેને લેપટોપ ચલાવતા પણ નથી આવડતું.

ડેપ્યુટી મેયર દિનેશ જોધાણીએ જણાવ્યું હતું કે આધુનિક ટેકનોલોજી આવી રહી છે. ત્યારે રાજ્ય સરકાર અને મનપા આ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. અને લોકોના કામ થાય જેથી આ લેપટોપની ફાળવણી કરવામાં આવી રહી છે. હાલમાં સમગ્ર કાર્યક્રમ ઓનલાઈન થઇ રહ્યા છે. જેને લઈને આ લેપટોપનો મહત્તમ ઉપયોગ થાય તે હેતુ છે. કોર્પોરેટર લોકોની વચ્ચે રહે તે માટે આ લેપટોપનું વિતરણ કરવામાં આવ્યું છે.

બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા પણ આ લેપટોપ કોઈપણ વિરોધ વગર સ્વીકારી લેવામાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસે આ મુદ્દે બંને પક્ષ પર આક્ષેપ કરતા કહ્યું છે કે ફાયદાની વાત આવે ત્યારે બંને પક્ષ એક થઈ જાય છે.

આ પણ વાંચો : Ahmedabad: પેટ્રોલપંપની ડીલરશીપ આપવાના બહાને લાખો રૂપિયાની છેતરપીંડી, ક્રાઇમ બ્રાંચે વધુ એક આરોપીની દિલ્હીથી કરી ધરપકડ

આ પણ વાંચો : Surat : જર્જરિત વાલ્વને પગલે સમસ્યા ઉભી થતાં લોકોનો આક્રોશ સાતમા આસમાને : છાપરાભાઠા સહિતના વિસ્તારમાં બે દિવસથી પાણી પુરવઠો ઠપ્પ

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">