Surat : મહિલા સશક્તિકરણ માટે કોર્પોરેશન મહિલા કર્મચારીઓ, કોર્પોરેટરો અને પત્રકારો વચ્ચે રમતગમત સ્પર્ધા યોજશે
આ પહેલી વાર જ હશે જેમાં મહિલા કર્મચારી, અધિકારીઓ, કોર્પોરેટરો અને પત્રકારો વચ્ચે યોજાનારી વિવિધ સ્પર્ધામાં આર્થિક યોગદાન મેળવીને આ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. કોર્પોરેશનની પાસે આવકના સ્ત્રોત ઓછા છે ત્યારે મોટાભાગના તબક્કે કોર્પોરેશનની તિજોરી પર ઓછામાં ઓછું ભારણ આવે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
આઝાદીના 75 મા વર્ષની ઉજવણી નિમિત્તે ‘ આઝાદી કા અમૃત મહોત્સવ ’ તથા ‘ ફિટ ઇન્ડિયા (Fit India )મૂમેન્ટ’ને ધ્યાનમાં રાખી મનપા (SMC) દ્વારા મનપાના મહિલા કર્મચારી / અધિકારીઓ , મહિલા પત્રકારો , મહિલા કોર્પોરેટરો , સુમન શાળા શહેર અને શિક્ષણ સમિતિની શાળાના મહિલા કર્મચારીઓ / શિક્ષકો વચ્ચે કોઇપણ પ્રકારના સ્પર્ધાત્મક તત્વને મહત્વ આપ્યા વિના સ્પોર્ટ્સ(Sports ) ક્ષેત્રે મહિલાઓની રૂચિ વધે તે હેતુથી ક્રિકેટ ટૂર્નામેન્ટ , બેડમિન્ટન ટૂર્નામેન્ટ , એથલેટિક્સ સહિતની અન્ય રમતોનું આયોજન કરવામાં આવનાર છે .
સામાન્ય રીતે મનપા દ્વારા કોવિડના સમયગાળા સિવાય દર વર્ષે મહિલા કર્મચારી તેમજ અધિકારીઓ , મહિલા પત્રકારો અને કોર્પોરેટરો વચ્ચે બેડમિન્ટન , કેરમ સ્પર્ધાનું આયોજન કરવામા આવ્યું જ છે , પરંતુ હવે આઝાદી કા અમૃતમહોત્સવ અને ફિડ ઇન્ડિયા મૂમેન્ટને સાંકળીને તથા મહિલા સશક્તિકરણના હેતુને સાર્થક કરવાના ટેગ હેઠળ મનપા દ્વારા હવે ક્રિકેટ ટૂર્નામેન્ટ , બેડમિન્ટન , એથલેટિક્સ સહિતની રમતોના આયોજન હાથ ધરવા વિચારણા હાથ ધરવામાં આવી છે .
મહત્વની બાબત એ છે કે , આ તમામ સ્પર્ધા / પ્રવૃત્તિઓમાં મનપાને આર્થિક ભારણ ઓછું રહે તે હેતુથી વિવિધ ઔદ્યોગિક એકમો સંસ્થાઓ તથા સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપતી સંસ્થાઓ પાસેથી આર્થિક યોગદાન મેળવી આયોજનો હાથ ધરવાની કવાયત શરુ કરવામાં આવી છે અને આ માટે સૈદ્ધાંતિક મંજૂરી હેતુ સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
નોંધનીય છે કે સુરત કોર્પોરેશન દ્વારા શહેરીજનોના વિકાસના કામોની સાથે સાથે પોતાના કર્મચારીઓ માટે રચનાત્મક પ્રવૃતિઓ કરવામાં આવે છે. શાસકો, અધિકારીઓ અને પત્રકારો વચ્ચે ક્રિકેટ ટુર્નામેંટનું આયોજન પણ દર વર્ષે થતું આવ્યું છે. પણ છેલ્લા બે વર્ષમાં કોરોનાના કારણે આ આયોજનો થઇ શક્યા ન હતા. પણ આ વર્ષે જયારે સ્થિતિ થાળે પડી છે, ત્યારે ફરી એકવાર આ ટુર્નામેન્ટના આયોજનનો વિચાર કરવામાં આવ્યો છે.
જોકે આ પહેલી વાર જ હશે જેમાં મહિલા કર્મચારી, અધિકારીઓ, કોર્પોરેટરો અને પત્રકારો વચ્ચે યોજાનારી વિવિધ સ્પર્ધામાં આર્થિક યોગદાન મેળવીને આ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. કોર્પોરેશનની પાસે આવકના સ્ત્રોત ઓછા છે ત્યારે મોટાભાગના તબક્કે કોર્પોરેશનની તિજોરી પર ઓછામાં ઓછું ભારણ આવે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો :