Surat : પાંડેસરામાં ડાઇંગ પ્રોસેસિંગ એકમોની હાલત કફોડી , કોલસાના ભાવ વધતાં ઉદ્યોગમાં મંદી

|

Mar 13, 2022 | 5:34 PM

જેમાં મિલ એસોસિએશનના પ્રમુખ જીતેન્દ્ર વખારીયાએ જણાવ્યું કે, શહેરમાં અંદાજે 409 જેટલી મિલો છે અને કોલસાનો દૈનિક વપરાશ સમગ્ર ઇન્ડસ્ટ્રીઝનો સરેરાશ 15-16 હજાર ટન છે . અઠવાડિયામાં બે -ત્રણ રજા અને કેટલીક મિલો બંધ હોવાથી વપરાશ થોડો ઓછો છે

Surat : પાંડેસરામાં ડાઇંગ પ્રોસેસિંગ એકમોની હાલત કફોડી , કોલસાના ભાવ વધતાં ઉદ્યોગમાં મંદી
Surat Pandesara Dying Industries (File Image)

Follow us on

સુરતના(Surat)પાંડેસરામાં ડાઇંગ પ્રોસેસિંગ(Dyeing processing units)એકમોની હાલત કોલસાના ભાવ વધતાં ફરી કફોડી થઇ છે. 10-12 દિવસમાં કોલસાના(Coal)ભાવ 34 ટકા વધી ગયાં છે. રૂપિયા 7550 નો ભાવ વધીને આજે રુ .10,150 થયો છે. ટેક્સટાઇલ ઉદ્યોગની ખાસ કરીને ડાઇંગ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે કામકાજ જાળવી રાખવું મંદીના આ દિવસોમાં વધુ કપરું બની ગયું છે. એક બાજુ મંદીનો માર છે અને બીજી બાજુ કોલસાના ભાવમાં આડેધડ વધારો પરિસ્થિતિને વધુ કપરી બનાવી રહ્યો છે . હાલમાં કોલસાની કોઇ તંગી નથી . પ્રોડક્શન પણ પૂરતું નીકળી રહ્યું છે . તેમ છતાં કોલસાનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે .

જોબચાર્જમાં 5 થી 10 ટકાનો વધારો અમલમાં મૂકી દીધો

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની આ આડકતરી અસર ગણી શકાય . પરંતુ કોલસાના વેપારીઓ પૂરતો સ્ટોક કરીને બેઠાં હોવાથી , ભાવ વધારાનો લાભ મેળવી રહ્યાં હોવાનું ચિત્ર છે . અત્યારે કોલસામાં જે ભાવ વધારો થયો છે , તેમાં એડવાન્સ પેમેન્ટની પણ શરત વેપારીઓની છે . કોલસાના ભાવમાં વધારો આવતાં ડાઈગ પ્રોસેસિંગ એકમોમાંના ઘણાંએ જોબચાર્જમાં 5 થી 10 ટકાનો વધારો અમલમાં મૂકી દીધો છે.

કોલસાનો દૈનિક વપરાશ સમગ્ર ઇન્ડસ્ટ્રીઝનો સરેરાશ 15-16 હજાર ટન

જેમાં મિલ એસોસિએશનના પ્રમુખ  જીતેન્દ્ર વખારીયાએ જણાવ્યું કે, શહેરમાં અંદાજે 409 જેટલી મિલો છે અને કોલસાનો દૈનિક વપરાશ સમગ્ર ઇન્ડસ્ટ્રીઝનો સરેરાશ 15-16 હજાર ટન છે . અઠવાડિયામાં બે -ત્રણ રજા અને કેટલીક મિલો બંધ હોવાથી વપરાશ થોડો ઓછો છે . આ અગાઉ જૂન મહિનામાં કોલસાના ભાવમાં 60 ટકાનો વધારો થયો હતો રૂપિયા 5500 ટન દીઠ ભાવ રૂપિયા 8000 થઈ ગયો હતો . આને કારણે જ દિવાળી સમયે ડાઇગ પ્રોસેસિંગના જોબચાર્જમાં 20 ટકા વધારવાની મિલ માલિકોને ફરજ પડી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ પણ વાંચો : સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા કેસુડા ટૂરની શરૂઆત કરવામાં આવી, વિંધ્યાચલના જંગલમાં પ્રવાસીઓને ફેરવવામાં આવશે

આ પણ વાંચો : Gandhinagar: મહુડી ખાતે યુથ કોંગ્રેસના હોદ્દેદારોની તાલીમ શિબિરમાં જૂથવાદ સામે આવ્યો

 

Published On - 5:33 pm, Sun, 13 March 22

Next Article