Surat : ફેસબુકમાં મિત્રતા કેળવી છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો, યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
સુરત અડાજણ વિસ્તારમાં કોમ્પેટીટીવ એક્ઝામની તૈયારી કરી રહેલી યુવતી સાથે ફેસબુક પર મિત્રતા કેળવી રૂપિયાની જરૂરિયાત છે એમ કહી એટીએમ કાર્ડ વાપરવા લઇ જઇ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.
સુરતમાં(Surat) પહેલા લોકો રૂપિયાની કોઈ ને કોઈ રીતે છેતરપીંડીના(Fraud)કિસ્સાઓ સતત સામે આવતા હતા હવે જ્યારે થી લોકો સોશિયલ મીડિયાનો(Social Media) ઉપયોગ કરતા થઈ ગયા છે ત્યારથી સતત ઓનલાઇન છેતરપિંડીના કિસ્સા સતત વધી રહ્યા છે. જેમાં સુરત અડાજણ વિસ્તારમાં કોમ્પેટીટીવ એક્ઝામની તૈયારી કરી રહેલી યુવતી સાથે ફેસબુક પર મિત્રતા કેળવી રૂપિયાની જરૂરિયાત છે એમ કહી એટીએમ કાર્ડ વાપરવા લઇ જઇ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. તેમજ આ યુવકે અન્ય વ્યક્તિઓ પાસેથી રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. આ વિશ્વાસઘાત કરનાર યુવાન વિરૂધ્ધ અડાજણ પોલીસમાં યુવતીએ આઇટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.
કિંજલે મિત્રતામાં બેંક ઓફ બરોડાનો એટીએમ કાર્ડ પાર્થને આપ્યું હતું.
સુરત શહેરના અડાજણના આનંદ મહલ એપાર્ટમેન્ટમાં રહેતી અને કોમ્પેટીટીવ એક્ઝામની તૈયારી કરી રહેલા કિંજલ ચંદુ વસાવાની વર્ષ 2020 માં ફેસબુક પર પાર્થ ચૌધરી નામના યુવાન સાથે મિત્રતા થઇ હતી. દરમિયાનમાં માર્ચ 2021 માં પાર્થએ કોલ કરી મારી માસીની દીકરી હોસ્પિટલમાં છે. મારુ એટીએમ કાર્ડ બ્લોક છે અને મને પૈસાની જરૂર છે. તારું એટીએમ કાર્ડ અને પાસવર્ડ આપ એટલે હું મારા મિત્રો પાસેથી તારા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી ઉપાડીશ. જેથી કિંજલે મિત્રતામાં બેંક ઓફ બરોડાનો એટીએમ કાર્ડ પાર્થને આપ્યું હતું.
બેંક સ્ટેટમેન્ટ ચેક કરતા તેમાં રૂ. 2.06 લાખ ટ્રાન્સફર કરાવી ઉપાડી લીધાનું જાણવા મળ્યું
થોડા સમય બાદ કિંજલે એટીએમ કાર્ડ પરત માંગ્યું હતું. પરંતુ હાલમાં હું બહારગામ છું આવીને આપીશ એમ કહ્યું હતું. જો કે માર્ચ 2020 માં અલ્કેશ નામની વ્યક્તિનો કોલ આવ્યો હતો અને કહ્યું હતું કે તમે પાર્થ ચૌધરીનો ઓળખો છો. તેણે મારી દીકરી પાસે તમારા બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા છે જે મને પરત આપી દો. કિંજલ ચોંકી ગઇ હતી જેથી કિંજલે પાર્થનો સંર્પક કરતા તેણે ફોન કટ કરી દીધો હતો અને બેંક સ્ટેટમેન્ટ ચેક કરતા તેમાં રૂ. 2.06 લાખ ટ્રાન્સફર કરાવી ઉપાડી લીધાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો : અમદાવાદમાંથી ફરી મોટા પ્રમાણમાં MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, એસ.ઓ.જીની ટીમે બે આરોપીઓની કરી ધરપકડ
આ પણ વાંચો : હાર્દિક પટેલે રાજકારણ છોડી દેવુ જોઈએઃ ટીવી9 ડિજિટલના સર્વેમાં ખુલાસો
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો