Surat : કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતના દીકરાએ સમગ્ર ભારતનું ગૌરવ વધાર્યું, ટેબલ ટેનિસમાં અપાવ્યો ગોલ્ડ મેડલ
સુરતના હરમિત દેસાઈ અને તેની ટીમે ટેબલ ટેનિસમાં (table tennis) સિંગાપોરની ટીમને હરાવી ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે.
કોમનવેલ્થ ગેમ્સમાં (Commonwealth games) ગુજરાતના દીકરાએ સમગ્ર ભારતનું ગૌરવ વધાર્યું છે. સુરતના હરમિત દેસાઈ અને તેની ટીમે ટેબલ ટેનિસમાં (table tennis) સિંગાપોરની ટીમને હરાવી ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ફાઈનલ મુકાબલામાં હરમિતે (harmeet desai) વિરોધી ટીમના ખેલાડીને 3-1થી મ્હાત આપી હતી. તો બીજી તરફ ગોલ્ડ મેડલ મળતા જ હરમિતના પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો છે. ખુશીના આંસુ સાથે પરિવારજનોએ હરમિતની જીતને વધાવી લીધી હતી.
ગુજરાતનો ગોલ્ડન બોય
હરમિત દેસાઈએ ગોલ્ડ સુધી પહોંચવામાં ખુબજ મહેનત કરી છે. હરમિતના માતાએ કહ્યું કે, તે મહેનત કરવામાં માને છે.જર્મનીના (Germany) કોચ પાસે તે ટ્રેનિંગ લેતો હતો અને આકરો પરિશ્રમ કરતો હતો. આજે તેને પરિશ્રમનું પરિણામ મળ્યું છે. એટલું જ નહીં તેમણે કહ્યું કે, કોમનવેલ્થ ગેમ્સના કારણે હરમિતે કેટલાય સમયથી ગળ્યું પણ નથી ખાધુ.
ગૃહરાજ્ય અને રમતગમત પ્રધાને શુભેચ્છા પાઠવી
ગૃહરાજ્ય અને રમતગમત પ્રધાન હર્ષ સંઘવીએ પણ હરમિત દેસાઈને શુભેચ્છા પાઠવી છે અને કહ્યું કે, હરમિતે માત્ર ગુજરાતનું (Gujarat) જ નહીં પરંતુ દેશનું ગૌરવ વધાર્યું છે. તેમણે પોતાના ટ્વીટર હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે, સુરતના સુપુત્ર હરમિત દેસાઈના કોમનવેલ્થ ગેમ્સમાં દ્રષ્ટાંતરૂપ વિજયી પ્રદર્શનને જુઓ.
Watch the exemplary winning performance by our dear @HarmeetDesai, son of Surat at #CWG2022.
Outstanding, you have not only made Gujarat but the entire nation proud too. #CommonwealthGames2022. pic.twitter.com/apL61Dsn4j
— Harsh Sanghavi (@sanghaviharsh) August 2, 2022
(ઈનપુટ- બળદેવ સુથાર,સુરત)