સુરત : શહેર પોલીસ અને વોલીબોલ એસોસિયેશન દ્વારા ત્રણ દિવસીય વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન, યુવાનોમાં રમતગમત ક્ષેત્રે રસ કેળવાય તેવો હેતુ

8 એપ્રિલ એટલે કે શુક્રવારના રોજ ફાઈનલ મેચ રમાવવાની છે. ત્યારબાદ ઈનામ વિતરણનો કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગૃહરાજયમંત્રી, યુવા રમતગમત અને સાંસ્કૃતિક મંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે વિજેતા ટીમને ઈનામ આપી સ્પોર્ટ અને ગેમ્સ માટે પ્રોત્સાહીત કરવામાં આવશે.

સુરત : શહેર પોલીસ અને વોલીબોલ એસોસિયેશન દ્વારા ત્રણ દિવસીય વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન, યુવાનોમાં રમતગમત ક્ષેત્રે રસ કેળવાય તેવો હેતુ
Surat: City Police and Volleyball Association organizes three-day volleyball tournament
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 06, 2022 | 6:20 PM

સુરત શહેર પોલીસ (POLICE) અને સુરત વોલીબોલ એસોસિશયન દ્વારા ત્રણ દિવસીય વોલીબોલ ટુર્નામેન્ટનું (Volleyball Tournament)આયોજન કરવામાં આવ્યું છે, તારીખ 6 એપ્રિલથી 8 એપ્રિલ સુધી સુરત પોલીસ અને સુરત ડીસ્ટ્રીકટ વોલીબોલ એસોસિએશન દ્વારા ડુમસ બીચ (Dumas Beach) ખાતે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સવારે 7 કલાકે સુરત શહેર પોલીસ કમિશ્નર (City police commissioner)અજય કુમારના (Ajay Kumar)વરદ હસ્તે ત્રણ દિવસ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ.

વોલીબોલ એક બીચ પર પણ રમી શકાય તેનો અનુભવ ખેલાડીઓને કરવામાં આવ્યો હતો. ખાસ કરીને યુવાન પેઢી છે ગેમ્સ અને સ્પોર્ટની તરફ આગળ વધે તેમજ યુવાઓ નશાના રવાડે ન ચડે સાથે સાથે પોલીસ અને નાગરીકો એકબીજાની વધારે નજીક આવે અને અસામાજિક તત્વો સામે પણ એકસાથે મળીને લડી શકાય તે હેતુથી ખાસ કરીને વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

8 એપ્રિલ એટલે કે શુક્રવારના રોજ ફાઈનલ મેચ રમાવવાની છે. ત્યારબાદ ઈનામ વિતરણનો કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગૃહરાજયમંત્રી, યુવા રમતગમત અને સાંસ્કૃતિક મંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે વિજેતા ટીમને ઈનામ આપી સ્પોર્ટ અને ગેમ્સ માટે પ્રોત્સાહીત કરવામાં આવશે. જ્યારે આ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ ટુર્નામેન્ટ યોજના પાછળ મહત્વનું કારણ એ છે કે પોલીસ અને અલગ-અલગ લોકોનું ટ્યુનિંગ રહે અને પોલીસ વિભાગમાં નોકરી કરતાં પોલીસ જવાનો અલગથી નોકરી સિવાય થોડો સમય પસાર કરે, જેથી સારી રીતે કામ કરી શકે અને તેમને એક પ્રોત્સાહન મળે, કારણ કે સતત પોલીસની નોકરી હોય છે. જે 24 કલાક નોકરી હોય છે જે થોડો સમય કાઢીને એની અંદર આપે તો તેમની કામગીરી છે તે સારી રીતે કરી શકે. જ્યારે આ વોલીબોલ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ છે. 8 તારીખે જે ગુજરાતના ગૃહ મંત્રી દ્વારા વિજેતા જે લોકો હશે તેમને ઇનામ વિતરણ કરશે.

આ પણ વાંચો :Russia-Ukraine War: બુચામાં થયેલી હત્યાઓની સખત નિંદા કરીએ છીએ, સ્વતંત્ર તપાસ થવી જોઈએ’ યુક્રેન પર ચર્ચા દરમિયાન બોલ્યા એસ જયશંકર

આ પણ વાંચો : Jamnagar: યાયાવર પક્ષી પેઈન્ટેડ સ્ટોર્કને મળી પશુવાન 1962ની તાત્કાલિક સારવાર, જિલ્લામાં અત્યાર સુધીમાં 98 હજારથી વધુ પશુ-પક્ષીઓને અપાઈ સારવાર

g clip-path="url(#clip0_868_265)">