Surat : મોબાઈલ પર સૌથી વધારે સમય વિતાવનાર બાળકોને આવી રહી છે સ્પાઈનની સમસ્યા, રોજના 4 થી 5 નવા દર્દીઓ પહોંચી રહ્યા છે હોસ્પિટલ

|

May 11, 2022 | 4:17 PM

બાળકને (Children )ઠપકો આપશો નહીં કે મારશો નહીં, આમ કરવાથી તે વધુ જિદ્દી અને હિંસક બનશે. તમારે શાંત રહેવું જોઈએ અને તેની સાથે નમ્રતાથી વર્તવું જોઈએ

Surat : મોબાઈલ પર સૌથી વધારે સમય વિતાવનાર બાળકોને આવી રહી છે સ્પાઈનની સમસ્યા, રોજના 4 થી 5 નવા દર્દીઓ પહોંચી રહ્યા છે હોસ્પિટલ
Spine Problem in Children (Symbolic Image )

Follow us on

મોબાઈલ (Mobile )પર દિવસમાં 4 થી 10 કલાક વિતાવતા બાળકોમાં કરોડરજ્જુને(Spine ) લગતી સમસ્યાઓ સુરતમાં વધુ જોવા મળી રહી છે. મોબાઈલ ફોન પર ગેમિંગની(Gaming ) સાથે શારીરિક પ્રવૃત્તિના અભાવને કારણે કિશોરોમાં આ સમસ્યા ઝડપથી વધી રહી છે. દરરોજ આવા ચારથી પાંચ કિશોરો સિવિલ અને સ્મીમેર બંને સરકારી હોસ્પિટલોમાં સારવાર માટે પહોંચી રહ્યા છે. તરુણોમાં આ સમસ્યાને લઈને ડૉક્ટરો પણ ચિંતિત છે. જોકે, આવા બાળકોને ફિઝિયોથેરાપીથી સારવાર આપવામાં આવી રહી છે. ડોક્ટરોને આશા છે કે એક મહિના પછી બાળકોને આમાંથી થોડી રાહત મળી શકે છે.

ડોક્ટરોનું કહેવું છે કે કોવિડ 19 પહેલા આવા દર્દીઓ ઓછા આવતા હતા. પરંતુ કોરોનાના સમયગાળા દરમિયાન ઓનલાઈન શિક્ષણ, મોબાઈલ ફોનનો ઉપયોગ, ગેમિંગ અને શારીરિક પ્રવૃત્તિના અભાવને કારણે આ સમસ્યા વધવા લાગી છે. કિશોરો પણ કમરનો દુખાવો, ગરદનનો દુખાવો અને સ્થૂળતાની ફરિયાદ કરે છે. ડોક્ટર્સ કહે છે કે આ 2 વર્ષમાં માત્ર ટીનેજર્સ જ નહીં પરંતુ તમામ વર્ગના લોકોને આ પ્રકારની સમસ્યા જોવા મળી છે, આધેડ અને વૃદ્ધોને માનસિક સમસ્યા હોય છે, પરંતુ યુવાનોની સાથે સાથે ટીનેજર્સ પણ આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે, જોકે પરિસ્થિતિ બદલાઈ રહી છે, દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે.

ટિપ્સ :

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
  1. બાળકોને અન્ય કામોમાં વ્યસ્ત રાખીને મોબાઈલથી દૂર રાખો.
  2. તમારે બાળકોના ઓનલાઈન ક્લાસ કે ટ્યુશનનો સમય જાણવો જોઈએ, વાત કર્યા પછી પણ જો બાળક સતત મોબાઈલ પર હોય તો તેને મોબાઈલથી દૂર રાખવા માટે અન્ય કામોમાં વ્યસ્ત રાખો.
  3. ડીજીટલ ડીટોક્સ દ્વારા જાણીએ કે શું તે ખરેખર મોબાઈલનું વ્યસન છે, તે જરૂરી નથી કે બાળક મોબાઈલ પરની ગેમનું વ્યસની હોય. તે દિવસભર કાર્ટૂન અથવા મૂવી પણ જોઈ શકે છે .
  4. બાળકને ઠપકો આપશો નહીં કે મારશો નહીં, આમ કરવાથી તે વધુ જિદ્દી અને હિંસક બનશે. તમારે શાંત રહેવું જોઈએ અને તેની સાથે નમ્રતાથી વર્તવું જોઈએ કારણ કે જયારે બાળકની આખી દુનિયા મોબાઈલ બની જાય છે, જે કોઈ તેમાં દખલ કરે છે, બાળક તેને પોતાનો દુશ્મન સમજવા લાગે છે.

સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના એચઓડીના જણાવ્યા પ્રમાણે કોરોના ના 2 વર્ષમાં, ઓનલાઈન એજ્યુકેશન અને મોબાઈલ એડિક્શને બાળકોને બીમાર બનાવ્યા છે. બાળકોમાં અન્ય લોકો કરતા વધારે એનર્જી લેવલ વધારેછે. તેથી, તેમની શારીરિક પ્રવૃત્તિ પણ વધુ છે. આ 2 વર્ષમાં બાળકોને મોબાઈલની લત લાગી ગઈ. બાળકોની આ આદતને જલ્દી બદલવાની જરૂર છે.

Published On - 4:17 pm, Wed, 11 May 22

Next Article