Surat : ટેક્સ્ટાઇલ પાર્ક મુદ્દે આજે કેન્દ્રની ટીમ સુરતમાં, સ્થળ મુલાકાતનું આયોજન

|

May 10, 2022 | 5:16 PM

નવસારીના(Navsari ) વાસી-બોરસી ખાતે પીએમ મિત્રા ટેક્સટાઇલ પાર્કની માંગ મુદેટેક્સટાઇલ મંત્રાલયના બે જોઇન્ટ સેક્રેટરી અને ગુજરાત GIDCના MD પણ સ્થળ મુલાકાત લેશે અને પછી તે બાદ આ પ્રોજેક્ટ પર કામગીરી હાથ ધરાશે. 

Surat : ટેક્સ્ટાઇલ પાર્ક મુદ્દે આજે કેન્દ્રની ટીમ સુરતમાં, સ્થળ મુલાકાતનું આયોજન
Center team on textile park issue in Surat today (File Image )

Follow us on

સાત પીએમ મીત્રા પાર્ક ટેક્સટાઇલ (Textile ) ઉદ્યોગના ડેવલપમેન્ટ માટે કેન્દ્રની ટેક્સટાઇલ મિનિસ્ટ્રી (Ministry )દ્વારા પ્રપોઝ કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાત (Gujarat) રાજ્ય દ્વારા પણ સુરત નજીક નવસારી જિલ્લાના વાંસી-બોરસી ખાતે પીએમ મીત્રા ટેક્સટાઇલ પાર્કની માંગ કરવામાં આવી છે. જેને લઇને સુરતમાં ટેકસટાઇલની ક્ષમતા અને સ્થળ વિઝિટમાંથી બે જોઇન્ટ સેક્રેટરી આવતીકાલે મિનિસ્ટ્રી ખાસ સુરત આવી રહ્યા છે. સાથે જ ગુજરાત જીઆઇડીસીના જોઇન્ટ એમડી પણ સુરત આવશે અને તેમને સંપૂર્ણ બાબતોથી વાકેફ કરવામાં આવશે.

સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા કેન્દ્રીય બજેટમાં સાત પીએમ મીત્રા પાર્ક બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જેને લઇને પ્રોસીજર હાથ પણ ધરવામાં આવી છે. આ પ્રોસીજર દરમિયાન અનેક રાજ્યો દ્વારા પોતાના રાજ્યમાં પાર્ક મળે તે માટે કેન્દ્રમાં અરજીઓ કરી છે. કેટલાક રાજ્યોએતો એક કરતા વધારે પાર્ક માટે પણ અરજી કરી છે. ગુજરાત સરકારે પણ સુરતને આ પાર્ક મળે તે માટે પોતાના બજેટમાં સુરત નજીક અને નવસારી જિલ્લામાં આવેલ વાંસી-બોરસી ખાતેની જમીન પર પાર્ક બનાવવા માટેની જગ્યાની ફાળવણી પણ કરી દેવામાં આવી હતી.

પરંતુ ટેક્સટાઇલ મિનિસ્ટ્રી દ્વારા એક પ્રોટોકોલ નક્કી કરવામાં આવ્યો છે અને એ પ્રોટોકલ મુજબ જે રાજ્ય સેટ થતું હશે તેને તે પાર્ક ફાળવવામાં આવશે. ટેક્સટાઇમિનિસ્ટ્રીના બે સિનિયર જોઇન્ટ સેક્રેટરી પ્રાજક્તા વર્મા અને શંકર શુકલા સુરત ખાતે મંગળવારે સરસાણા ચેમ્બર ઓફ કોમર્સના કેમ્પસમાં પ્લેટીનિયમ હોલ ખાતે ઉપસ્થિત રહેવાના છે ત્યાં જીઆઇડીસી જોઇન્ટ એમડી બી.જી.પ્રજાપતિ દ્વારા તેમજ  ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કેમ સુરતને આ પાર્ક મળવો જોઈએ તેનું પ્રેઝનટેશન રજૂ કરવામાં કરવામાં આવશે. ઉપરાંત પ્રેઝન્ટેશન પૂર્ણ થતાની સાથે જ વાંસીબોરસી ખાતે જે જગ્યા રાજ્ય સરકારે અલોટ કરી છે એ જગ્યાની સાઇટ વિઝીટ કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. આગામી સમયમાં આ રિપોર્ટ અને બાકીના પેરામીટર્સને આધારે ટેક્સટાઇલ મંત્રાલય દ્વારા પીએમ મીત્રા પાર્ક કયા રાજ્યને મળે છે તેની જાહેરાત કરવામાં આવશે.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો

નવસારીના વાસી-બોરસી ખાતે પીએમ મિત્રા ટેક્સટાઇલ પાર્કની માંગ મુદેટેક્સટાઇલ મંત્રાલયના બે જોઇન્ટ સેક્રેટરી અને ગુજરાત GIDCના MD પણ સ્થળ મુલાકાત લેશે અને પછી તે બાદ આ પ્રોજેક્ટ પર કામગીરી હાથ ધરાશે.

Next Article