Surat : કાર ચાલકે લારીમાં શાકભાજી વેચતા યુવકને એડફેટે લેવાના CCTV આવ્યા સામે, સારવાર દરમિયાન યુવકનું મોત

|

Apr 04, 2023 | 3:10 PM

Surat News : ગત રવિવારે યુવક ડીંડોલી સ્થિત આરજેડી પ્લાઝા પાસેથી શાકભાજીની લારી લઈને પસાર થઇ રહ્યો હતો, તે સમયે પાછળથી આવેલી કારે તેને જોરદાર ટક્કર મારી હતી.

Surat : કાર ચાલકે લારીમાં શાકભાજી વેચતા યુવકને એડફેટે લેવાના CCTV આવ્યા સામે, સારવાર દરમિયાન યુવકનું મોત

Follow us on

સુરતના ડીંડોલી વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. એક કાર ચાલકે શાકભાજીની લારી ચલાવતા 22 વર્ષીય યુવકને ટક્કર મારતા યુવકને ગંભીર ઈજાઓ પહોચી હતી. જેમાં યુવકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. બીજી તરફ આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ સમગ્ર મામલે ડીંડોલી પોલીસે મૃતક યુવકના પિતાની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો-Surat: સુરતમાં બાળકી પર સાડીનું પોટલું પડતા બાળકી બેભાન થઈ, જુઓ Video

કારે લારી ચાલકને પાછળથી મારી હતી ટક્કર

મળતી માહિતી મુજબ સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા 42 વર્ષીય વસંતલાલ મેવાલાલ ગુપ્તા શાકભાજીના વેપારી છે. તેમને 4 સંતાનો છે. જે પૈકી 22 વર્ષીય અંકિત પણ શાકભાજીની લારી ચલાવી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. ગત રવિવારે તે ડીંડોલી સ્થિત આરજેડી પ્લાઝા પાસેથી શાકભાજીની લારી લઈને પસાર થઇ રહ્યો હતો, તે સમયે પાછળથી આવેલી કારે તેને જોરદાર ટક્કર મારી હતી.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત

અકસ્માત થતા યુવકને માથા, પગ અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી. બીજી તરફ સ્થાનિકો ત્યાં એકઠા થઇ ગયા હતા અને ઈજાગ્રસ્ત અંકિતને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

ઘટનાના CCTV આવ્યા સામે

યુવકનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. બીજી તરફ અંકિતના પિતાએ આ સમગ્ર મામલે ડીંડોલી પોલીસ મથકમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે, બીજી તરફ આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

CCTVના આધારે આરોપીની શોધખોળ

CCTVમાં જોઈ શકાય છે કે 22 વર્ષીય અંકિત શાકભાજીની લારી લઈને પસાર થઇ રહ્યો છે અને પાછળથી કાર ચાલક તેને અડફેટે લેતા તે ફંગોળાઈને નીચે જમીન પર પટકાઈ છે અને તેની લારીનો તમામ સમાન પણ વેર વિખેર થઇ જાય છે. આ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article