Surat : હાય રે બલિહારી ! શ્રમજીવી પરિવારે હોળી માટે જમા કરેલા રોકડા અને નવા કપડાં આગમાં બળીને ખાખ

|

Mar 17, 2022 | 8:16 AM

હોળી નિમિત્તે તે આવતીકાલે પરિવાર સાથે વતન જવાનો હતો.હોળી માટે તેને પંદરેક હજાર રૂપિયા ભેગા કરેલા હતા અને નવા કપડાં પણ ખરીદ્યાં હતા. આગની અંદર રૂપિયા તેમજ કપડા અને સિલાઈ મશીન સહિત ઘર વખરી સંપૂર્ણ બળી ગઈ હતી.

Surat : હાય રે બલિહારી ! શ્રમજીવી પરિવારે હોળી માટે જમા કરેલા રોકડા અને નવા કપડાં આગમાં બળીને ખાખ
Cash and new clothes deposited by working family for Holi are burnt in the fire(File Image )

Follow us on

સુરતના (Surat ) ગોડાદરા વિસ્તારમાં રહેતો શ્રમજીવી યુવક ફળ વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે. બુધવારે તેના ઘરમાં ગેસ લીકેજ થવાના કારણે આગ(Fire ) ભડકી ઉઠી હતી. સદનસીબે પરીવાર સહિસલામત ઘરની બહાર નીકળી ગયો હતો. પરંતુ આગના કારણે સરસામાન લપેટમાં આવી ગયો હતો.

ઘટના અંગે જાણ કરવામાં આવતા ફાયરના જવાનોનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ ઓલાવવાની કવાયત હાથ ધરી હતી. એટલું જ નહીં ઘટનામાં કરુણતા એ હતી કે શ્રમજીવી યુવકે હોળી નિમિત્તે વતન જવા માટે જે પૈસા ભેગા કરેલા હતા અને નવા કપડાં ખરીદ્યા હતા તે તમામ આગમાં બળીને ખાખ થઇ ગયા હતા.

ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગોડાદરા સ્થિત નીલકંઠ સોસાયટીમાં રહેતો રણજીત પટેલ મૂળ યુપીના જોનપુર જિલ્લાનો વતની છે.અહીં પરિવારમા પત્ની અને બે બાળકો સાથે રહે છે અને ફળ વેચીને ગુજરાન ચલાવે છે. બુધવારે આઠેક વાગ્યે તેની પત્ની રસોઈ બનાવતી હતી ત્યારે ગેસ લીકેજ થવાના લીધે આગ લાગી ગઈ હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આગ તરતજ ઘરમાં પ્રસરી ગઈ હતી ત્યારે યુવક અને તેની પત્ની બાળકોને લઈને ઘરની બહાર નીકળી ગયા હતા તેમજ તેઓ અને સ્થળ ઉપર ભેગા થયેલા લોકોએ જાતે જ આગ ઓલાવવાના પ્રયાસ કર્યા હતા.સાથે જ ફાયર કન્ટ્રોલને પણ જાણ કરી હતી.જેથી ડિંડોલી અને ડુંભાલ ફાયર સ્ટેશનથી ફાયરના જવાનો સ્થળ ઉપર દોડી ગયા હતા અને આગ ઓલાવવાની કામગીરી હાથ ધરી હતી.

અને પંદરથી-20 મિનિટમાં આગ ઉપર કાબુ મેળવી લેવામા આવ્યો હતો.વધુમા રણજિત પટેલે જણાવ્યું હતું કે હોળી નિમિત્તે તે ગુરુવારે એટલે કે આજે પરિવાર સાથે વતન જવાનો હતો.હોળી માટે તેને પંદરેક હજાર રૂપિયા ભેગા કરેલા હતા અને નવા કપડાં પણ ખરીદ્યાં હતા. આગની અંદર રૂપિયા તેમજ કપડા અને સિલાઈ મશીન સહિત ઘર વખરી સંપૂર્ણ બળી ગઈ હતી.

આ પણ વાંચો :

Surat : બે વર્ષ પછી સુરતમાં જામ્યો હોળીનો રંગ, આ વખતે 10ની જગ્યાએ 13 રાજસ્થાની ટીમ ફાગોત્સવ મનાવવા સુરત પહોંચી

AAP Surat : પંજાબની જીત બાદ સુરતમાં “આપ”નો જોશમાં વધારો, વિધાનસભામાં તાકાત સાથે ઉતરવા તૈયારીઓ શરૂ

Next Article