Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : અમદાવાદના શાહીબાગના કેમ્પ હનુમાન મંદિરમાં પ્રસાદને લઇને છેડાયો વિવાદ

Gujarati Video : અમદાવાદના શાહીબાગના કેમ્પ હનુમાન મંદિરમાં પ્રસાદને લઇને છેડાયો વિવાદ

Darshal Raval
| Edited By: | Updated on: May 19, 2023 | 11:48 AM

ટ્રસ્ટીઓ સુરક્ષાનું કારણ આપી પ્રસાદ બંધ કર્યો હોવાનુ રટણ કરી રહ્યાં છે..ચર્ચા એવી પણ છે કે ટ્રસ્ટી અને પૂજારી વચ્ચેના વિવાદને કારણે આ નિર્ણય લેવાયો છે.મહત્વનું છે કે અગાઉ પણ કેમ્પ હનુમાન મંદિરમાં મગસના લાડુના પ્રસાદને લઇ વિવાદ સર્જાયો હતો..ટ્રસ્ટીઓએ કોરોનાનું બહાનું આપી મગસનો પ્રસાદ બંધ કર્યો હતો.

અમદાવાદના(Ahmedabad) શાહીબાગના કેમ્પ હનુમાન(Camp Hanuman)મંદિરમાં ફરી એકવાર પ્રસાદને લઇ વિવાદ સર્જાયો છે.મંદિરના ટ્રસ્ટીઓએ અચાનક પ્રસાદ બંધ કરવાનો નિર્ણય લેવા વિવાદ થયો છે..અચાનક જ ટ્રસ્ટીઓએ મંદિરમાં પ્રસાદ લઇ જવા પર પ્રતિબંધ મુકતા ભક્તોએ મંદિરના મુખ્ય દરવાજા બહાર પ્રસાદ મુકીને દર્શન કરવા જવું પડ્યું હતું.મંદિરમાં પ્રસાદ ન લઇ જવા દેવાતા કેટલાક ભક્તો રોષે ભરાયા હતા અને સવાલ કર્યા હતા કે કેમ અચાનક જ પ્રસાદ બંધ કરી દેવામાં આવ્યો.ત્યારે કર્મચારીઓએ કહ્યું કે ટ્રસ્ટીઓના કહેવાથી પ્રસાદ બંધ કરાયો છે.

કોરોનાનું બહાનું આપી મગસનો પ્રસાદ બંધ કર્યો હતો

તો બીજી તરફ ટ્રસ્ટીઓ સુરક્ષાનું કારણ આપી પ્રસાદ બંધ કર્યો હોવાનુ રટણ કરી રહ્યાં છે..ચર્ચા એવી પણ છે કે ટ્રસ્ટી અને પૂજારી વચ્ચેના વિવાદને કારણે આ નિર્ણય લેવાયો છે.મહત્વનું છે કે અગાઉ પણ કેમ્પ હનુમાન મંદિરમાં મગસના લાડુના પ્રસાદને લઇ વિવાદ સર્જાયો હતો..ટ્રસ્ટીઓએ કોરોનાનું બહાનું આપી મગસનો પ્રસાદ બંધ કર્યો હતો.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 19, 2023 11:36 AM
g clip-path="url(#clip0_868_265)">