Surat : આરટીઓ મેમોની દંડ ભર્યાની બોગસ રસીદ દ્વારા પોલીસને જ ચૂનો લગાવવાનું કૌભાંડ ઝડપાયું
સુરતમાં બોગસ આરસી બુક બનાવવા માટે તે ૨ હજાર રૂપિયા, આધાર કાર્ડ બનાવવામાં માટે એક હજારથી વધુ રૂપિયા વસુલવામાં આવતા હતા. આ કૌભાંડમાં આરટીઓ એજન્ટની કે અધિકારીની સંડોવણી છે કે કેમ તેની તપાસ શરુ કરવામાં આવી છે.
સુરતના(Surat) ડીંડોલી પોલીસે ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ બનાવીને કૌભાંડ(Scam) આચરતી ગેંગને ઝડપી પાડી જેમાં ડીંડોલી પોલીસે એક ઇસમને ઝડપી પાડી મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ કબ્જે કર્યા છે જેમાં આ ઈસમો દ્વારા ખોટા આધાર કાર્ડ, પાનકાર્ડ અને બીજા ડોક્યુમેન્ટ બનાવી ને RTO ની(RTO) રસીદ પણ બનાવતા હતા સાથે દંડ ભરતા હતા.આ કૌભાંડ માં RTO ના કેટલાક એજન્ટો પણ સંકળાયેલા હોવાની વાત સામે આવી રહી છે જેમાં નામ આવ્યા બાદ પોલીસ ની તપાસમાં વધુ ખુલાસા થઈ તેવી શકયતા છે.સુરતમાં સતત નવ નવી રીતો અપનાવી ને સરકારી કામકાજો કે પછી લોકોના ડોક્યુમેન્ટ સાથે છેડછાડ કરી કૌભાંડ આચરતા હોય અને રૂપિયા કમાતા હોય છે ત્યારે આવો એક કિસ્સો સુરતના ડીંડોલી વિસ્તારમાં પ્રકાશિત થયો છે.
પોલીસ પકડેલા વાહનો છોડાવતા હતા
જેમાં કેટલાક ઈસમો દ્વારા ભેગા થઈ ને જે લોકોએ વિચાર્યું પણ નહીં હોય અને પહેલી નજરમાં કોઈને ખ્યાલ પણ ન આવે કે આવી રીતે કૌભાંડ આચરી રહ્યા છે લોકોના આધારકાર્ડ પાનકાર્ડ વોટિંગ કાર્ડ ડુપ્લીકેટ બનાવી ને RTO માં વાહન ચલણ ભરવાનું હોય તે રશીદ ડુપ્લીકેટ બનાવી ને પોલીસને જમા કરાવીને પોલીસ પકડેલા વાહનો છોડાવતા હતા.જ્યારે આ બાબત ડીંડોલી પોલીસ સ્ટેશનનઆ હેડ કોસ્ટબલ ભરતભાઇ અને કોસ્ટબલ દિનેશભાઇ અમૃતભાઈને માહિતી મળી હતી કે આવી રીતે ડોક્યુમન્ટના આધારે આ લોકો કૌભાંડ આચરી રહ્યા છે જે માહિતીના આધારે ડીંડોલી પોલીસ સ્ટેશનના પીઆઇ એમ એલ સાળુકે દ્વારા સ્ટાફ સાથે વોચ ગોઠવી અને અસલમાં એક ડમી ગ્રાહક બનાવીને આખું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે.
બનાવટી આર.સી.બુકો,આધારકાર્ડ,મતદાન કાર્ડ બનાવી આપતો હોવાનું પણ બહાર આવ્યું
સુરત પોલીસ દ્વારા આપવામાં આપતા વાહન ચાલકોને આરટીઓ મેમોની દંડ ભર્યાની બોગસ રસીદ બનાવવાનું કૌભાંડ સુરતમાં સામે આવ્યું છે. આ ઘટનામાં ડીંડોલી પોલીસે ૩ આરોપીને ડીટેન કર્યા છે. સાથે પોલીસે બોગસ સહી સિકકાવાળી રસીદો,બનાવટી આર.સી.બુકો,આધારકાર્ડ,મતદાન કાર્ડ બનાવી આપતો હોવાનું પણ બહાર આવ્યું છે. સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે જયારે પોલીસ દ્વારા જયારે પણ કોઈ પણ કારણોસર વાહન ડીટેન કરવામાં આવે છે. ત્યારે પોલીસ દ્વારા આરટીઓનો મેમો આપવામાં આવે છે. અને દંડ ફરીને વાહનો છોડાવવામાં આવ્યા છે. આ અંગે ચાલતું એક કૌભાંડ ડીંડોલી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે.
વિશ્વનાથ શાહુ નામના ઇસમ દ્વારા આ કૌભાંડ ચલાવવામાં આવતું હતું
જેમાં મેમોની ભર્યાની જે રસીદો આપવામાં આવે છે. તે રસીદો ખોટી અને બોગસ બનાવવાનું બહાર આવ્યું છે. આ કૌભાંડમાં પોલીસ અને આરટીઓ સાથે ચીટીંગ થઇ રહ્યું છે. આના સિવાય પણ આધાર કાર્ડ, પાનકાર્ડ, મતદાન કાર્ડ બોગસ રીતે બનાવવામાં આવતું હતું. ડીંડોલી વિસ્તારમાં રહેતા આંગણ રેસીડેન્સીમાં રહેતો વિશ્વનાથ શાહુ નામના ઇસમ દ્વારા આ કૌભાંડ ચલાવવામાં આવતું હતું. પોલીસે ડમી ગ્રાહક મોકલી બોગસ દસ્તાવેજ કેવી રીતે બને છે તે સમજી કરીને આ કૌભાંડ બહાર લાવવામાં આવ્યું હતું. હાલ ડીંડોલી પોલીસ દ્વારા તે આ કૌભાંડ ક્યારથી ચલાવતો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે.
સરકારી ચોપડે ચૂનો ચોપડવાનું કામ કરતા હતા.
બોગસ આરસી બુક બનાવવા માટે તે ૨ હજાર રૂપિયા, આધાર કાર્ડ બનાવવામાં માટે એક હજારથી વધુ રૂપિયા વસુલવામાં આવતા હતા. આ કૌભાંડમાં આરટીઓ એજન્ટની કે અધિકારીની સંડોવણી છે કે કેમ તેની તપાસ શરુ કરવામાં આવી છે.સાથે આ બાબતે તપાસમાં વધુ ખુલાસા થાય તેવી પણ શકયતા છે જ્યારે આ બાબતે ડીસીપી ઝોન 1 સજ્જનસિંહ પરમાર દ્વારા પણ આ કેશમાં સુપરવિઝન કરવામાં આવી રહ્યું છે અને તે આધારે ડીંડોલી પીઆઇ દ્વારા તપાસ કરવામાં આવે છે આ લોકો છેલ્લા 8 મહિનાથી આ કૌભાંડ આચરતા હતા સાથે માત્ર RTO નહિ પણ અલગ અલગ વાહનો પર બોગસ ડોક્યુમેન્ટના આધારે લૉન મેળવી વહાનો ખરીદી કરી લૉન ન ભરી વહાન બહાર ન રાજ્યોમાં વેચતા હતા એટલે કે મોટા પ્રમાણ રૂપિયા કમાવવા માટે અને સરકારી ચોપડે ચૂનો ચોપડવાનું કામ કરતા હતા.
આ પણ વાંચો : Kheda: ચરોતરનું મીની સોમનાથ એટલે નડિયાદનું મોટા કુંભનાથ મહાદેવ, જાણો ભક્તોને કેમ છે આ મંદિરમાં આટલી આસ્થા