Surat: લીંબાયતમાં જવેલર્સની દુકાનમાં મરચાની ભૂકી નાખી લૂંટનો પ્રયાસ, સમગ્ર ઘટના CCTVમાં કેદ

|

Dec 04, 2022 | 4:22 PM

Gujarat assembly election 2022: દુકાન માલિક અને તેના પુત્રના મોઢા પર મરચાની ભૂકી નાખી લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે દુકાનદારે પ્રતિકાર કરતા લૂંટ થઇ શકી ન હતી. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઇ છે.

Surat: લીંબાયતમાં જવેલર્સની દુકાનમાં મરચાની ભૂકી નાખી લૂંટનો પ્રયાસ, સમગ્ર ઘટના CCTVમાં કેદ

Follow us on

સુરત દિવસે દિવસે ક્રાઇમ સિટી બનતુ જઇ રહ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે. સુરતના લીંબાયત વિસ્તારમાં જવેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.  દુકાન માલિક અને તેના પુત્રના મોઢા પર મરચાની ભૂકી નાખી લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે દુકાનદારે પ્રતિકાર કરતા લૂંટ થઇ શકી ન હતી. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઇ છે. તો બીજી તરફ આ મામલે લીંબાયત પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના ડીંડોલી ખરવાસા રોડ પાસે રહેતા ઓમપ્રકાશ શ્યામકુમાર જયસ્વાલ લીંબાયત મંગલ પાંડે હોલ રોડ પાસે જવેલર્સની દુકાન ધરાવે છે. 25 નવેમ્બર 2022ના રોજ બપોરના સમયે ઓમપ્રકાશ તથા તેમના પુત્ર દુકાનમાં હાજર હતા. તે દરમ્યાન એક વ્યક્તિ પોણા એક વાગ્યાના સુમારે દુકાનમાં પ્રવેશ્યો હતો અને હાથમાં રહેલા કાગળમાંથી મરચાની ભૂકી કાઢી દુકાનદાર પર નાખી હતી. બાદમાં તે વ્યક્તિ દોડીને શટર બંધ કરવા જતો હતો. જો કે તે જ સમયે દુકાનદાર અને તેમના પુત્રએ તેમની પાછળ દોડ મુકીને લૂંટ કરવા આવેલો ઇસમ દુકાનની બહાર નીકળી મોપેડ પર બેસી ધૂમ સ્ટાઈલમાં ફરાર થઇ ગયો હતો.

લૂંટની ઘટના CCTVમાં થઇ કેદ

આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં ગ્રાહકના વેષમાં યુવક દુકાનમાં પ્રવેશ કરી રહ્યો છે ત્યારબાદ જ્વેલર્સ માલિક અને તેના પુત્રને વાતમાં રાખીને તેમના મોઢા પર મરચાની ભૂકી જેવો પદાર્થ છાંટીને લૂંટ કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો હતો. દરમિયાન જ્વેલર્સ ના માલિક દ્વારા મરચાની ભૂકી જેવો પદાર્થ નાખ્યો હોવા છતાં લૂંટ કરવા આવેલ ઈસમ સામે પ્રતિકાર કર્યો હતો, જેને લઇ લૂંટ થઈ શકી ન હતી અને લૂંટ કરવા આવેલ યુવકો બાઇક પર નાસી છૂટ્યા હતા.દુકાનદારે તેના મિત્ર વર્તુળમાં આ સીસીટીવી ફૂટેજ મોકલ્યા હતા. જેને આજે સીસીટીવી વાયરલ હતા સામે આવ્યા છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

જ્વેલર્સના માલિકે અને તેના પુત્ર દ્વારા સીસીટીવી ફૂટેજને તેમના મિત્ર સર્કલ સ્થાનિક વિસ્તારના સર્કલમાં અને સમાજના સર્કલમાં બતાવવામાં આવતા લૂંટ કરવા આવનાર યુવકને ઓળખે હોવાનું માનવામાં આવી રહ્યું છે.લૂંટ કરવા આવેલા ઇસમ સ્થાનિક રહીશ રોશન તેવર હોવાનું મનાઈ રહ્યું છે. જેથી આ મામલે તેઓએ લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં આ સમગ્ર મામલે લીંબાયત પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવાના ચક્રો ગતીમાન કર્યા છે.

Next Article