AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : ડામર રોડના નિર્માણ સ્થળે બેકાબુ ટ્રક ઘુસી જતા 3નાં મોત, ઘટના બાદ નેશનલ હાઇવે ઉપર ચક્કાજામ થયા

Surat : કામરેજ(Kamrej)ના ઊંભેળ ગામ નજીક રોડ બનાવવાના મશીન અને ટ્રક વચ્ચે આજરોજ સવારે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં રોડ બનાવવાના મશીન ચાલકનું મોત નિપજ્યું હતુંજ્યારે ટ્રક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.અકસ્માતને પગલે હાઇવે પર લાંબો ટ્રાફિક જામ થયો હતો.

Surat : ડામર રોડના નિર્માણ સ્થળે બેકાબુ ટ્રક ઘુસી જતા 3નાં મોત, ઘટના બાદ નેશનલ હાઇવે ઉપર ચક્કાજામ થયા
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2023 | 12:26 PM
Share

Surat : કામરેજ(Kamrej)ના ઊંભેળ ગામ નજીક રોડ બનાવવાના મશીન અને ટ્રક વચ્ચે આજરોજ સવારે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં રોડ બનાવવાના મશીન ચાલકનું મોત નિપજ્યું હતુંજ્યારે ટ્રક ચાલકને ગંભીર ઈજાઓ થતા તેઓને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

અકસ્માતને પગલે હાઇવે પર લાંબો ટ્રાફિક જામ(Traffic Jam) થયો હતો. ઘટના બાદ ટૂંકી સારવાર દરમિયાન ટ્રક ચાલક સહીત વધુ બે વ્યક્તિઓ મૃત્ય પામતા ઘટનાનો મૃતકઆંક 3 પર પહોંચ્યો હતો.

આ પણ વાંચો : Gujratમાં પવિત્ર સંબંધ લજવાયા, બળાત્કારની ત્રણ ઘટનાઓમાં પતિ , પિતા-પુત્ર અને સગા બનેવીની સંડોવણી સામે આવી

સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે પર ઊંભેળ ગામ નજીક આજરોજ સવારે હાઇવે રોડ બનાવવાનું  કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન રોડ બનાવવાના મશીન સાથે બેકાબુ ટ્રક અથડાઇ હતી.અકસ્માતની ઘટનામાં રોડ બનાવવાનું મશીન ફંગોળાઈ ગયું હતું.

ઘટનામાં મશીન ચાલકને ગંભીર ઈજાઓ થતા તેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું.અકસ્માતને પગલે સ્થળ પર દોડી આવેલ સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ટીમે ટ્રકમાં તપાસ કરતા ટ્રક ચાલક પણ ટ્રકના કેબિનમાં ફસાઈ ગયો હતો.

આ પણ વાંચો : Narmada Video : હવે ચાલુવર્ષે નર્મદા નદીમાં પૂર આવવાની શક્યતા નહીંવત, Narmada Damની સપાટી અને પાણીની આવકમાં નોંધપાત્ર ઘટાડો

ફાયર જવાનોએ આ ટ્રક ચાલકને બહાર કાઢ્યો હતો.ટ્રક ચાલકને ગંભીર ઈજાઓ થતા તેઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.બનેલી અકસ્માતની ઘટનાને પગલે નેશનલ હાઇવે પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો.

અકસ્માતમાં મૃતકોના નામ

  • રણજીત બારીયા – રોડ બનાવવાના મશીનનો ચાલક
  • સુનીલ – રોડ બનાવનાર કામદાર
  • શ્યામલાલ – ટ્રક ચાલક

Input Credit : – Mehul Bhokalva, Olpad

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">