Narmada Video : હવે ચાલુવર્ષે નર્મદા નદીમાં પૂર આવવાની શક્યતા નહીંવત, Narmada Damની સપાટી અને પાણીની આવકમાં નોંધપાત્ર ઘટાડો
Narmada : ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પર આકાર પામેલા સરદાર સરોવર નર્મદા ડેમ(Narmada Dam) અંગે એક નહીં પણ બે -બે રાહતના સમાચાર આવ્યા છે. પહેલા અહેવાલએ છે કે નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટર કરતા માત્ર 44સેન્ટિમીટર ભરાવાનો બાકી છે તો ડાઉન સ્ટ્રિમમાં પાણીની જાવક ખુબ ઓછી છે.
Narmada : ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પર આકાર પામેલા સરદાર સરોવર નર્મદા ડેમ(Narmada Dam) અંગે એક નહીં પણ બે -બે રાહતના સમાચાર આવ્યા છે. પહેલા અહેવાલએ છે કે નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટર કરતા માત્ર 44સેન્ટિમીટર ભરાવાનો બાકી છે તો ડાઉન સ્ટ્રિમમાં પાણીની જાવક ખુબ ઓછી છે. વિનાશક પૂર બાદ આ સમાચાર ભરૂચ – નર્મદા અને વડોદરાના કાંઠાના લોકોને રાહત આપે છે.
ડેમની સપાટીમાં સામાન્ય ઘટાડો
સરદાર સરોવર નર્મદા ડેમના સૂત્રો તરફથી મળેલી સત્તવાર માહિતી અનુસાર ડેમની સપાટીમાં સામાન્ય ઘટાડો થયો છે. ઉપરવાસમાં વરસાદ નહીંવત અથવા બંધ થવાથી સરદાર સરોવરમાં પાણીની આવકમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. હાલ નર્મદા ડેમ ની સપાટી 138.24 મીટર આસપાસ છે. ઉપરવાસમાંથી પાણી ની આવકમાં પણ ઘટાડો થતા પૂર ની ફેલાતી અફવાહ ઉપર પણ પૂર્ણવિરામ મુકાયું છે.
ડેમનો માત્ર એક દરવાજો ખુલ્લો છે
ઉપરવાસમાંથી સરદાર સરોવરમાં હાલ પાણીની આવક 61,938 ક્યુસેક છે. નર્મદા ડેમનો માત્ર 1 ગેટ ખોલી 2500 ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે.ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમ ની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલમાં RBPH CHPH પાવર હાઉસ ચાલુ છે. ડાઉન સ્ટ્રિમમાં પાણીની કુલ જાવક 61,462 ક્યુસેક છે.
Input Credit : Vishal Pathak, Narmada