AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SURAT: ગુનેગારોને મોકળું મેદાનઃ પ્રેમિકાના ઈશારે બનેવી પર કુહાડી લઈને હુમલો કર્યો, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

સુરતમાં મારમારી અને હત્યાના બનાવ વારંવાર સામે આવતા હોય છે. આવો જ એક બનાવ સુરતના રાંદેર વિસ્તારના સામે આવ્યો છે. જેમાં પ્રેમીએ પ્રેમિકાના ઈશારા પર બનેવી પર કુહાડી લઈને હુમલો કર્યો છે. જેના સીસીટીવી દૃશ્યો સામે આવ્યા છે.

SURAT: ગુનેગારોને મોકળું મેદાનઃ પ્રેમિકાના ઈશારે બનેવી પર કુહાડી લઈને હુમલો કર્યો, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
The youth attack CCTV
Parul Mahadik
| Edited By: | Updated on: Jan 15, 2022 | 5:51 PM
Share

સુરતના રાંદેર (Rander) વિસ્તારમાં પ્રેમિકાના ઈશારે એક પ્રેમીએ બનેવી પર કુહાડી (Ax) લઈને હુમલો કર્યો હતો. જેમાં સલીમ સાદીક નામના વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઇજા થઇ છે. આ હુમલો પારિવારિક ઝઘડામાં થયો હોવાનું સલીમ સાદીકે જણાવ્યું છે.

રાંદેર વિસ્તારમાં તૈયબા એપાર્ટમેન્ટમાં રહેતા સલીમ સાદીક નોકરી કરીને બે સંતાનો સાથે પરિવારનું ગુજરાન ચલાવે છે. તારીખ 14 ના રોજ તેઓ પોતાના ઘર નજીક કામકાજ માટે ઉભા હતા. તે સમયે પાછળથી આવેલા અજાણ્યા ઈસમે તેના માથા પર કુહાડીથી હુમલો (Attack) કર્યો હતો. અને તે પછી ઉપરાછાપરી શરીરના ભાગે કુહાડીના ઘા કર્યા હતા. આ ઘટના CCTV માં કેદ થઈ ગઈ હતી.

તપાસ કરતા હુમલો કરનાર શખ્સ તેમની સાળી નો પ્રેમી હોવાનું જાણવા મળ્યું હતું. જેનું નામ સજ્જાદ છે. હુમલા બાદ સાદીકે સ્વ બચાવ માટે વળતો જવાબ આપ્યો હતો, જેથી હુમલાખોર ભાગી ગયો હતો. ઇજાગ્રસ્ત સલીમને માથામાં અને શરીર પર અનેક જગ્યાએ ઈજા થઈ છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આ પહેલા પણ તેની સાળી ના ઈશારે વારંવાર હુમલા થયા છે. આ તેની હત્યાનું કાવતરું પણ હોઈ શકે છે. રાંદેર પોલીસે સલીમ સાદિકને ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ Surat: ત્રીજી લહેરમાં કોર્પોરેશને ચેકપોસ્ટ પરથી ટેસ્ટિંગ હટાવ્યું, દરરોજના 7થી 8 હજાર કેસ આવવાની સંભાવના કરી વ્યક્ત

આ પણ વાંચોઃ Surat: સિવિલના તબીબો અને કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત, હોસ્પિટલ દ્વારા ત્રીજી લહેર સામે લડવા વધારાના સ્ટાફની માંગણી કરાઈ

g clip-path="url(#clip0_868_265)">