SURAT : ફરી ખાડીમાં પૂર જેવી સ્થિતિ, તંત્રના દાવા માત્ર કાગળ પર

સુરતની મીઠી ખાડી અને સમાડા ખાડી ઓવરફલો થતા પુણા, પર્વતગામ, સીમાડા, સણીયા જેવા વિસ્તારમાં ખાડીના પાણી ઘૂસી ગયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2021 | 7:25 PM

SURAT : ત્રણ દિવસ પહેલા પડેલા વરસાદના કારણે સુરતમાં ફરી ખાડી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સુરતની મીઠી ખાડી અને સમાડા ખાડી ઓવરફલો થતા પુણા, પર્વતગામ, સીમાડા, સણીયા જેવા વિસ્તારમાં ખાડીના પાણી ઘૂસી ગયા હતા. ચોમાસા પહેલા તંત્રએ અનેક દાવો કર્યા હતા કે, આ વખતે ખાડીમાં પૂર નહીં આવે પરંતુ તંત્રના દાવાઓ માત્ર કાગળ પર જ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આગામી સમયમાં ખાડીમાં પૂર જેવી સ્થિતિ ન સર્જાય તે માટે તંત્ર કેવી તૈયારીઓ કરી રહ્યું છે. તે જાણવા ટીવી નાઈનની ટીમે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર સાથે વાત કરી.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">