AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : હીરાઉધોગની ચમક પછી ફરતા હવે દિવાળી વેકેશન 21ને બદલે 11 દિવસનું કરવા પર વિચાર

વેકેશન દરમિયાન રત્નકલાકારો તેમના વતન સૌરાષ્ટ્ર - ઉત્તર ગુજરાતમાં પાછા ફરે છે, અને વેકેશનમાં રજા ગાળ્યા બાદ એકાદ મહિના પછી પરત આવે છે. પરંતુ આ વખતે હીરા ઉદ્યોગમાં તેજી છે અને એટલે હીરા ઉદ્યોગકારો દિવાળી વેકેશન ટૂંકાવવાનું વિચારી રહ્યા છે જેથી વેકેશન બાદ પણ કારીગરોની અછત ન સર્જાય.

Surat : હીરાઉધોગની ચમક પછી ફરતા હવે દિવાળી વેકેશન 21ને બદલે 11 દિવસનું કરવા પર વિચાર
Surat: After the glitter of diamond industry, now consider making Diwali vacation 11 days instead of 21 days
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2021 | 3:38 PM
Share

કોરોનાની (Corona )મહામારી  પછી હવે હીરા ઉદ્યોગની(Diamond Industry ) ગાડી ફરી પાટા પાર આવી રહી છે. હાલના સમયમાં સુરતના હીરા વેપારીઓને અમેરિકા, યુરોપ અને હોંગકોંગ તરફથી મોટાપાયે ઓર્ડર મળી રહ્યા છે. હીરા ઉદ્યોગકારો દ્વારા મળેલા ઓર્ડરની સમયસર પુરા કરવા માટે ડાયમંડ ઉધોગકારો આ વર્ષે દિવાળી વેકેશન ઘટાડવાનું વિચારી રહ્યો છે. સામાન્ય રીતે હીરા ઉદ્યોગમાં 21 દિવસનું દિવાળી વેકેશન હોય છે, પરંતુ આ વખતે વધેલી ડિમાન્ડને જોતા  હીરા ઉદ્યોગકારો ફક્ત 11 દિવસ માટે જ દિવાળી વેકેશન લેવાનું વિચારી રહ્યા છે.

કોરોના અને લોકડાઉન પછી હીરાનો ધંધો સાવ ઠપ્પ રહ્યા બાદ હવે લાંબા સમય પછી હીરા વેપારીઓને અમેરિકા, યુરોપ, હોંગકોંગ સહિત અન્ય સ્થળોએ કટ-પોલિશ્ડ હીરા અને જ્વેલરીના ઓર્ડર મળી રહ્યા છે.  જેના લીધે છેલ્લા 3 મહિનામાં કટ અને પોલિશ્ડ હીરાની નિકાસ પણ વધવા પામી છે. ક્રિસમસ અને દિવાળી જેવો તહેવાર નજીક હોય હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા સાહસિકોને હજુ ઓર્ડર મળી રહ્યા છે. આગામી દિવસોમાં દિવાળી વેકેશન પણ આવી રહ્યું છે. હીરા ઉદ્યોગ માટે દિવાળી વેકેશન સામાન્ય રીતે 21 દિવસનું હોય છે. વેકેશન દરમિયાન રત્નકલાકારો ઉત્તર ગુજરાતમાં પાછા ફરે છે, અને વેકેશનમાં રજા ગાળ્યા બાદ એકાદ મહિના પછી પરત આવે છે. પરંતુ આ વખતે હીરા ઉદ્યોગમાં તેજી છે અને એટલે હીરા ઉદ્યોગકારો દિવાળી વેકેશન ટૂંકાવવાનું વિચારી રહ્યા છે જેથી વેકેશન બાદ પણ મજૂરોની અછત ન સર્જાય.

રફ હીરાની કિંમત છેલ્લા 6 મહિનામાં 30% વધી છે હાલ હીરા ઉદ્યોગમાં તેજીનું વાતાવરણ છે. બીજી બાજુ, રફ હીરાની સતત વધતી કિંમતોએ હીરા ઉદ્યોગકારોની પણ ચિંતા વધારી છે. છેલ્લા 6 મહિનામાં રફ હીરાની કિંમત 30% જેટલી વધી છે. પરંતુ તેની સામે પોલિશ્ડ હીરાની કિંમતમાં એટલો વધારો થયો નથી.

કોરોનામાં મંદી બાદ હવે  હીરાઉદ્યોગકારોને મોટા પાયે ઓર્ડર મળી રહ્યા છે, પરંતુ તેને સમયસર પુરા કરી શકાશે કે કેમ તે અંગે તેઓ ચિંતિત  છે. હીરા અગ્રણી નિલેશ બોડકીએ જણાવ્યા પ્રમાણે પરિસ્થિતિને સમજીને, અમે આ વખતે દિવાળીની રજાઓ 11 દિવસ રાખવાની યોજના બનાવી રહ્યા છીએ. મુંબઈમાં પણ હીરા ઉદ્યોગમાં દિવાળી વેકેશન 11 દિવસનું રાખવામાં આવ્યું છે.

અન્ય એક વેપારીનું કહેવું છે કે પહેલા કોરોનાના કારણે હીરા ઉદ્યોગકારો  પરેશાન હતા, પણ હવે મોડે મોડે ધંધો મળી રહ્યો છે.જેથી અમે વેકેશનના દિવસો ઘટાડી રહ્યા છે. વિદેશમાં પણ કોરોનાના કેસ ઓછા થયા છે અને ત્રીજી લહેરના ઓછા ભયને કારણે ત્યાંના રિટેલ માર્કેટમાં કટ-પોલિશ્ડ ડાયમંડ હીરાના દાગીનાની સારી માંગ છે.

આ પણ વાંચોઃ Surat : હવે ગુનેગારોની ખેર નથી, સુરત રેલવે સ્ટેશન હવે 85 જેટલા આધુનિક CCTV કેમેરાથી સજ્જ થયું

આ પણ વાંચોઃ Surat : ટેક્સ્ટાઇલ પાર્ક માટે સુરતની આશા ફરી જીવંત થઇ, ડાયમંડ બુર્સ બાદ હવે ટેક્સ્ટાઇલ ઉધોગને પણ વેગ મળવાની સંભાવના

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">