Surat : હવે ગુનેગારોની ખેર નથી, સુરત રેલવે સ્ટેશન હવે 85 જેટલા આધુનિક CCTV કેમેરાથી સજ્જ થયું

આ સિસ્ટમમાં વ્યક્તિની ઓળખ તેની આંખની રેટિના, નાક અને ચહેરાના આકારના આધારે થાય છે. એક વખત સિસ્ટમમાં ગુનેગારનો ફોટો અપલોડ કરી દેવામાં આવે ત્યારબાદ વ્યક્તિ ગેમે તેવો વેશ ધારણ કરીને આવે તો પણ તેને ઓળખી શકાય છે.

Surat : હવે ગુનેગારોની ખેર નથી, સુરત રેલવે સ્ટેશન હવે 85 જેટલા આધુનિક CCTV કેમેરાથી સજ્જ થયું
CCTV Camera - Surat Railway Station
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2021 | 2:16 PM

સુરત રેલવે સ્ટેશન (Railway Station) પર આરપીએફ પોલીસને મદદ કરવા તેની ત્રીજી આંખ સમાન વિશાળ અને અદ્યતન સીસીટીવી કેમેરાનું (CCTV Camera) એક આખું નેટવર્ક ઉભું કરવામાં આવ્યું છે. લગભગ 85 જેટલા સીસીટીવી કેમેરાથી સ્ટેશનના ખૂણે ખૂણા પર આરપીએફના જવાનો 24 કલાક બાજ નજર રાખી રહ્યા છે. તેમજ ગુનાહિત પ્રવુતિ કરતા શખ્સોને સ્ટેશન પરિસરમાં પ્રવેશતા પહેલા જ દબોચી લેવા માટે સ્ટેશનના મુખ્ય ચાર પ્રવેશ દ્વાર પર ચહેરાની ઓળખ કરી શકે તેવા કેમેરા લગાવવામાં આવ્યા છે. 

સુરત સ્ટેશન પર આ પહેલા કેમેરાની સંખ્યા ઓછી હતી. પણ હવે આધુનિક ટેક્નોલોજી અને હાઈ રિઝોલ્યુશન ધરાવતા 85 સીસીટીવી કેમેરા રેલવે સ્ટેશન પરિસરમાં ચારે દિશામાં ફિટ કરી દેવામાં આવ્યા છે. આ માટે સીસીટીવી પર નજર કરવા સ્ટેશનના બીજા માળે સર્વેલન્સ રૂમ પણ ઉભો કરવામાં આવ્યો છે. જેમાં એલ.ઈ.ડી. ટીવી મુકવામાં આવ્યા છે. જ્યાં 24 કલાક આરપીએફના જવાનો ફરજ બજાવી રહ્યા છે અને તેઓ કેમેરાથી સ્ટેશનના ખૂણે ખૂણે થઇ રહેલી ગતિવિધિઓ પર નજર રાખી શકે છે.

કેવી રીતે કામ કરશે ? પશ્ચિમ રેલવેમાં સુરત રેલવે સ્ટેશન પર પહેલી વખત ચહેરાની ઓળખ કરી શકે તેવા કેમેરા ગોઠવવામાં આવ્યા છે. જેથી હવે સુરત સ્ટેશન પર ગુનેગાર ઉતરશે તો તાત્કાલિક તેની જાણ આરપીએફને થયા બાદ તેને દબોચી લેવામાં આવશે. આ સિસ્ટમને બાયોમેટ્રિક આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્ટ એપ્લીકેશનના નામે પણ ઓળખવામાં આવે છે. આ સિસ્ટમમાં વ્યક્તિની ઓળખ તેની આંખની રેટિના, નાક અને ચહેરાના આકારના આધારે થાય છે. એક વખત સિસ્ટમમાં ગુનેગારનો ફોટો અપલોડ કરી દેવામાં આવે ત્યારબાદ વ્યક્તિ ગેમે તેવો વેશ ધારણ કરીને આવે તો પણ તેને ઓળખી શકાય છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

અત્યાર સુધી ફક્ત પ્લેટફોર્મ અને પ્રવેશ દ્વાર પર કેમેરા હતા  સુરત રેલવે સ્ટેશન પર સીસીટીવીનું નેટવર્ક ઘણું જૂનું છે. અગાઉ 42 જેટલા સીસીટીવી હતા, પરંતુ મોટાભાગના કેમેરા પ્લેટફોર્મ, રિઝર્વેશન સેન્ટર અને એન્ટ્રી ગેટ પર ખવવામાં આવ્યા હતા. જોકે પાર્સલ ઓફિસ કે પ્લેફોર્મનાં છેડા તરફ કોઈ ઘટના બને તો તે કેદ થઇ શકતી ન હતી. એટલું જ નહીં વિઝન પણ ચોખ્ખું નહીં હોવાના કારણે ગુનેગારોને ઓળખવામાં પણ ભારે મુશ્કેલી ઉભી થતી હતી.

આ પણ વાંચો : Surat: અન્ય 4 મહાનગરપાલિકાને પાછળ છોડી વેક્સિનેશનનો 100 ટકા ટાર્ગેટ મેળવવામાં સુરત કોર્પોરેશન પહેલા નંબરે

આ પણ વાંચો : Surat: ત્રણ મુખ્યમંત્રી બદલાયા છતાં મનપાની નવી કચેરીનો પ્રોજેક્ટ 6 વર્ષ બાદ પણ ફક્ત કાગળ પર

g clip-path="url(#clip0_868_265)">