Surat : 18 વર્ષ બાદ કતારગામ જીઆઈડીસીનો પ્રાથમિક સુવિધાનો પ્રશ્ન હલ થવા તરફ

અહીં પ્રાથમિક સુવિધા આપવા 29 કરોડનો ખર્ચ થાય તેમ છે, ત્યારે તેના 80 ટકા લેખે 24 કરોડનો ફાળો સરકાર આપશે, જયારે 20 ટકા ફાળો મહાનગરપાલીકાનું તંત્ર આપશે. આગામી દિવસોમાં સરકારની સૂચના મુજબ પ્રાથમિક સુવિધાઓની કામગીરી શરૂ કરવામાં આવશે. 

Surat : 18 વર્ષ બાદ કતારગામ જીઆઈડીસીનો પ્રાથમિક સુવિધાનો પ્રશ્ન હલ થવા તરફ
Katargam GIDC in Surat (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2022 | 8:41 AM

સુરતના(Surat )  કતારગામ જીઆઇડીસી(GIDC)  પાસેથી પાલિકા તંત્ર દર વર્ષે 21 કરોડ રૂપિયાના વેરાની(Tax ) વસુલાત કરે છે. પરંતુ સરકારના નિયમોના કારણે પ્રાથમિક સુવિધામાં જીઆઈડીસીનો 80 ટકા ફાળો અને પાલિકાનો 20 ટકા ફાળો તે મુજબ કરવાનો હોય છે. આ નિયમને કારણે છેલ્લા 18 વર્ષથી કતારગામ જીઆઈડીસીના પ્રાથમિક સુવિધાનો પ્રશ્ન વણઉકેલાયો હતો. સરકારના કેટલાક નિયમોને કારણે જીઆઇડીસીને સુવિધા આપી શકાતી નહોતી.

સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની પ્રાથમિક સુવિધા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે . રોડ રસ્તા પાછળ જ વર્ષે 200 કરોડનો ખર્ચ થઇ રહ્યો છે. જોકે , ઔદ્યોગિક વિસ્તારોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવા પાલિકાએ અલગ ધારાધોરણો નક્કી કર્યા છે. ઔદ્યોગિક એકમો ધરાવતી જીઆઇડીસીના પ્લોટ ધારકોએ ખર્ચના 80 ટકા અને પાલિકા દ્વારા 20 ટકા ખર્ચની રકમ ઉપાડવામાં આવે છે.

જેને પગલે કતારગામ જીઆઇડીસીમાં રોડ – રસ્તા સહિતની પ્રાથમિક સુવિધા પૂરી પાડવાની કામગીરી છેલ્લા 18 વર્ષથી ટલ્લે ચઢી ગઇ હતી. ઉદ્યોગોના હિતમાં આ પ્રશ્નો સુઃખદ ઉકેલ લાવવા સ્થાનિક કોર્પોરેટર દક્ષેશ માવાણી દ્વારા ધારાસભ્ય હર્ષ સંઘવી સાથે મળી રાજ્યના જીઆઇડીસી તંત્ર દ્વારા સંકલન કરવામાં આવ્યું હતું. વિતેલા છથી સાત માસથી કોર્પોરેટર માવાણી અને ગૃહમંત્રી સંઘવી દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો આખરે સફળ થયા છે.

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

રાજ્ય સરકારના ઉદ્યોગ કમિશનરે જીઆઇડીસીના હિતમાં પ્લોટ ધારકોએ સરખે હિસ્સે આપવાની થતી 80 ટકા રકમ જીઆઇડીસી તંત્ર દ્વારા ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડ અંતર્ગત ગ્રાંટ તરીકે ફાળવવા નિર્ણય લીધો છે. કતારગામ જીઆઇડીસીમાં પ્રાથમિક સુવિધા પૂરી પાડવા રૂપિયા 24 કરોડનો અંદાજ તૈયાર થયો છે. આ પૈકી રૂપિયા 19.50 કરોડનો ફાળો જીઆઇડીસી તંત્ર દ્વારા આપવામાં આવશે. તે સિવાયની અન્ય રકમ સ્થાનિક કોર્પોરેટર , ધારાસભ્યની ગ્રાંટમાંથી ફાળવાશે તેવું જણાય રહ્યું છે, સરકારના નિર્ણયથી છેલ્લા 18 વર્ષથી પ્રાથમિક સુવિધા માટે વલખાં મારી રહેલા જીઆઈઇડીસીના ઉદ્યોગકારોએ મોટી રાહત અનુભવી છે.

આમ, અહીં પ્રાથમિક સુવિધા આપવા 29 કરોડનો ખર્ચ થાય તેમ છે, ત્યારે તેના 80 ટકા લેખે 24 કરોડનો ફાળો સરકાર આપશે, જયારે 20 ટકા ફાળો મહાનગરપાલીકાનું તંત્ર આપશે. આગામી દિવસોમાં સરકારની સૂચના મુજબ પ્રાથમિક સુવિધાઓની કામગીરી શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો :

Surat : હવે રસ્તા પર જોવા મળી આપ-ભાજપની લડાઈ, ભાજપના ધારાસભ્ય અને આપના કોર્પોરેટરો જાહેરમાં જ લડ્યા

સુરત પોલીસ દ્વારા શાળા-કોલેજોમાં વિદ્યાર્થિનીઓ માટે સેલ્ફ ડિફેન્સ અંગે ટ્રેનિંગ કેમ્પનું આયોજન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">