Surat : ચાર વર્ષ પહેલા 8 વર્ષની માસુમ બાળકી સાથે બળાત્કાર બાદ લૂંટ કેસમાં આરોપીને 20 વર્ષની સજા
આમ, હવે બળાત્કારના એક પછી એક કેસમાં સુરત જિલ્લા ન્યાયાલય દ્વારા ન્યાયિક પ્રક્રિયા ઝડપી બનાવીને આરોપીને કડકમાં કડક સજા કરીને ઉદાહરણ બેસે તે રીતે ચુકાદા સંભળાવવામાં આવી રહ્યા છે.
અમરોલીના ઉતરાણ (Utran )રેલવે સ્ટેશન નજીક ચાર વર્ષ પહેલા 8 વર્ષની બાળકી સાથે બળાત્કાર (Rape )કરી લૂંટ(Loot ) કરવાના કેસમાં આરોપીને કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા કરવામાં આવી હતી. જ્યારે આ ઘટનામાં ભોગ બનનાર બાળાના પરિવારને 9 લાખનું વળતર ચૂકવી આપવા પણ આદેશ કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ મોરાભાગળ ઝૂંપડપટ્ટીમાં રહેતા મજૂર પરિવારના મહિલાનો પતિ કોઇ કામધંધો કરતો ન હતો અને ફક્ત દારૂ પીને પરિવારને પરેશાન કરતો હતો. પતિની ત્રાસથી કંટાળીને મહિલા ઉત્રાણમાં પોતાના સંબંધીના ઘરે રહેવા માટે ગઇ હતી. સવારના સાત વાગ્યે આ મહિલા ઊભી થઇ ત્યારે તેની આઠ વર્ષની નાની બહેન રડતી હતી .
મહિલાએ તેણીને બનાવ વિશે પુછતા બાળકીએ કહ્યું કે , કોઇ અજાણ્યો મને ઊંઘમાંથી ઊંચકીને લઇ ગયો હતો અને મને નીચે પછાડી ત્યારે હું જાગી ગઇ હતી. અજાણ્યાએ મારી સાથે દુષ્કર્મ કરીને મારા પગમાંથી સાંકળ કાઢી લૂંટ ચલાવી ભાગી ગયો છે.અમરોલી પોલીસે આ બનાવ અંગે ફરિયાદ નોંધી હતી.
અને પોલીસે તપાસ કરીને મુળ ઉત્તરપ્રદેશના વતની તેમજ અમરોલી છાપરાભાઠા રોડ ઉપર રામનગર સોસાયટીમાં રહેતો બુદ્ધિલાલ રાજારામ વિશ્વકર્માને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી જેલમાં ઘકેલી દીધો હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતાં મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ દલીલો કરીને આરીને વધુમાં વધુ સજા કરવા માટે રજૂઆત કરી હતી .
કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ આરોપી બુદ્ધિલાલને તકસીરવાર ઠેરવીને 20 વર્ષની સખત કેદની સજા કરતો હુકમ કર્યો હતો. જયારે ભોગ બનનાર બાળકીના પરિવારને રૂપિયા 9 લાખનું વળતર ચૂકવવાનો આદેશ પણ કરવામાં આવ્યો હતો.
આમ, હવે બળાત્કારના એક પછી એક કેસમાં સુરત જિલ્લા ન્યાયાલય દ્વારા ન્યાયિક પ્રક્રિયા ઝડપી બનાવીને આરોપીને કડકમાં કડક સજા કરીને ઉદાહરણ બેસે તે રીતે ચુકાદા સંભળાવવામાં આવી રહ્યા છે. આ પહેલા પણ માસુમ બાળકીઓ સાથે બળાત્કાર કરવાના ગુનામાં સુરત જિલ્લા કોર્ટ દ્વારા બે આરોપીઓને ફાંસીની સજા અને બે આરોપીઓને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
આ પણ વાંચો : Surat : સુરતમાં ગુનેગારો બન્યા હાઈટેક, 24 કલાકમાં સાઇબર ક્રાઇમની 6 ફરિયાદો આવી સામે
આ પણ વાંચો : 1 જાન્યુઆરીએ સુરતથી આંતર રાજ્ય હવાઈ સેવાઓનો શુભારંભ થશે, અમદાવાદ-ભાવનગર-રાજકોટ-અમરેલીની હવાઈ સેવા ખુલ્લી મુકાશે