AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : સુરતમાં ગુનેગારો બન્યા હાઈટેક, 24 કલાકમાં સાઇબર ક્રાઇમની 6 ફરિયાદો આવી સામે

24 કલાકમાં નોંધાયેલી ફરિયાદોમાં ઠગબાજોએ નાગરિકોના લાખો રૂપિયા ખાતામાં ટ્રાન્સફર કરી દીધા છે. હાલ તો પોલીસે આ તમામ ભોગ બનનારાઓની ફરિયાદ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Surat : સુરતમાં ગુનેગારો બન્યા હાઈટેક, 24 કલાકમાં સાઇબર ક્રાઇમની 6 ફરિયાદો આવી સામે
6 complaints of cyber crime in Surat
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 31, 2021 | 5:40 PM
Share

સમયની સાથે સાથે ગુનેગારો (Criminals) પણ અપડેટ થઈ રહ્યા છે. સુરત (Surat) શહેરમાં અત્યાર સુધીમાં ખૂબ મોટા પ્રમાણમાં સાઇબર ક્રાઇમની (Cyber Crime) ફરિયાદો નોંધાઈ ચુકી છે. જેમાં ઘણા બધા કેસમાં પોલીસે આરોપીઓને ઝડપી પણ લીધા છે અને હજુ ઘણા કેસોમાં આરોપીઓની કોઈ ભાળ મળી નથી. અત્યાધુનિક ટેકનોલોજીનો ગેરલાભ ઉઠાવી લોકોને અલગ અલગ પ્રકારની લાલચો આપી ઠગબાજો ઠગી રહ્યા છે.

આજે પણ સુરત શહેરમાં 24 કલાકમાં 6 સાયબર ક્રાઇમની પોલીસ ફરિયાદો નોંધાય છે. જેના કારણે પોલીસ તંત્ર પણ ચિંતિત બન્યું છે. 24 કલાકમાં નોંધાયેલી ફરિયાદોમાં ઠગબાજોએ નાગરિકોના લાખો રૂપિયા ખાતામાં ટ્રાન્સફર કરી દીધા છે. હાલ તો પોલીસે આ તમામ ભોગ બનનારાઓની ફરિયાદ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કેવાયસી અપડેટના બહાને વરાછામાં ભાઈ બહેન સાથે 29 હજારની છેતરપિંડી મીની બજારમાં રહેતી ખુશ્બુ સાનેપરાએ આપેલ ફરિયાદ મુજબ 12 ઓક્ટોબરના રોજ તેના પિતાના મોબાઈલ ફોનમાં કેવાયસી અપ઼ડેટ ન કરવાને કારણે એકાઉન્ટ બ્લોક કરવામાં આવે છે હોવાનો મેસેજ મળ્યો હતો. મેસેજ જોઈને ખુશ્બુને તેના ભાઈનું એસબીઆઈ બેન્કનું એકાઉન્ટ બ્લોક થયુ હોવાથી મેસેજમાં આપેલા કસ્ટમર કેરમાં ફોન કરી પુછપરછ કરી હતી. સામેવાળાએ કેવાયસી અપડેટ નહી કરવાને કારણે બંધ કરવામાં આવ્યું હોવાનું કહી ચાલુ કરવા માટે હુ જણાવુ તેવી રીતે ઓનલાઈન પ્રોસેસ કરવાનું કહ્યું હતું.

બાદમાં વોટ્સઅપ ઉપર એસબીઆઈ કેવાયસી ફોર્મ નામની એપ્લીકેશન લીંક મોકલી ડાઉનલોડ કરાવી હતી. જેમાં તેના ભાઈ ઝીલના એકાઉન્ટ નંબર, ડેબીટ કાર્ડ સહિતની માહિતી ભરી હતી. પરંતુ પ્રોસેસ નહી થતા ખુશ્બુએ તેના ભાઈનો યોનો એપ્લીકેશનના પાસવ઼ર્ડ બદલવાની વાત કરતા તેના કહેવા મુજબ ખુશ્બુએ ઓનલાઈન એસબીઆઈ વેબસાઈટમાં બેન્કની તમામ વિગતો ભરી હતી. ત્યારબાદ ખુશ્બુએ પિતાના મોબાઈલ ઉપર ઓટીપી નંબર તેને અપતા ખાતાની કેવાયસી પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે.

બેન્કમાં જઈ ચેક કરાવી લેવાનું કહ્યું હતુ. ખુશ્બુ 16 મી ઓક્ટોબરના રોજ બેન્કમાં પાસબુકમાં એન્ટ્રી કરાવવા માટે ગઈ ત્યારે તેના ખાતામાંથી ગત તા 12 મી ઓક્ટોબરના રોજ 20,500 અને ભાઈ ઝીલના ખાતામાંથી 13મી ઓક્ટોબરના રોજ 9207 મળી કુલ રૂપીયા 29,725 ઉપાડી છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું હતુ.

ખાતામાંથી ડેટા ચોરી બાદ લિંબાયતના આધેડ સાથે 48 હજારની ઠગાઈ લિંબાયતમાં રહેતા કાશીનાથ પાટીલે લીંબાયત પોલીસ મથકમાં ઠગાઇનો ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યું કે કોઈ અજાણ્યા ઠગબાજે તેમના બેન્ક ખાતાની ગત તા 23 ઓક્ટોબરના રોજ ડેટા ચોરી કર્યા હતા. ત્યારબાદ આ ડેટાના આધારે કોઈપણ માધ્યમથી માહીતી મેળવી લીધા બાદ આધેડના ખાતામાંથી રૂપિયા 48 હજાર ઉપાડી છેતરપિંડી કરી હતી. જેથી ગતરોજ આધેડે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ગોડાદરામાં ટેલરના ખાતામાંથી 38 હજાર ટ્રાન્સફર કરી લીધા શહેરના ગોડાદરામાં રહેતા દયારામ સૈનીને 5 ઓક્ટોબરના રોજ કોઈ અજાણ્યા ઈસમે ફોન કર્યો હતો. આ ફોન કરનાર ઈસમે પોતાની ઓળખ બજાજ ફાયનાન્સ કંપનીના કર્મચારી તરીકે આપી હતી. બાદમાં લોન માટેની વાતો કરી હતી. જેમાં દયારામે તૈયારી દર્શાવતા ઠગબાજ ઈસમે લોન અપાવવાના બહાને બેન્કની માહિતી મેળલી લીધી હતી. બાદમાં અલગ અલગ રીતે ઓનલાઈન ખાતામાંથી રૂપિયા 38,549 ઉપાડી છેતરપિંડી કરી હતી. જેથી દયારામે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ડિંડોલીમાં વિદ્યાર્થી સાથે 12 હજારની છેતરપિંડી ઠગબાજો વેપારીઓ, જોબ કરતા વ્યક્તિઓ, ગૃહિણીઓ સહીત વિદ્યાર્થીઓને પણ છોડતા નથી. ડિંડોલી શિવાલીક સ્કવેરમાં રહેતા અને અભ્યાસ કરતા આદર્શ સીંગના ખાતામાંથી ગત તા 15મી માર્ચના રોજ અજાણ્યા ઈસમે રૂપિયા 12 હજાર ઉપાડ્યા હતા. યુ.પી.આઈ. એકાઉન્ટ ધારક સિધ્ધાર્થ ચંદન નામના વ્યકિતએ બેન્કમાં નિફ્ટી એન્ડ ઓપ્શન નામની ચેનલના માધ્યમથી ચાર્જ પેટે પૈસા મેળવી ધંધાકીય માહિતી પુરી ન આપી છેતરપિંડી કરી હતી. જેથી વિદ્યાર્થીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પુણામાં મહિલાએ 25 લાખની લોટરીના ચક્કરમાં 77 હજાર ગુમાવ્યા શહેરના પુણા વિસ્તારમાં કેનાલ રોડ રંગ અવધુત સોસાયટીમાં રહેતા હીરાબેન સુરેશભાઈ ચાવડાને 5 નવેમ્બરના રોજ રૂપેશ પાંડે અને વિવેક નામના યુવકે ફોન કરી કર્યો હતો. આ બંને ફોન કરનાર ઈસમે તેમને રૂપિયા 25 લાખની લોટરી લાગી હોવાની હોવાનુ વાતમાં ભોળવ્યા હતા.

બાદમાં લોટરીના પૈસા મેળવવા માટે અલગ અલગ ચાર્જના બહાને 5 ઓક્ટોબરથી 8 ઓક્ટબરના સમયગાળામાં વિવેક નામના બેન્ક એકાઉન્ટમાં કુલ રૂપીયા 77,200 મની ટ્રાન્સફર કરાવ્યા હતા. પૈસા ચુકવી આપ્યા બાદ પણ લોટરીના પૈસા નહી મળતા હીરાબેનને ખ્યાલ આવી ગયો તે તેમની સાથે ઠગાઈ કરવામાં આવી છે. આ અંગે પરિવારના સભ્યોને વાત કર્યા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ઓનલાઇન લોન અપાવવાના બહાને 99 હજારનું ફ્રોડ ડુમસગામમાં રહેતા પુનિત પટેલને  19 ઓગસ્ટના રોજ અજાણ્યા ઈસમે ફોન કર્યો હતો. બાદમાં ફોન કરનાર ઈસમે પોતાની ઓળખ બજાજ ફાયનાન્સ સર્વિસમાંથી અભિષેક મોડલ તરીકે આપી હતી. બાદમાં આ ઈસમે બજાજ ફાઇનાન્સ સર્વિસ મારફતે ઓનલાઇન લોન આપવાના બહાને પુનિતભાઈના પર્સનલ ડોક્યુમેન્ટ આધારકાર્ડ, પાનકાર્ડ, બેંકની વિગત તથા પાસપોર્ટ સાઇઝનો ફોટો મેળવી લીધો હતો.

બાદમાં તેમના આઇ.ડી.પ્રુફ તથા અન્ય ડોક્યુમેંટ મોકલી વિશ્વાસ અપાવી પુનિતના ખાતામાંથી અલગ અલગ બે રકમ ટ્રાન્સફર કરી હતી. જેમાં ખાતામાંથી 11,650 રૂપીયા પચાવી પાડી એકાઉન્ટનું બેલેન્સ માયનસ 99 હજાર કરી નાખી ઠગાઈ કરી હતી.

આ પણ વાંચો : Surat : હવામાનમાં ફેરફારને કારણે સુરતમાં વાયરલ ફીવરના કેસ વધ્યા, દવાખાના ઉભરાયા દર્દીઓથી

આ પણ વાંચો : Travel Diary : જાણો તાપી નદીના ઉદગમસ્થાન અને તેના રોચક તથ્યો વિશે

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">