સુરતમાં એસીબીએ બે પોલીસ કોન્સ્ટેબલ સહિત ત્રણ વ્યકિત વિરુદ્ધ લાંચની ફરિયાદ નોંધી

સુરત એસીબીએ તપાસ કરીને હાલમાં ઈકો સેલના સુખારામ મહિધરપુરાના રાજેશ અને પ્રાઈવેટ વ્યક્તિ વિનોદની સામે 3 લાખની લાંચ માંગવાનો ગુનો નોંધ્યો હતો

સુરતમાં એસીબીએ બે પોલીસ કોન્સ્ટેબલ સહિત ત્રણ વ્યકિત વિરુદ્ધ લાંચની ફરિયાદ નોંધી
Surat ACB File Case Against Three Person (Representative Image)
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Jan 01, 2022 | 11:44 AM

સુરત(Surat)એન્ટી કરપ્શન બ્યુરો(Anti corruption bureau)દ્વારા વર્ષ ના છેલ્લા દિવસે પણ ફરિયાદ નોંધી જેમાં બે પોલીસ કોસ્ટબલો અને એક ખાનગી વ્યક્તિ સામે લાંચની ફરીયાદ નોંધવામાં આવી છે. આ કેસમાં ચાર વર્ષ બાદ ફરિયાદ નોંધાતા અનેક તર્કવિતર્ક ચાલી રહ્યા છે.

બે પોલીસ કોન્સ્ટેબલે રૂપિયા 3 લાખની લાંચની માંગણી કરી

સુરત એસીબીના જણાવ્યા પ્રમાણે પોલીસે ગોડાદરા રોડ ઉપર ઉમિયાનગરની પાછળ જે.પી. નગરમાં તા-18-05-2017 ના રોજ એકને પ્રોહીબિશન કેસમાં પકડી પાડયો હતો. આ કેસમાં બુટલેગરની સામે પોલીસે દારૂનો કેસ નોંધ્યો હતો.બીજી તરફ બુટલેગરનું વાહન નહીં બતાવવા તેમજ બુટલેગરના રીમાન્ડ નહીં લેવા માટે થઈને પોલીસે રૂ. 3 લાખની લાંચની માંગણી કરી હતી.

મહિલાએ એસીબીમાં ફરિયાદ કરી

આ બુટલેગરની પત્ની આ રૂપિયા આપવા માંગતી ન હતી. તેમ છતાં પણ હાલમાં ઈકો સેલના કોન્સ્ટેબલ સુખા મથુર જાંબુચા, મહિધરપુરા પોલીસના કોન્સ્ટેબલ રાજેશ શિવરામ લાંબાએ રૂ. 3 લાખ માટે પ્રેશર કર્યું હતુ. આ ઘટના અંગે મહિલાએ એસીબીમાં ફરિયાદ કરી હતી

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

પોલીસે જે- તે સમયે ટ્રેપ પણ ગોઠવી હતી. અને મહિલા રૂ. 3 લાખ લઈને કોન્સ્ટેબલને મળવા માટે ગઈ હતી. પરંતુ બંનેને એસીબીની ગંધ આવી જતાં બંને ભાગી ગયા હતા.

પોલીસે વિનોદ આહીરની ધરપકડ પણ કરી

તેમજ આ રૂપિયા સ્વીકાર્યા ન હતા.આ લાંચ માંગવામાં બંને કોન્સ્ટેબલના પ્રાઈવેટ વ્યક્તિના નામે વિનોદ ઉદય આહીરે પણ મોટી ભુમિકા ભજવી હતી. આ સમગ્ર વાતચીતના ઓડીયો રેકોર્ડીંગથી માંડીને અન્ય પુરાવાઓ પણ એસીબીની આપવામાં આવ્યા હતા.

આ મામલે એસીબીએ તપાસ કરીને હાલમાં ઈકો સેલના સુખારામ મહિધરપુરાના રાજેશ અને પ્રાઈવેટ વ્યક્તિ વિનોદની સામે 3 લાખની લાંચ માંગવાનો ગુનો નોંધ્યો હતો. આ ત્રણેક પૈકી પોલીસે વિનોદ આહીરની ધરપકડ પણ કરી લીધી હતી.

પુરાવાઓના આધારે કોન્સ્ટેબલે લાંચ માંગી હોવાનું પુરવાર થયું

સાથે સાથે અઠવા પોલીસ મથકના કોન્સ્ટેબલ શોભરાજસિંહ કનકસિંહ ગોહીલ પોલીસ મથકમાં પાસા- તડીપારના કાર્યવાહીના કાગળો તૈયારી કરવાની કામગીરી કરે છે. ગત તા- 7-7-2020ના રોજ પોલીસ કોન્સ્ટેબલ શોભરાજસિંહે એક આરોપીને પાસા-તડીપાર કાર્યવાહી કરવા માટે લાંચ પેટે રૂ. 15 હજાર માંગ્યા હતા.

નાનપુરામાં સ્નેહમિલન ગાર્ડન પાસે લાંચનું છટકું ગોઠવ્યું હતુ જો, કે જે- તે સમયે આ ટ્રેપ ફેઈલ ગઈ હતી.આખરે ઈન્કવાયરીમાં રેકોર્ડિંગ સહિતના પુરાવાઓના આધારે કોન્સ્ટેબલે લાંચ માંગી હોવાનું પુરવાર થયું છે.

આ પણ વાંચો :  Sabarkantha : પેપર લીક કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, કોર્ટમાં રજૂ કરાશે

આ પણ વાંચો :  Surat : ભાજપના “નદી મહોત્સવ” સામે કોંગ્રેસ ઉજવશે “ખાડી મહોત્સવ”

g clip-path="url(#clip0_868_265)">