Surat : ભાજપના “નદી મહોત્સવ” સામે કોંગ્રેસ ઉજવશે “ખાડી મહોત્સવ”

શિક્ષણ અને સરકારી વિભાગોમાં ખાનગીકરણ , નવી શિક્ષણની નીતિ , વિવિધ સરકારી નોકરીઓની ભરતીમાં થઇ રહેલા ગોટાળાઓ , જવાબદારોને લાલજાજમ બિછાવી છાવરવા , વધતી જતી બેરોજગારી અને ફેલોશિપ , સ્કોલરશીપમાં ઘટાડાના મુદ્દે દેશભરના વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Surat : ભાજપના નદી મહોત્સવ સામે કોંગ્રેસ ઉજવશે ખાડી મહોત્સવ
Congress will hold protests against BJP's failure
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2022 | 10:35 AM

શહેરમાં અંદાજીત 32 વર્ષના શાસનમાં પ્રજાના કરના પૈસે આત્મ પ્રસિદ્ધિ માટે ઉત્સવોની ઉજવણી કરનાર ભાજપ શાસકો(BJP)  શાસનમાં તદ્દન નિષ્ફ્ળ ગયા છે, એવો કોંગ્રેસ(Congress ) દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે હવે ભાજપના શાસનમાં મળેલી સદંતર નિષ્ફળતા સામે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક સપ્તાહ સુધી વિવિધ રચનાત્મક કાર્યક્રમો આપવાનો એક નિર્ણય કરવામાં આવ્યો હોવાનું શહેર કોંગ્રેસના આગેવાનોએ પત્રકારપરિષદમાં જણાવ્યું હતું.

સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ અને અન્ય આગેવાનોએ જણાવ્યું હતું કે હાલમાં બેરોજગારીનો મુદ્દો મુખ્ય છે. સ્કૂલો અને કોલેજોમાં ખાનગીકરણ થઇ રહ્યું છે . શિક્ષણ અને સરકારી વિભાગોમાં ખાનગીકરણ , નવી શિક્ષણની નીતિ , વિવિધ સરકારી નોકરીઓની ભરતીમાં થઇ રહેલા ગોટાળાઓ , જવાબદારોને લાલજાજમ બિછાવી છાવરવા , વધતી જતી બેરોજગારી અને ફેલોશિપ , સ્કોલરશીપમાં ઘટાડાના મુદ્દે કચવાટનો માહોલ ઉભો થયો છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ત્યારે એનએસયુઆઇના રાષ્ટ્રીય અધ્યક્ષના આદેશ મુજબ ‘ ‘ શિક્ષણ બચાવો દેશ બચાવો‘‘આંદોલનનો આક્રમક રીતે પ્રારંભ પણ એનએસયુઆઇ દ્વારા કરવામાં આવશે. ભાજપના શાસકો રાજ્ય અને શહેરમાં શાસનમાં તદ્દન નિષ્ફ્ળ ગયા છે, એટલું જ નહીં તેઓએ પ્રજાના પૈસે આત્મપ્રસિદ્ધિ જ કરી છે તેવો આક્ષેપ પણ કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે.

આજે 2022 ના પ્રારંભના પ્રથમ દિવસથી જ એક સપ્તાહ રોજ સાંજના બપોર બાદ કાર્યક્રમ કરવામાં આવશે પ્રથમ દિવસે એટલે કે આજે પહેલી જાન્યુઆરીના રોજ સાંજે 6 કલાકે હનુમાન મંદિર સત્ય નગર સોસાયટી ઉધના ભજન સંધ્યા અને હનુમાન ચાલીસા પાઠ તેમજ મહા પ્રસાદ ખિચડી, બીજી તારીખના રોજ પુણા સીતાનગર ચોક , બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે અંજની સોસાયટીમાં ખાડી મહોત્સવ અંતર્ગત રામ ધુન, તારીખ 3 ના રોજ ઉનગામ હળપતિવાસ ખાતે  દલિત અને હળપતિવાસમાં ફુડ પેકેટ , ધાબળા વિતરણ અને ભોજન . તારીખ ચોથીના રોજ પૂર્ણા હસ્તિનાપુર સોસાયટી ની વાડી , ખાડી પાસે તારીખ પાંચમીના રોજ સાંજે છ વાગ્યે બમરોલી રોડ વિનાયક નગર બ્રિજ પાસે પાંડેસરા જગન્નાથ મંદિર ખાતે વિનામૂલ્યે માસ્કનું વિતરણ કરવામાં આવશે .

તા છઠ્ઠીના રોજ સાંજના 4 વાગે શ્યામધામ ચોક , સીમાડા પુણા રોડ , સંગના સોસાયટી ખાતે આ શહેરને સ્વચ્છ રાખવામાં જેઓનો ખુબ જ મહત્વનો રોલ છે એવા સફાઇ કર્મચારીઓ નું સન્માન કરવામાં આવશે તેમજ અંતિમ દિવસે તા .7 મી ના રોજ સાંજે 5 કલાકે લેપ્રોક્ષી રક્તપિત્ત હોલ્જિટલ એ.કે.રોડ સુરત ખાતે દર્દીઓને ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે . વધુમાં તેમણે જણાવ્યું કે કોંગ્રેસ દ્વારા ભાજપની નિષ્ફળતાની સામે આક્રમક રીતે રચનાત્મક કાર્યક્રમ આપીને વિરોધ કરવામાં આવશે .

આ પણ વાંચો : Surat : હવામાનમાં ફેરફારને કારણે સુરતમાં વાયરલ ફીવરના કેસ વધ્યા, દવાખાના ઉભરાયા દર્દીઓથી

આ પણ વાંચો : Travel Diary : જાણો તાપી નદીના ઉદગમસ્થાન અને તેના રોચક તથ્યો વિશે

g clip-path="url(#clip0_868_265)">