Surat: લાજપોર જેલમાંથી કોર્ટમાં મુદ્દત માટે લવાયેલો કેદી પોલીસને ચક્મો આપી થયો ફરાર, આરોપી સામે નોંધાયેલો છે હત્યાનો ગુનો

|

Aug 30, 2022 | 2:10 PM

Surat: લાજપોર સેન્ટ્રલ જેલમાં હત્યાના પ્રયાસના આરોપીને કોર્ટમાં મુદ્દત માટે લાવવામાં આવ્યો હતો. તે દરમિયાન કોર્ટ કેમ્પસમાં દાખલ થતાની સાથે જ આરોપી પોલીસને ધક્કો મારી ભાગી છૂટ્યો હતો. આરોપી સામે હત્યાના પ્રયાસ સહિત લિંબાયતમાં હત્યાનો ગુનો પણ નોંધાયેલો છે.

Surat: લાજપોર જેલમાંથી કોર્ટમાં મુદ્દત માટે લવાયેલો કેદી પોલીસને ચક્મો આપી થયો ફરાર, આરોપી સામે નોંધાયેલો છે હત્યાનો ગુનો
કેદી ફરાર

Follow us on

સુરત(Surat)ની લાજપોર સેન્ટ્રલ જેલનો કેદી પોલીસને ચક્મો આપી ફરાર થવામાં સફળ રહ્યો છે. લાજપોર સેન્ટ્રલ જેલ (Lajpore Central Jail)માં હત્યાના પ્રયાસના આરોપીને હેડ ક્વાર્ટર પોલીસના જાપ્તા દ્વારા કોર્ટમાં મુદ્દત દરમિયાન હાજર કરવા માટે લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન કોર્ટ કેમ્પસમાં દાખલ થતાની સાથે જ કેદી (Prisoner) પોલીસને ધક્કો મારીને ભાગી છૂટ્યો હતો. જેને લઈને સુરત પોલીસ દોડતી થઈ હતી. ભાગી ગયેલા આરોપી સામે લિંબાયતમાં હત્યાનો ગુનો પણ નોંધાયો હોવાની વિગતો સામે આવી છે. લાજપોર જેલ અવારનવાર વિવાદમાં આવતી હોય છે, ત્યારે આ વખતે ફરી કેદી ભાગી જવાની ઘટનાને લઈને વિવાદમાં આવી છે.

ફરાર થનાર કેદી અરૂણ તારાચંદ પાટિલ સામે હત્યાનો ગુનો પણ છે નોંધાયેલો

સુરતના લિંબાયતમાં રહેતા અરૂણ તારાચંદ પાટિલ સામે મે 2022માં લાજપોર જેલમાં મારામારી કરવાના ગુનામાં હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાઈ હતી. આરોપી અરૂણ લાજપોર જેલમાં જ હોવાથી પોલીસે તેની ધરપકડ કરી હતી. તેની સામે કોર્ટમાં ચાર્જશીટ પણ રજૂ કરી દેવાઈ હતી. હાલમાં કોર્ટમાં કેસની કાર્યવાહી ચાલી રહી હતી. તે દરમિયાન સોમવારે કેદી અરૂણને પોલીસ કોર્ટ કેમ્પસમાં લઈને આવી ત્યારે તે પોલીસને ધક્કો મારીને ભાગી છૂટ્યો હતો. પોલીસ અને લોકોની હાજરી વચ્ચે અરૂણ ભાગી જતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. થોડા સમય માટે ભાગદોડ મચી ગઈ હતી. પોલીસ દ્વારા આરોપીને પકડવા માટેના તમામ પ્રયાસ કરવામાં આવ્યા હતા છતા આરોપી ભાગી જવામાં સફ રહ્યો હતો.

Burning Camphor : દરવાજા પર કપૂર સળગાવવાથી શું થાય ? જાણી લો
અર્જુન તેંડુલકરને દરેક મેચમાં 50 હજાર રૂપિયા મળશે
હોસ્પિટલ મસમોટા બિલ પકડાવે છે ? તો જાણી લો દર્દીના આ 3 અધિકાર વિશે, જુઓ Video
Video : સવારે મૂળા ખાવાથી છૂમંતર થશે શરીરની આ ગંભીર બીમારી
Airtel એ મુકેશ અંબાણીના Jio ને છોડ્યું પાછળ, આ છે કારણ
રશિયા મફતમાં આપશે કેન્સરની વેક્સિન, પણ ક્યારે આવશે?

જો કે પોલીસે આરોપીને પકડવા ઘણા પ્રયાસ કર્યા હતા, પરંતુ તે પકડાય તે પહેલા ત્યાંથી નાસી છુટ્યો હતો. ત્યારબાદ પોલીસે કેદી ભાગી જવા મામલે ઉમરા પોલીસને બનાવની જાણ કરી હતી. જે અંગે પોલીસે અરૂણની સામે વધુ એક ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અરૂણ સામે વર્ષ 2020માં લિંબાયતમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. અરૂણે હરીફ ગેંગના ગણેશ નામના યુવકની હત્યા કરી હતી. આ ઉપરાંત અરૂણ જ્યારે લાજપોર જેલમાં હતો, ત્યારે તેને વિશાલ વાઘ ગેંગના સભ્ય ઉપર પતરુ કાપીને તેનાથી હત્યાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ પણ નોંધાઈ છે. ગંભીર ગુનાનો આરોપી હોવા છતા પણ પોલીસ જાપ્તામાંથી ભાગવામાં સફળ રહે તેમાં ક્યાંકને ક્યાંક પોલીસની પણ બેદરકારી સામે આવી છે.

Published On - 9:54 pm, Mon, 29 August 22

Next Article