Surat: બિલાડીના રડવાના અવાજે 13 વર્ષની બાળકીને બચાવી, જાણો સમગ્ર મામલો
સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ઘરના ધાબા પર સુતેલી માતા બિલાડીના રડવાનો અવાજ સાંભળી જાગી ગઈ હતી અને પીવાનું પાણી લેવા ઘરમાં જનાર દીકરીને શોધવા જતા નહીં મળતા પડોશી હેવાનના હાથમાંથી ઉગારી લીધી હતી.
ગુજરાતનું(Gujarat ) સુરત(Surat ) સીટી એવું છે જ્યાં બાળકીઓ સાથે અત્યાચારની ઘટનાઓ સામાન્ય બની છે. જોકે આજે એક ઘટનામાં બાળકી (Girl Child) આ કૃત્યનો ભોગ બનતા ઉગરી ગઈ છે. આમ તો લોકો સામાન્ય રીતે બિલાડીના રડવાના અવાજને કે રોડ ક્રોસ કરવાની વાતને અપશુકનીયાળ ગણવામાં આવે છે પણ સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં એવી ઘટના બની, જેમાં બિલાડીના કારણે એક દીકરી સાથે બનાવ બનતો અટકી ગયો. જેમાં બિલાડીના રડવાના અવાજે 13 વર્ષની બાળકી સાથે થઈ રહેલા ગંભીર કૃત્યમાંથી ઉગારી લીધી હતી.
સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ઘરના ધાબા પર સુતેલી માતા બિલાડીના રડવાનો અવાજ સાંભળી જાગી ગઈ હતી અને પીવાનું પાણી લેવા ઘરમાં જનાર દીકરીને શોધવા જતા નહીં મળતા પડોશી હેવાનના હાથમાંથી ઉગારી લીધી હતી. આખરે માતાની આંખ ખુલી જતા આ અઘટિત કૃત્ય ટળ્યું હતું પણ આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક આરોપીને ધરપકડ કરી લીધી છે પણ આ બનાવ જોતા માતા પિતાએ પોતાના બાળકોની ખાસ કાળજી રાખવી જરૂરી હોય છે અને તેમાં પણ શ્રમજીવી વિસ્તારોમાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી હોવાનું ફરી એકવાર સાબિત થયું છે.
જ્યારે ઘટનાની વાત કરવામાં આવે તો સચિન જીઆઇડીસી વિસ્તારમાં રહેતા યુપી વાસી પરિવારની મહિલા ચાર દિવસ અગાઉ પરિવાર સાથે નજીકમાં રહેતી બહેનના ઘરે જમવા ગઈ હતી. જ્યાંથી પતિ સંચા ખાતામાં નોકરી પર જવા નીકળી ગયો હતો અને મહિલા તેના બે પુત્ર અને પુત્રી તથા બહેનની પુત્રી સાથે પરત ઘરે આવ્યા હતા. ત્યાં રાતે મહિલા તેની પુત્રી અને બહેનની દીકરી સાથે ધાબા પર સુતેલા હતા. તે દરમિયાનમાં રાતે અંદાજીત 12 વાગ્યાની આસપાસ બિલાડીના રડવાનો અવાજ આવતા દીકરીની માતા અચાનક જ જાગી ગઈ હતી અને જોયું તો દીકરી બાજુમાંથી ગાયબ હતી.
જેથી મહિલાએ દીકરીને કયાં છે તેવો અવાજ આપ્યો હતો. આમ માતાને ચિંતા થઈ હતી. જેથી દીકરીની માતા તરત જ ઘરમાં દોડી ગઈ હતી, પરંતુ દીકરી ત્યાં પણ નહીં હોવાથી આજુબાજુમાં શોધખોળ કરી હતી, આમ દીકરીની માતા ચિંતામાં મુકાઈ ગઈ હતી અને તાત્કાલિક આજુબાજુના લોકોને જગાડતા લોકો પણ આવ્યા હતા અને તે દરમિયાનમાં રહેણાંક ઘર નજીક માસૂમ દીકરીનો અવાજ આવતો હોવાથી મહિલા ત્યાં દોડી ગઇ હતી અને દરવાજો ખખડાવ્યો હતો.
પરંતુ દરવાજો કોઇએ ખોલ્યો ન હતો, જેથી દીકરીની માતાએ પડોશી દંપતીને જાણ કરી, ત્યારબાદ પાડોશી વ્યક્તિએ તરત જ ધાબા પરથી અંદર જઈ દીકરીને બચાવી હતી અને હવસખોર નરાધમ અમનસીંગને પકડી લીધો હતો. આમ દીકરી જણાવ્યું હતું કે પાણી લેવા ધાબા પરથી નીચે ઉતરી ત્યારે અમન ઘરના આંગણામાં ઉભો હતો અને હાથ પકડીને લઈ જઈ નિર્વસ્ત્ર કરી બિભત્સ હરકતો કરી હતી. બાદમાં દીકરીને પ્રતિકાર કરતા મોઢું દબાવી મારી નાંખવાની ધમકી આપી હતી. પરિવારે રાત્રીના સમયે આ બાબતે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં કરી હતી, જેથી પીઆઇ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને નરાધમને પકડી ગુનો નોંધી ધરપકડ કરી હતી.