Gujarati Video : સુરતમાં સામે આવ્યો લવ જેહાદનો વધુ એક કિસ્સો, યુવતીને પ્રેમજાળમાં ફસાવી જાતીય શોષણનો આક્ષેપ

ગુજરાતના સુરતમાં લવ જેહાદને લગતો વધુ એક કિસ્સો વેસુ પોલીસ મથકમાં નોંધાયો છે. જેમાં સુરતમાં વેસુમાં રહેતા વસીમ અકરમે વાસુ તરીકે ઓળખ આપી પટેલ યુવતીને પ્રેમજાળમાં ફસાવી જાતીય શોષણ કર્યું. પોલીસે ચીટિંગ અને બળાત્કારનો ગુનો નોંધી વસીમ અકરમની ધરપકડ કરી છે. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ચલાવતા વસીમ અકરમે વાસુ ગ્વાલડીયા તરીકે ઓળખ ઉભી કરી કંપનીમાં સાથે કામ કરતી હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી

Baldev Suthar
| Edited By: | Updated on: Mar 12, 2023 | 5:31 PM

ગુજરાતના સુરતમાં લવ જેહાદને લગતો વધુ એક કિસ્સો વેસુ પોલીસ મથકમાં નોંધાયો છે. જેમાં સુરતમાં વેસુમાં રહેતા વસીમ અકરમે વાસુ તરીકે ઓળખ આપી પટેલ યુવતીને પ્રેમજાળમાં ફસાવી જાતીય શોષણ કર્યું. પોલીસે ચીટિંગ અને બળાત્કારનો ગુનો નોંધી વસીમ અકરમની ધરપકડ કરી છે. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ચલાવતા વસીમ અકરમે વાસુ ગ્વાલડીયા તરીકે ઓળખ ઉભી કરી કંપનીમાં સાથે કામ કરતી હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. તેણીનું વખતોવખત જાતીય શોષણ કર્યું હતું. યુવતીને અસલિયત જાણ થઇ જતાં વસીમે તેણીને ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વેસુના રાજપૂત ફળિયામાં રહેતાં વસીમ અકરમ વાહીદ સનરાઇઝ નામની ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ચલાવતો હતો.

વાસુએ સનરાઇઝ સાથે પાર્ટનરશીપમાં કામ કરવાની ઓફર આપી હતી

વસીમ પોતાની ઓળખ વાસુ ગ્વાલડીયા તરીકે આપતો હતો. સહકર્મચારીઓ જ નહીં ધંધાકીય સંબંધોમાં પણ તે વાસુ તરીકે જ પોતાને રજુ કરતો હતો. વર્ષ 2022માં આ સનરાઇઝ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની સાથે એક યુવતી જોડાઇ હતી. આ યુવતી શુભ પ્રસંગોમાં મહેંદીના કોન્ટ્રાક્ટ લેતી હતી. બે ત્રણ ઇવેન્ટમાં આ ફરિયાદી યુવતી સાથે ભેટો થઇ ગયા બાદ વાસુએ તેની સાથે સંપર્કો વધારી દીધા હતાં. ઇવેન્ટનું કામ કરતી હોવાથી આ યુવતીને વાસુએ સનરાઇઝ સાથે પાર્ટનરશીપમાં કામ કરવાની ઓફર આપી હતી.

યુવતીને ભોળવી જુદી જુદી હોટેલ અને ફાર્મ હાઉસમાં બળાત્કાર ગુજાર્યો હતો

કંપનીનો સંચાલક વસીમ વાસુ ગ્વાલડીયા તરીકે એ યુવતી સાથે સંપર્કમાં રહ્યો અને પાર્ટનરશીપમાં કામ કરવા રાજી કરી હતી. ત્યારબાદ વસીમે એ યુવતી સાથેના ધંધાકીય સંબંધોને મિત્રતા અને પછી અંગત બનાવી દીધા હતાં. વસીમ કોઇને કોઇ કારણ ઊભું કરી આ યુવતીને મળવા જતો કે મળવા બોલાવતો હતો. જુદા જુદા શહેરોમાં ઇવેન્ટ રાખી તેમાં પણ મદદના બહાને તેણીને સાથે રાખતો હતો.આ રીતે વાસુએ યુવતીને પોતાની જાળમાં ફસાવી અને પછી જાતીય શોષણ કરવા માંડ્યું હતું. ધંધાકીય તથા વ્યક્તિગત સંબંધોના પ્રલોભનમાં ફસાવી તેણીને ભોગવતો રહ્યો હતો. તેણીને ભોળવી જુદી જુદી હોટેલ અને ફાર્મ હાઉસમાં બળાત્કાર ગુજાર્યો હતો.

વસીમ અકરમ વાહીદ હોવાનું જાણવા મળતાં યુવતીના પગ તળેથી જાણે જમીન સરકી ગઇ

જો કે ફેબ્રુઆરી માસમાં યુવતીને વાસુની અસલિયત ખબર પડી ગઈ હતી. ઇવેન્ટ કંપનીમાં કામ કરતા અન્ય મુસ્લિમ યુવકો સાથે તેમની ઢબે વાત કરતા વાસુને જોઈ યુવતી ચોંકી હતી. ત્યારબાદ તેણીને તપાસ કરી તો વાસુ હકીકતમાં વસીમ અકરમ વાહીદ હોવાનું જાણવા મળતાં યુવતીના પગ તળેથી જાણે જમીન સરકી ગઇ હતી. પોતાની ઓળખ છુપાવી સંબંધ બાંધનારા વસીમ સાથે તેણીએ આ ફ્રોડ કહો કે દગા અંગે વાત કરી તો તે અકળાઈ ગયો હતો. તેણે યુવતીને ધમકાવવા માંડી હતી.

વેસુ પોલીસે યુવતીની ફરિયાદના આધારે વાસુ ઉર્ફે વસીમ અકરમ સામે ફરિયાદ દાખલ કરી

જો તેણીએ કોઈને વાત કરી તો તેને તથા પરિવારને જાનથી મારી નાખશે એવી ધમકી આપવા માંડી હતી.ઓળખ છુપાવી વિશ્વાસઘાત કરી, પ્રલોભનોમાં ફસાવી જાતીય શોષણ કરનારા વસીમ સામે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વેસુ પોલીસે યુવતીની ફરિયાદના આધારે વાસુ ઉર્ફે વસીમ અકરમ સામે ઇ.પી.કો. કલમ 406, 376(2)એન, 504, 506(2) મુજબ ગુનો નોંધ્યો હતો. ઇન્સ્પેક્ટર વાળાએ કેસની તપાસ હાથ ધરતાં વાસુ ઉર્ફે વસીમની ધરપકડ કરી છે.

આ પણ  વાંચો : Gujarati Video : રાજકોટની ઉત્કર્ષ એક્સલન્સ સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે થઈ મારામારી, જુઓ Video

Follow Us:
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">