પિતાએ ફાંસો ખાઈ લેતા માતા વિનાની 6 વર્ષની દીકરી અનાથ બની, મહિલા PSI એ નિભાવી જવાબદારી
Surat: સુરતના સરથાણાં રત્નકલાકારે આંબાના ઝાડ પર ગળેફાંસો ખાઈ લીધો હતો, પિતાના મૃત્યુબાદ 6 વર્ષની દીકરી અનાથ બની ગઈ હતી, માતા પહેલાથી જ દુનિયા છોડી ચૂકી હતી. આવી સ્થિતીમાં સરથાણા ના મહિલા PSI એ બાળકીનુ જતન કરવાની જવાબદારી નિભાવી રહ્યા છે.
સલામ કરતી ખાખીને પણ સલામ કરવાનુ મન થઈ આવે એવા દાખલા ઓછા નથી. સુરત ના મહિલા PSI એ આવુ જ કામ કર્યુ છે, કે જેનાથી ગુજરાત પોલીસનુ ગર્વ વધે. ગુનાની તપાસમાં કે ગુનાના સ્થળ પર તપાસમાં જતી પોલીસ ફરજ કરતા વધારે અનેકવાર માનવતાના દર્શન કરાવતી હોય છે. સુરતમાં એક રત્નકલાકારે ઝાડની ડાળીએ લટકી જઈને આત્મહત્યા કરી લીધી હતી. જેને લઈ તેની પાછળ 6 વર્ષની પુત્રી અનાથ બની ગઈ હતી. 6 વર્ષની દીકરી પહેલાથી જ માતા ગુમાવી ચુકી હતી અને હવે પિતા પણ તેને એકલી છોડીને દુનિયા છોડી ગયા હતા.
6 વર્ષની દીકરી નિરાધાર બનતા સરથાણા પોલીસના મહિલા PSI બીડી મારુ માસૂમ દીકરીને પોતાની સાથે લઈ આવ્યા હતા. જ્યાં તેને પ્રેમપૂર્વક જતન કરવાની શરુઆત કરી હતી. મહિલા અધિકારીએ દીકરીને પ્રેમપૂર્વક પોતાની સાથે રાખીને તેને પોતાની સાથે રાખી જતન કરી રહ્યા છે.
ભાવનગરથી આવી સરથાણામાં આશરો લીધો
મુળ ભાવનગરના અને અગાઉ લંબે હનુમાન રોડ પર આવેલા રેણુકાભવન પાસે રહેતા ચાળીસેક વર્ષના યુવાન ધર્મેન્દ્ર વ્રજલાલ રાઠોડઅગાઉ હીરાના કારખાનામાં કામ કરતા હતા. તેમના પત્નીનું અગાઉ અવસાન થઈ ગયું હતું. શનિવારે તેઓ તેમની 6 વર્ષીય દીકરી સાથે વતનથી સુરત આવ્યા હતા અને સારોલી BRTS થી વનમાળી જંક્શન બસ સ્ટેન્ડની વચ્ચે કેનાલની બાજુમાં આંબાના ઝાડ પાસે રાત્રે આશરો લીધો હતો. રાત્રે દીકરીને સુવડાવી દીધા બાદ ધર્મેન્દ્રભાઈએ પોતે આંબાના ઝાડની ડાળી સાથે દોરી વડે ફાંસો ખાધો હતો
આ પણ વાંચોઃ Surat: જીમમાં ભેટો થયા બાદ બિઝનેશ શરુ કરવાની લાલચ આપી 25 લાખ પડાવી બ્લેકમેલ કરી બળાત્કાર આચર્યો
6 વર્ષની માસૂમ દીકરીએ માતા ગુમાવ્યા બાદ પિતાએ આપઘાત કરી લેતા અનાથ બની ગઈ હતી. જેથી સરથાણા પોલીસ પાસે હાલ માસૂમ દીકરી છે. આખો દિવસ પોલીસ સ્ટેશનનો સ્ટાફ યશોદા બન્યો હોય તે રીતે બાળકીનું લાલન પાલન કર્યું હતું. બાદમાં રાત્રિના સમયે પીએસઆઈ બી.ડી. મારું બાળકીને પોતાના ઘરે લઈ ગયા હતાં. જ્યાં તેણીને નવડાવી ધોવડાવી, જમાડીને બીજે દિવસે વળી પોતાની સાથે પોલીસ સ્ટેશન લઈ આવ્યાં હતાં. હાલ પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ બાળકીને કંઈ ઓછું ન આવે તેનું ધ્યાન રાખી રહ્યો છે.
બાળકીના પિતાની સ્યુસાઈડ નોટ મળી
પોલીસે દીકરીની પુછપરછ કરતા તેણે તેની માતાનું અગાઉ અવસાન થઈ ગયું હોવાનું બતાવ્યુ હતુ. બાળકીએ કહ્યુ હતુ કે, શનિવારે જ વતનથી સુરત આવ્યા હતા અને પિતા હીરાના કારખાનામાં કામ કરવા માટે જવાના હોવાનું જણાવ્યું હતું. જોકે, પિતાએ ક્યાં કારણસર આપઘાતનું પગલું ભર્યું તે પોલીસ જાણી શકી ન હતી. ધર્મેન્દ્રભાઈ પાસે એક ડાયરી મળી આવી હતી. જેમાં તેમણે `હું મારી રીતે જાઉ છુ, કોઈનો વાંક નથી કોઈને હેરાન કરતા નહી` તેવી સ્યુસાઈડ નોટ લખી હતી. બનાવ અંગે સરથાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.