સુરતની 884 ખાનગી હોસ્પીટલોએ ફાયર એનઓસી મેળવી લીધી, સરકારી હોસ્પિટલો હજુ રામભરોસે

સુરતની હવે મોટાભાગની ખાનગી હોસ્પીટલોએ ફાયર વિભાગ પાસેથી એનઓસી મેળવી લીધું છે. જોકે સરકારી હોસ્પિટલોમાં હજી પણ ફાયર સેફટી મામલે કોઈ બોલવા તૈયાર નથી.

સુરતની 884 ખાનગી હોસ્પીટલોએ ફાયર એનઓસી મેળવી લીધી, સરકારી હોસ્પિટલો હજુ રામભરોસે
Surat: 884 private hospitals in Surat get fire NOC,

કોરોના કાળ(corona )દરમ્યાન ઘણી હોસ્પિટલોમાં આગ(fire ) લાગવાના બનાવો નોંધાયા હતાં. જેમાં ઘણા દર્દીઓએ જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો હતો. જે હોસ્પિટલમાં દર્દીઓ સારવાર લેવા માટે જાય છે એ જ હોસ્પિટલ મોતનું કારણ બની જતા હાઇકોર્ટ દ્વારા ફાયર સેફટીને લઈને ગંભીર નોંધ લેવામાં આવી હતી.

અંતિમ નોટિસ બાદ સફાળી જાગેલી હોસ્પિટલો (hospital )એ પણ ફાયર વિભાગની એનઓસી મેળવી લેતા હવે શહેરની તમામ ખાનગી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની સુવિધા ઊભી થઈ ચૂકી છે. કોરોના કાળ દરમિયાન હોસ્પિટલમાં અગ્નિકાંડ જેવી ગંભીર હોનારતનો બાદ હાઇકોર્ટના સખત વલણને પગલે રાજ્ય સરકાર દ્વારા પણ તમામ ખાનગી હોસ્પિટલોમાં ફાયર એનઓસી(NOC) મુદ્દે અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

જેમાં સુરત શહેરની ફાયર એન.ઓ.સી. મેળવવા પાત્ર તમામ 884 હોસ્પિટલોમાં ફાયરસેફ્ટી સહિતની સુવિધાઓ ઉભી થઇ ચૂકી છે. હાલમાં જે 16 હોસ્પિટલોને એક સપ્તાહ ફાયર noc મેળવવા નું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું તે હોસ્પિટલ દ્વારા પણ ફાયર noc મેળવી લેવામાં આવતા સુરતની તમામ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની સુવિધા ઊભી થઈ ચૂકી છે.

ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું છે કે શહેરમાં છેલ્લા એક-દોઢ વર્ષથી હોસ્પિટલોમાં ફાયરની સુવિધા ઉભી કરવા માટે સઘન તપાસ સાથે જવાબદાર હોસ્પિટલોને નોટિસ પણ આપવામાં આવી હતી .જોકે મોટાભાગની હોસ્પિટલો દ્વારા ફાયર સુવિધા જેવા મુદ્દે ગંભીરતા દાખવી એન.ઓ.સી. મેળવી લેવામાં આવી હતી.

જો કે 16 જેટલી હોસ્પિટલ દ્વારા ફાયર noc મુદ્દે ઠાગાઠૈયા કરવામાં આવતા હાલમાં જ ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલોને અંતિમ નોટિસ પાઠવી ને સીલ કરવાની ચીમકી આવી હતી. જેના ભાગરૂપે હવે આ હોસ્પિટલ દ્વારા પણ ફાયર noc મેળવી લેવામાં આવી છે. જેને પગલે સુરત શહેરમાં ફાયર noc મેળવવા પાત્ર એવી તમામ 884 હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની સુવિધા ઊભી થઈ ચૂકી છે.

જો કે ખાટલે મોટી ખોડ એ છે કે હવે સુરત શહેરમાં સિવિલ સ્મીમેર અને મસ્કતી હોસ્પિટલોમાં જ ફાયર સેફટીની પાયાની સુવિધા મુદ્દે આંખ આડા કાન કરવામાં આવી રહયા છે. સ્મીમેર હોસ્પિટલમાં કોરોના હોસ્પિટલના વોર્ડમાં સુવિધા ઊભી કરી દેવામાં આવી છે જ્યારે મુખ્ય ઈમારતમાં હજી પણ ફાયર ની કામગીરી ચાલી રહી છે.

સિવિલનું તંત્ર જાણે ફાયર સેફટી મુદ્દે મગનું નામ મરી પાડવા તૈયાર ન હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. પાંચ થી સાત વખત સિવિલ હોસ્પિટલમાં ફાયર ની નોટીસ મળવા છતાં પણ તંત્ર દ્વારા ટેન્ડરિંગ પ્રક્રિયા નામે ગોળ ગોળ જવાબ આપવામાં આવી રહ્યા છે. આમ શહેરની ત્રણ સરકારી હોસ્પિટલોમાં ફાયરની સુવિધા ક્યારે ઉપલબ્ધ થશે એ તો રામ જાણે.

Click on your DTH Provider to Add TV9 Gujarati