AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: કોઝવેના રીપેરીંગ માટે સ્થાયી સમિતિમાં 14.32 કરોડની દરખાસ્ત  

કોઝ વે બન્યા બાદ પહેલી વાર તેના મેઈન્ટેનન્સનું કામ હાથ પર લેવામાં આવનાર છે. ત્યારે જોવાનું એ રહેશે કે સ્થાયી સમિતિ દ્વારા આ કામ પર મંજુરીની મહોર મારવામાં આવે છે કે નહીં. 

Surat: કોઝવેના રીપેરીંગ માટે સ્થાયી સમિતિમાં 14.32 કરોડની દરખાસ્ત  
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2021 | 11:07 PM
Share

સુરત (Surat)માં અવારનવાર ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવતા પાણી આટલા વર્ષોમાં આવેલા પૂર વગેરેને કારણે રાંદેર અને કતારગામ વિસ્તારને જોડતા કોઝ વેની ટો વોલ, રબલ એપ્રન અને કોન્ક્રીટ બ્લોક્સને નુકશાન થયું છે.

જોકે હવે તેના રીપેરીંગ કામકાજ માટે રૂ.14.32 કરોડના ખર્ચ કરવાના કામને સ્થાયી સમિતિ પાસે મંજૂરી માંગવામાં આવી છે. આ ઉપરાંત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ માટે પણ પાલનપુર, ભેંસાણ અને ભીમરાડ ખાતે કાસ્ટિંગ યાર્ડના ઉપયોગ માટે 26 હજાર અને 33 હજાર ચોરસ મીટર જેટલી જગ્યા 40 મહિના માટે ભાડાપટ્ટાથી માંગવામાં આવી છે.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની પાણી પુરવઠા વ્યવસ્થાને સુગમ બનાવવા માટે તેમજ શહેરમાં સતત વધતી જઈ રહેલી વસ્તીના પાણીની માંગને પહોંચી વળવા માટે વર્ષ 1995માં તાપી નદી પર વિયર કમ કોઝ વેને બનાવવામાં આવ્યો હતો. આ બાંધકામ જ્યારે કરવામાં આવ્યું હતું, ત્યારે તેનો કુલ ખર્ચ 31.20 કરોડનો થયો હતો. જોકે તે તમામ ખર્ચ હજીરાના એકમો દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો.

જોકે તેનું મેઈન્ટેનન્સ મહાનગરપાલિકાએ ઉઠાવવાનું નક્કી કર્યું હતું. જોકે સુરત ચોમાસામાં પુરનો સાક્ષી રહ્યું છે. સુરતમાં દર ચાર વર્ષે પૂર આવવાની વાયકા પણ છે. એટલું જ નહીં ઉકાઈના ઉપરવાસમાં જ્યારે પણ વરસાદ પડે છે. ત્યારે તાપી નદીમાં હજારોથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવે છે. તેના કારણે કોઝવેના સ્ટ્રકચરને પણ નુકશાન પહોંચ્યું છે.

સમયાંતરે આ નુકશાન વધતું જતા હવે કોઝ વેના રિપેરિંગ કામકાજ હાથ ધરવાનું સુરત મહાનગરપાલિકાએ વિચાર્યું છે અને હવે વિયર કમ કોઝ વેના ટો વોલ, રબલ એપ્રન અને કોન્ક્રીટ બ્લોક્સને પાણીના કારણે જે નુકશાન થયું છે. તેનું રીપેરીંગ કામકાજ હાથ ધરવામાં આવશે. આ માટે લગભગ 14.32 કરોડ જેટલો ખર્ચો થઈ શકે છે. જેના માટે હવે સ્થાયી સમિતિ પાસે મંજૂરી માંગવામાં આવી છે.

કોઝ વે બન્યા બાદ પહેલી વાર તેના મેઈન્ટેનન્સનું કામ હાથ પર લેવામાં આવનાર છે. ત્યારે જોવાનું એ રહેશે કે સ્થાયી સમિતિ દ્વારા આ કામ પર મંજુરીનો મહોર મારવામાં આવે છે કે નહીં.

આ પણ વાંચો : Surat ઉમિયા ધામ મંદિરમાં આ વર્ષે પારંપરિક ગરબાનું આયોજન, મર્યાદિત લોકોને જ પ્રવેશ અપાશે

આ પણ વાંચો : Surat : પીએમના જન્મદિવસે 2.05 લાખ લોકોને વેક્સિનનો રેકોર્ડ, પછીના 4 દિવસમાં ફક્ત 18,711 લોકોને જ વેક્સીન

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">