SURAT : શહેરની 800 જેટલી સ્કૂલોમાં ધોરણ 9 થી 11ના વર્ગો શરૂ, દર 15 દિવસે વિદ્યાર્થીઓનું ટેસ્ટીંગ કરાશે

|

Jul 28, 2021 | 12:10 PM

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (Surat Municipal Corporation - SMC) દ્વારા શહેરની તમામ સ્કૂલોમાં દર 15 દિવસે ધન્વંતરિ રથ દ્વારા વિદ્યર્થીઓનું ટેસ્ટિંગ કરવામાં આવશે.

સમાચાર સાંભળો
SURAT : શહેરની 800 જેટલી સ્કૂલોમાં ધોરણ 9 થી 11ના વર્ગો શરૂ, દર 15 દિવસે વિદ્યાર્થીઓનું ટેસ્ટીંગ કરાશે
Starting classes of Std. 9th to 11th in schools of Surat, testing of students will be done every 15 days

Follow us on

SURAT :ગુજરાત સરકાર દ્વારા કોરોનાકાળમાં તમામ શૈક્ષણિક સેત્રો બંધ કરવામાં આવ્યા હતા, પણ છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસો ઓછા થતા સરકાર દ્વારા ધરોણ 9 થી 11 ના તમામ વર્ગો શરૂ કરવામાં આવે તેવા આદેશ કર્યા હતા. જે આધારે સુરત શહેરમાં 800થી વધુ સ્કૂલોમાં વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે.

સરકારની  ગાઈડલાઈનના આધારે પણ ફરી બાળકોમાં કોરોના સંક્રમણ ન વધે તે માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (Surat Municipal Corporation – SMC) દ્વારા શહેરની તમામ સ્કૂલોમાં દર 15 દિવસે ધન્વંતરિ રથ દ્વારા વિદ્યર્થીઓનું ટેસ્ટિંગ કરવામાં આવશે. જેથી વિદ્યર્થીઓ પર કોઈ સંકટ ઉભું ન થાય અને સાથે વર્ગો પણ શરૂ રહે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (Surat Municipal Corporation – SMC) દ્વારા કુલ 8 ઝોનોમાં જેટલી સ્કૂલો છે તેમાં 15 દિવસના અંતરે ધન્વંતરિ રથ જશે અને એક એક વર્ગોના વિદ્યાર્થીઓનું ટેસ્ટિંગ કરવામાં આવશે. કોઈ વિદ્યર્થીનો રિપોર્ટ પોઝીટીવ આવશે તો તેને સારવાર માટે લઈ જવામાં આવશે. સાથે જે વર્ગમાં વિધાર્થી અભ્યાસ કરતો હશે તે વર્ગને 10 કે 15 દિવસ માટે બંધ કરવામાં આવશે. જેથી બીજા વર્ગોને કોઈ અસર ન થાય અને બાળકોનો અભ્યાસ શરૂ રહે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સુરત શહેરની વાત કરવામાં આવે તો અંદાજીત 800 જેટલી સ્કૂલોમાં 2 લાખ થી વધુ વિદ્યર્થીઓએ હાલમા અભ્યાસ શરુ કર્યો છે. વિદ્યાર્થીઓ પણ એવું જ કહી રહ્યા છે કે સ્કુલ શરૂ રહેવી જોઈએ. ઓનલાઇન અભ્યાસમાં કરતા ઓફલાઈન અભ્યાસ કરવામાં સરળતા રહે છે, જેથી સ્કૂલ સંચાલકો પણ તમામ તકેદારી રાખી રહ્યા છે. જો કોરોનાની સ્થિતિ આવી રહી તો બીજા ધોરણના વર્ગો પણ શરૂ થાય તેવી શકયતા લાગી રહી છે અને માંગ પણ ઉઠી રહી છે.

આ પણ વાંચો : Youngest Umpire : ક્રિકેટ જગતના સૌથી નાની વયના અમ્પાયર જામનગરના જય શુક્લ 

આ પણ વાંચો : VADODARA : ગોત્રી મેડિકલ કોલેજમાં રેગીંગ કરનારા 5 વિદ્યાર્થીઓની હોસ્ટેલમાંથી હકાલપટ્ટી, 6 મહિના માટે કોલેજમાંથી પણ સસ્પેન્ડ 

આ પણ વાંચો : AHMEDABAD : જગતપુર ક્રોસિંગના ઓવરબ્રિજ માટે પહેલા 25 ટકા રકમ આપવાની તૈયારી, હવે AUDAમાં અન્ય પ્લાન પાસ કરાવવા સિદ્ધી ગ્રુપની મનમાની 

Published On - 12:10 pm, Wed, 28 July 21

Next Article