Surat: રામભદ્રાચાર્યજીએ ધીરેન્દ્ર શાસ્ત્રી પર કહ્યું કે સારો છોકરો સારું કામ કરે છે, તેને કોઈ અહંકાર નથી

બાગેશ્વર ધામ (Bageshwar Dham) ના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી તાજેતરમાં જ સુરતના પ્રવાસે આવ્યા હતા અને તેઓ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં પ્રવાસ દરમિયાન ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા. ભક્તો પણ ખૂબ તેમના દિવ્યદરબારમાં ઉમટ્યા હતા.

Surat:  રામભદ્રાચાર્યજીએ ધીરેન્દ્ર શાસ્ત્રી પર કહ્યું કે સારો છોકરો સારું કામ કરે છે, તેને કોઈ અહંકાર નથી
રામભદ્રાચાર્યજીએ ધીરેન્દ્ર શાસ્ત્રી પર કહ્યું કે સારો છોકરો સારું કામ કરે છે
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Jun 11, 2023 | 3:31 PM

સુરત ની મુલાકાત તાજેતરમાં બાબા બાગેશ્વરથી જાણિતા થયેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ લીધી હતી. ગુજરાતના અનેક વિસ્તારમાં તેઓએ પ્રવાસ કર્યા હતો અને પ્રસિદ્ધ મંદિરોના તેઓએ દર્શન કર્યા હતા. આ દરમિયાન સુરતથી ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈ નિવેદન સામે આવ્યુ છે. તેમના ગુરુ અને પદ્મ વિભૂષણ રામભદ્રાચાર્યએ ધીરેન્દ્ર શાસ્ત્રીના ચમત્કારો અંગે તેઓએ વાત કરી હતી. રામભદ્રાચાર્યે ધીરેન્દ્ર શાસ્ત્રીને એક સારા છોકરા તરીકે ગણાવ્યા હતા. તેમની હિન્દુ સંદર્ભની વાતોને લઈને પણ કહ્યુ હતુ કે, ભગવાન તેમની વાતો સફળ બનાવે.

સુરતમાં એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન પદ્મ વિભૂષણ રામભદ્રાચાર્યને ધીરેન્દ્ર શાસ્ત્રીના ચમત્કારો વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ત્યારે તેમણે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના ચમત્કારો વિશે સીધું કંઈ કહ્યું ન હતું, જોકે તેમણે ચોક્કસપણે કહ્યું હતું કે તેઓ એક છોકરો છે. અને સારું કામ કરે છે. રામભદ્રાચાર્યજીએ પોતાના વિશે કહ્યું કે તેઓ કોઈ ચમત્કાર કરતા નથી.

તેમનામાં કોઈ અહંકાર નથી

સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલા તેરાપંથ ભવન ખાતે આયોજિત ધર્મસંવાદ નામના કાર્યક્રમને સંબોધવા રામભદ્રાચાર્ય પહોંચ્યા હતા. રામ ભદ્રાચાર્યજીને સાંભળવા મોટી સંખ્યામાં ધર્મપ્રેમી સ્ત્રી-પુરુષો અહીં પહોંચ્યા હતા. રામ ભદ્રાચાર્યએ ધર્મ સંવાદ કાર્યક્રમને સંબોધ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમને પહેલા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના ચમત્કાર અને તેમની હિંદુ રાષ્ટ્રની વાત વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જેના જવાબમાં તેમણે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનું નામ લીધા વિના કહ્યું હતું કે તેઓ એક સારો છોકરો છે, તેમની હિંદુ રાષ્ટ્રની માંગ માટે સારું કામ કરી રહ્યા છે. કહ્યું કે ભગવાન તેમના શબ્દોને સફળ બનાવશે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને પોતાના ચમત્કાર વિશે ઘમંડ થઈ ગયો, આ પ્રશ્ન તેમને પણ પૂછવામાં આવ્યો, તો તેમણે કહ્યું કે તેમનામાં કોઈ અહંકાર નથી, તે એક સારો છોકરો છે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

PoK ભારત પાસે પાછુ જોવાની ઈચ્છા

ગુજરાતના બે દિવસીય પ્રવાસે સુરત પહોંચેલા રામભદ્રાચાર્યએ કહ્યું કે PM મોદી દેશ માટે જરૂરી છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને પણ તેમને બોસ કહીને બોલાવ્યા છે. હવે કોઈમાં એટલી ક્ષમતા નથી. એક ભારતને શ્રેષ્ઠ ભારત બનાવવા માટે મોદીને ફરી દોહરાવવા જોઈએ. તેમણે કહ્યું કે રામચરિતમાનસને રાષ્ટ્રીય ધર્મગ્રંથ જાહેર કરવો , ગૌહત્યા બંધ કરવી, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને આપણને પરત લાવવું અને આ બધું મોદી વિના થઈ શકે તેમ નથી. લોકોને પોતાની ઈચ્છાઓ વિશે વાત કરતા તેમણે કહ્યું કે રામ મંદિર, કલમ 370, 35-A અને ટ્રિપલ તલાકની પાંચમાંથી ચાર ઈચ્છાઓ પૂરી થઈ ગઈ છે અને છેલ્લી ઈચ્છા ગૌહત્યા રોકવાની અને PoK કાશ્મીર પર ભારતના કબજા મા લાવવાની પરિપૂર્ણ જોવા માંગુ છું.

આ પણ વાંચોઃ  Surat: હજીરામાં CISF જવાનની પત્ની સાથે કંપનીના સ્વીપરે દુષ્કર્મ આચર્યુ, મહીલાને ધમકીઓ આપી માર માર્યો

સુરત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">