RSS ના સરસંઘચાલક મોહન ભાગવત આવતીકાલથી ગુજરાતના પ્રવાસે, વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે કરશે ચર્ચા

RSS ના સરસંઘચાલક મોહન ભાગવત આવતીકાલથી ગુજરાતના પ્રવાસે આવવાના છે. ત્રણ દિવસના આ પ્રવાસમાં તેઓ અનેક કાર્યક્રમ અને બેઠક કરી શકે છે.

RSS ના સરસંઘચાલક મોહન ભાગવત આવતીકાલથી ગુજરાતના પ્રવાસે, વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે કરશે ચર્ચા
RSS chief Mohan Bhagwat to visit Gujarat from 28 september 2021

RSS સરસંઘચાલક મોહન ભાગવત આવતી કાલથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે આવવાના છે. મળેલી માહિતી પ્રમાણે 28 સપ્ટેમ્બરથી સરસંઘચાલક મોહન ભાગવત ત્રણ દિવસ ગુજરાત મુલાકાતે છે. જેમાં સુરત ખાતે આવતી કાલે પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં ભાગ લેશે. એટલું જ નહીં પરંતુ સ્થાનિક સામાજિક અગ્રણીઓ સાથે પણ મુલાકાત કરશે તેવીં માહિતી છે. સાથે જ મોહન ભાગવત સંઘની વિવિધ ભગિની સંસ્થાઓના પદાધિકારીઓ સાથે પણ બેઠક કરશે. મોહન ભાગવત વર્તમાન સામાજિક તથા રાજકીય પરિસ્થિતિ અંગે પણ ચર્ચા કરશે. જાહેર છે કે ગુજરાતની રાજનિતીમાં તાજેતરમાં થયેલા ફેરફાર બાદ આ મુલાકાત પણ મહત્વની સાબિત થઇ શકે છે.

તમને જણાવી દઈએ કે ગુજરાત ર્ક રાજકીય પ્રયોગશાળા તરીકે પણ ઓળખાય છે. ગુજરાત પર ભાજપ અને RSS ની પકડ અને ઈતિહાસ લાંબો રહ્યો છે. તેમજ ગુજરાતમાં રાજકીય પ્રયોગો પણ ખુબ જોવા મળ્યા છે. આવામાં તાજેતરમાં જ ગુજરાતની રાજનીતિમાં જોવા મળેલો મોટો ફેરફાર નિષ્ણાતોના માટે એક નવો પ્રયોગ છે. અને નો રિપીટ થિયરીના પ્રયોગ માટે ભાજપે ગુઅજ્રાતને પસંદ કર્યું છે. આવામાં મુખ્યમંત્રી પડેથી રાજીનામાં બાદ તાજેતરમાં વિજય રૂપાણીએ પણ રાજકોટ સંઘ કાર્યાલયની મુલાકાત લીધી હતી. જેને લઈને પણ ખુબ અટકળો ચાલી હતી.

રાજકોટ સંઘ કાર્યાલય પર વિજય રુપાણીએ ભૈયાજી જોશી સાથે બેઠક કરી હતી. મહત્વપૂર્ણ છે કે જે રીતે ગુજરાતમાં રાજકીય ઘટનાઓ ઘટી રહી છે. તેમજ ગાંધીનગરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ માથે છે. એવામાં જોવું રહ્યું કે મોહન ભાગવતની આ ગુજરાત મુલાકાત ગુજરાતની વર્તમાન રાજનીતિને કેટલી અસર કરે છે.

આ પણ વાંચો: SURAT : મનપાની સામાન્ય સભામાં હોબાળો, ભીમરાટ ગામ નજીક રોડ બનાવવાની મંજૂરી મુદ્દે વિપક્ષનો વિરોધ

આ પણ વાંચો: KUTCH : રાપર, ભુજ, અંજાર, અબડાસા, માંડવી અને ગાંધીધામમાં વરસાદ, નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati