AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતના વરાછામાં ઇન્ડસ્ટ્રીયલ બાંધકામનો વિરોધ, સ્થાનિકોએ પાલિકામાં કર્યુ હલ્લાબોલ

Surat : રેશમ ભવન એપાર્ટમેન્ટ સહિતની સોસાયટીના લોકો ઇન્ડસ્ટ્રીયલ બાંધકામનો ભારે વિરોધ કરી રહ્યા છે. આસપાસમાં શાળા અને મોટી સંખ્યામાં રહેણાંક વિસ્તાર હોવાથી સ્થાનિકો ઇન્ડસ્ટ્રીલ બાંધકામનો વિરોધ કરી રહ્યા છે.

સુરતના વરાછામાં ઇન્ડસ્ટ્રીયલ બાંધકામનો વિરોધ, સ્થાનિકોએ પાલિકામાં કર્યુ હલ્લાબોલ
વરાછા વિસ્તારમાં સ્થાનિકોનો વિરોધ
Baldev Suthar
| Edited By: | Updated on: Feb 07, 2023 | 9:42 AM
Share

સુરતના વરાછામાં રહેણાંક વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ બાંધકામનો વિરોધ થઇ રહ્યો છે. રેશમ ભવન એપાર્ટમેન્ટની સામે કોમર્શિયલ બાંધકામ થઈ રહ્યું હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં સ્થાનિકોએ પાલિકાનો ઘેરાવ કરી હલ્લાબોલ કર્યો હતો. રેશમ ભવન એપાર્ટમેન્ટ સહિતની સોસાયટીના લોકો ઇન્ડસ્ટ્રીયલ બાંધકામનો ભારે વિરોધ કરી રહ્યા છે. આસપાસમાં શાળા અને મોટી સંખ્યામાં રહેણાંક વિસ્તાર હોવાથી સ્થાનિકો ઇન્ડસ્ટ્રીલ બાંધકામનો વિરોધ કરી રહ્યા છે.

પાલિકા કમિશનરને આપ્યુ આવેદન

સુરતના વરાછા વિસ્તારના સ્થાનિકો આ મામલે અગાઉ પણ અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે. પરંતુ તંત્ર દ્વારા કોઇ નિરાકરણ ન આવતા સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો હતો.સાથે જ પાલિકા કમિશનરને આવેદન પત્ર આપી બાંધકામ અટકાવવા રજુઆત કરી હતી.

ઇન્ડસ્ટ્રીયલ બાંધકામનો વિરોધ

સુરતમાં અનેક વખત રેસિડેન્ટ વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ થતા હોવાની ઘટના સામે આવે છે. સોસાયટીમાં કોમર્શિયલ બાંધકામ થાય છે જેને પગલે દુકાનોમાં અનેક લોકોની અવાર જવર થાય છે. જેને પગલે રહેવાસીઓ પોતાની સ્વતંત્રતા ખોતા હોવાની અનેક રાવ પણ ઉઠે છે. તેવી જ ઘટના સુરતના વરાછા વિસ્તારમાં આવેલા રેશમ ભવન એપાર્ટમેન્ટના સામે બની હતી. રેશમ ભવન એપાર્ટમેન્ટ ખૂબ મોટો છે અને તેમાં અનેક લોકો વસવાટ કરે છે. સાથે સાથે આજુ બાજુમાં 10 જેટલી સોસાયટી પણ આવેલી છે.

અનેક રજૂઆત બાદ પણ કોઇ કાર્યવાહી નહીં

જોકે રેશમ ભવનની સામે આવેલા ખુલ્લા મેદાનમાં એક બિલ્ડર દ્વારા કોમર્શિયલ બાંધકામ થતું હોવાની સ્થાનિકોને જાણ થતા સ્થાનિકો દ્વારા અનેક વખત પાલિકાને રજુઆત મારી હતી. જોકે પાલિકાના અધિકારીઓએ આ બાંધકામને લઈ આંખ આડા કાન કર્યા હોય તેમ કોઈ પણ નિરાકરણ આવતું ન હતું.

સ્થાનિકોની ઉગ્ર આંદોલનની ચીમકી

ત્યારે મોટી સંખ્યામાં મહિલા અને પુરૂષો સુરત મહાનગર પાલિકા કચેરી ખાતે પહોંચી ધરણા કર્યા હતા. સાથે જ પાલિકા કમિશનરને આવેદન પાઠવી રજૂઆત કરી હતી. સાથે જ જો રજુઆત છતાં કોઈ નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ સ્થાનિકોએ ઉચ્ચારી હતી.

Follow Us
રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી
રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી
વડોદરાના વડાપાવ આઉટલેટમાં સમોસામાં જીવાત મળી
વડોદરાના વડાપાવ આઉટલેટમાં સમોસામાં જીવાત મળી
ગત મહિનાની સરખામણીએ ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના કેસમાં વધારો
ગત મહિનાની સરખામણીએ ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના કેસમાં વધારો
માનતા પૂરી થતા ભાવિક પરિવારે પાંચ વર્ષના પુત્રને મંદિરમાં અર્પણ કર્યો
માનતા પૂરી થતા ભાવિક પરિવારે પાંચ વર્ષના પુત્રને મંદિરમાં અર્પણ કર્યો
દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારે જગાડવા કર્યો પ્રયાસ
દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારે જગાડવા કર્યો પ્રયાસ
વરસાદ ખેંચાવાને કારણે ધરતીપુત્રો કુદરત સામે લાચાર, પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાવાને કારણે ધરતીપુત્રો કુદરત સામે લાચાર, પાક નુકસાનીની ભીતિ
રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી, ચાલુ ટ્રેને ચઢતા લટક્યો મુસાફર
રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી, ચાલુ ટ્રેને ચઢતા લટક્યો મુસાફર
ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસકર્મચારીની સંડોવણી ખૂલી, કરાઈ ધરપકડ
ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસકર્મચારીની સંડોવણી ખૂલી, કરાઈ ધરપકડ
પાકિસ્તાને હોશિયારી મારવાના ચક્કરમાં પોલીસની ગાડી જ ઠોકી દીધી
પાકિસ્તાને હોશિયારી મારવાના ચક્કરમાં પોલીસની ગાડી જ ઠોકી દીધી
AMCના આદેશનું પાલન, ફરસાણની દુકાનો-રેસ્ટોરન્ટમાં TPC કીટ- CCTV લગાવાયા
AMCના આદેશનું પાલન, ફરસાણની દુકાનો-રેસ્ટોરન્ટમાં TPC કીટ- CCTV લગાવાયા
g clip-path="url(#clip0_868_265)">