Suratમાં કોરોના રિટર્ન્સ: પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં કોવિડના દર્દીઓ માટેના વોર્ડની તૈયારીઓ શરૂ

|

Jun 24, 2022 | 9:41 PM

સુરતમાં (Surat) વધી રહેલા કોરોના કેસ વધવાની પરિસ્થિતિને ધ્યાને રાખીને શહેરની સૌથી મોટી ગણાતી નવી સિવિલ અને પાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ (SMIMER hospital) તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે.

Suratમાં કોરોના રિટર્ન્સ: પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં કોવિડના દર્દીઓ માટેના વોર્ડની તૈયારીઓ શરૂ
સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે વોર્ડની તૈયારીઓ

Follow us on

ગુજરાતમાં (Gujarat) કોરાનાના કેસમાં (Corona case) છેલ્લા થોડા દિવસથી વધારો થઈ રહ્યો છે. સુરત (Surat) શહેરમાં કોરોનાના દર્દીઓમાં તેજ ગતિએ વધારો થવા લાગ્યો છે. થોડા સમય પહેલા શૂન્ય થયેલી દર્દીની સંખ્યા હવે 50ની ઉપર જઈ રહી છે. આ પરિસ્થિતિઓને જોઈને કોરોનાની ચોથી લહેરની તેમજ કોરોના રિટર્ન્સની શકયતાઓ પણ સેવાઈ રહી છે. ત્યારે આ સ્થિતિને જોઈને સુરતમાં હોસ્પિટલ તંત્ર એક્શન મોડમાં આવી ગયુ છે. કોરોનાના દર્દીઓની સારવાર માટે વોર્ડ ફરીથી શરુ કરવામાં આવી રહ્યા છે.

કોવિડ દર્દીઓના વોર્ડની તૈયારીઓ શરુ

સુરતમાં વધી રહેલા કોરોના કેસ વધવાની પરિસ્થિતિને ધ્યાને રાખીને શહેરની સૌથી મોટી ગણાતી નવી સિવિલ અને પાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. કોરોનાની સ્થિતિ વ્યવસ્થાના ભાગરૂપે સ્મીમેર હોસ્પિટલ તંત્ર દ્વારા આવશ્યક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સ્મીમેર હોસ્પિટલમાં કોવિડના દર્દીઓ માટેના વોર્ડની તૈયારીઓ શરૂ આવી છે.

આઈસીયુ વોર્ડને કોવિડ વોર્ડમાં તબ્દીલ કરવાની કામગીરી

સ્મીમેર હોસ્પિટલના અધિકારીઓ દ્વારા મળતી માહિતી મુજબ ત્રીજા માળ ઉપર આવેલ આઈસીયુ વોર્ડને કોવિડ વોર્ડમાં તબ્દીલ કરવાની કામગીરી ઝડપથી કરવામાં આવી રહી છે. 30 બેડ સાથે આ વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ સિવાય વોર્ડની અંદર ઓક્સિજનની લાઈન, વેન્ટિલેટર સહિતના અગત્યના સાધનોની ચકાસણી કરવાની તેમજ આ સાધનો જે તે જગ્યાએ સેટ કરવાની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

વધુમાં સુરતના સ્મીમેર હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે ત્રીજી લહેરના સમયે આ વોર્ડ સ્પેશ્યલી કોવિડના દર્દીઓ માટે જ હતો અને ત્યાં કોવિડના દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી હતી. જોકે કોરોના શાંત પડયા બાદ અને દર્દીઓ શૂન્ય થઈ જતા, આ વોર્ડ સામાન્ય દર્દીઓ માટે શરૂ કરી દેવાયો હતો અને આઈસીયુ વોર્ડ તરીકે કાર્યરત હતું. જોકે હવે ફરીથી કોરોના સંક્ર્મણ વધવાની શક્યતાઓ દેખાવવા લાગી છે અને કોરોનાના દર્દીઓની સંખ્યા વધવા લાગતા તંત્ર દ્વારા જરૂરી તૈયારીઓ અને વ્યવસ્થાઓના ભાગરૂપે આ વોર્ડને કોરોના દર્દીઓ માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે. જોકે હાલમાં કોરોનાનો કોઈ દર્દી દાખલ નથી, જોકે ઓપીડીમાં દર્દીઓ આવી રહ્યા છે.

Next Article