Surat : જન્મદિવસની ઉજવણીમાં કાયદો તોડવો યુવકને ભારે પડ્યો ! પોલીસે આ રીતે કરાવ્યુ ભાન

|

Dec 04, 2022 | 8:32 AM

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ સામે સવાલો ઉઠ્યા હતા. જે બાદ પોલીસે યુવકને ઝડપવા તજવીજ હાથ ધરી હતી.

Surat : જન્મદિવસની ઉજવણીમાં કાયદો તોડવો યુવકને ભારે પડ્યો ! પોલીસે આ રીતે કરાવ્યુ ભાન
Police takes action against youth

Follow us on

Viral Video :  જન્મદિવસની ઉજવણીમાં કાયદો તોડનાર યુવકને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. સુરતના કાપોદ્રા વિસ્તારની શિવનગર સોસાયટીમાં એક યુવકે ખુલ્લી તલવારથી કેક કાપી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ સામે સવાલો ઉઠ્યા હતા. જે બાદ પોલીસે યુવકને ઝડપવા તજવીજ હાથ ધરી હતી. અને કાપોદ્રા પોલીસે આરોપીની તલવાર સાથે ધરપકડ કરી હતી.

કાયદો હાથમાં લેનારની હવે ખેર નથી

બીજી બાજુ આ જ રીતે સુરતમાં હઝીરાના રાજગરી ગામના સરપંચે જાહેરમાં કાયદો હાથમાં લઈને કાયદો તોડ્યો હતો. નજીવી બાબતે રાજગરી ગામના સરપંચે યુવકને ઢોર માર માર્યો હતો. સરપંચના ભાઈ અને પુત્રએ એક યુવકને બાંધીને ઢોર માર માર્યો હતો. જો કે યુવકને હાથના ભાગે ગંભીર ઇજા પહોંચતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે હઝીરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Next Article