Surat News: જે હાથ કાયદાનું પાલન કરાવે છે તે જ હાથ જીવ પણ બચાવે છે, સુરત પોલીસના જવાનનો જુઓ કાબિલેદાદ VIDEO

|

Jun 25, 2022 | 8:40 AM

સુરતના ડુમસ રોડ ઉપર પોલીસકર્મીએ એક બેભાન યુવકનો જીવ બચાવ્યો હતો. પોલીસે (Surat Police) સમયસૂચકતા વાપરીને ચેસ્ટ પંપીંગ કરતાં અને 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડ્યો હતો અને માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.

Surat News: જે હાથ કાયદાનું પાલન કરાવે છે તે જ હાથ જીવ પણ બચાવે છે, સુરત પોલીસના જવાનનો જુઓ કાબિલેદાદ VIDEO
પોલીસકર્મીએ બચાવ્યો યુવકનો જીવ

Follow us on

Surat: ગુજરાત(Gujarat)માં આપણે લોકો આમ જોઈએ તો પોલીસની છબી લોકોના મનની અંદર કંઈક અલગ જ જોવા મળતી હોય છે ઘણી વખત અમુક કારણોસર પોલિસની છબી ખરડાતી હોય છે એટલે કે ખરાબ થતી હોય છે પણ સાથે પોલીસ (Police) દ્વારા ક્યારેક માનવતા અથવા તો ક્યારેક સમય સૂચકતાને લઈને તેઓ એવું કાર્ય કરે છે કે તેની વાહવાહી પણ લોકો કરતાં હોય છે. આવો જ એક કિસ્સો સુરત શહેર (Surat City)માં સામે આવ્યો છે.

સુરત શહેરના (Surat News) ડુમસ રોડ ઉપર આવેલા એસવીએનઆઈટી કોલેજ નજીક એક યુવક રોડ ક્રોસ કરતી વખતે બેભાન ગયો હતો. આથી ત્યાં નજીકમાં ઉભેલા એક ટ્રાફિક પોલીસ જવાને આ ઘટના પર નજર પડતાંની સાથે જ તે દોડી ગયો હતો અને બેભાન યુવકને તાત્કાલિક પ્રાથમિક સારવાર મળે તે માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે 108 દ્વારા બેભાન થયેલા યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જેથી આ યુવકનો જીવ બચી ગયો હતો. યુવક બરાબર શ્વાસ લઈ શકે એ માટે પોલીસે તેને છાતીમાં દબાવીને પંપિંગ કર્યું હતું, યુવકને બચાવવાના પ્રયત્ન કર્યા હતા એટલે શ્વાસ લઈ શકે અને ખરેખર બન્યું પણ એવું અને યુવકનો જીવ બચી ગયો હતો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

યુવકને બચાવવા માટે પોલીસકર્મીએ કર્યા પ્રયત્ન

જો ઘટનાની વાત કરવામાં આવે તો સુરત શહેર ટ્રાફિક પોલીસ વિભાગમાં ફરજ બજાવતા લોકરક્ષક જીતેશકુમાર જીવાભાઇ ગઈકાલે એસવીએનઆઈટી (SVNIT) સર્કલ પાસે પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન આ લોકરક્ષક જવાનની બાઈક કોઈ કારણોસર ખરાબ થતાં તે એસવીએનઆઈટી સર્કલ નજીક રીપેર કરાવી રહ્યા હતા. આ દરમિયાન રોડ પર એક રાહદારી રોડ ક્રોસ કરતી વખતે અચાનક જ તે કોઈ કારણોસર યુવક નીચે પડી જતાં બેભાન થઈ ગયો હતો. તેનું મોઢું પણ લોહી લુહાણ થઈ ગયું હતું. આ દ્રશ્ય જોતાની સાથે જ ટ્રાફિક પોલીસ જવાન તાત્કાલિક યુવક પાસે દોડી ગયો હતો અને યુવકને સાઈડમાં લઈ જઈ અને તેને બચાવવા માટેનો પ્રયત્ન કરવા લાગ્યા હતા.

જૂઓ આ માનવતાનું ઉદાહરણ પુરૂ પાડતો વીડિયો….

108 દ્વારા પહોંચાડ્યો હોસ્પિટલ

સૌ પ્રથમ તો આ ટ્રાફિક પોલીસના જવાને આ યુવક બેભાન હાલતમાં હોવાને કારણે તેને છાતીના ભાગે પંપીંગ કરી અને શ્વાસ લેતા કરવામાં આવ્યો હતો અને બીજી બાજુ કેટલાક લોકો દ્વારા 108ને કોલ કરી અને એમ્બ્યુલન્સ બોલાવી હતી. આ ઘટના સ્થળે 108 સમયસર આવી જતાં પોલીસે યુવકને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેથી આ યુવકનો જીવ બચ્યો હતો.

પોલીસકર્મીઓ મોટી માનવતા

અહીંયા મહત્વની વસ્તુ એ છે કે આ ટ્રાફિક પોલીસ જવાને પોતાની સમય સૂચકતા વાપરીને જ્યારે યુવક બેભાન હાલતમાં શ્વાસ લઇ રહ્યો હતો તે દરમિયાન આ યુવકને પોલીસકર્મીએ ચેસ્ટ પંપીંગથી જીવવા માટે પોતાના પ્રયાસો કર્યા હતા. પોલીસ આપણી સેવા માટે જ હોય છે પરંતુ ઘણા લોકો તેની કદર જ કરતાં હોતા નથી. આ જ મોટું ઉદાહરણ છે કે પોલીસકર્મીઓ મોટી માનવતા દાખવતા હોય છે અને પોતાની ફરજ અદા કરતા હોય છે.

Published On - 8:38 am, Sat, 25 June 22

Next Article