સુરતમાં ચૂંટણી સમયે ફરી ગૂંજ્યો પેપરલીકનો મુદ્દો, નર્મદ યુનિવર્સિટીમાં ABVP દ્વારા કરાયો વિરોધ

Surat: સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટીમાં એબીવીપીએ એમટીબી કોલેજમાં થયેલા પેપર લીક મુદ્દે કુલપતિની ઓફિસ બહાર રામધૂન બોલાવી વિરોધ કર્યો. દોષિતો સામે FIR કરવાની માગ કરવામાં આવી હતી.

સુરતમાં ચૂંટણી સમયે ફરી ગૂંજ્યો પેપરલીકનો મુદ્દો, નર્મદ યુનિવર્સિટીમાં ABVP દ્વારા કરાયો વિરોધ
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Nov 17, 2022 | 7:00 PM

સુરતની અઠવાલાઈન્સ વિસ્તારમાં આવેલી એમટીબી કોલેજમાં થયેલ પેપર લીક મામલે આજે ફરી નર્મદ યુનિવર્સિટીમાં ABVP દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો. એમ.ટી.બી કોલેજના પ્રિન્સિપાલ ભાવના ચાંપાનેરી પર પરીક્ષા પૂર્વે પેપર લીક કરવાના આરોપ લગાવ્યા છે. જેને લઈ ABVP કાર્યકરો દ્વારા કુલપતિની ઓફિસ બહાર રામધુન બોલી ભાવના ચાંપાનેરીને પ્રિન્સીપાલ પદેથી હટાવવા અને દોષિતો સામે FIRની કરવાની માંગ સાથે યુનિવર્સિટીમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.જેને લઈ યુનિવર્સિટી પ્રશાસન દ્વારા તાત્કાલિક પ્રિન્સિપાલને દૂર કરી તેમના વિરુદ્ધ એફઆઈઆર કરવામાં માટે તજવીજ હાથ ધરાઈ છે.

ઓક્ટોબર મહિનામાં પરીક્ષા પૂર્વે બે દિવસ પહેલા એન.ટી.બી કોલેજના પ્રિન્સિપાલ ભાવના ચાપેનેરી દ્વારા પેપરના સીલ ખોલી લીક કર્યા હોવાના આરોપ એબીવીપી દ્વારા કરવામાં આવ્યા હતા. જોકે આ આરોપ સાબિત પણ થયા હતા.એબીવીપીએ આ મામલે ભારે વિરોધ દર્શાવ્યો હતો. વિરોધને પગલે વીર નર્મદ યુનિવર્સિટીએ કમિટીની રચના કરી ભાવના ચાંપાનેરીને સસ્પેન્ડ કરાવ્યા હતા. જ્યારે પેપર લીક મામલે 25 દિવસ વીતી ગયા છતાં વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નહીં હોવાના આરોપ એબીવીપી દ્વારા કરવામાં આવ્યા છે. ફરી યુનિવર્સિટી ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ધરણા કર્યા હતા.

એબીવીપીના કાર્યકરોએ મોટી સંખ્યામાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ દર્શાવી કુલપતિ ઓફિસ બહાર રામધૂન બોલાવી અને જુદા જુદા પ્રકારના સૂત્રોચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ સાથે એમટીબી કોલેજના પ્રિન્સિપાલ ભાવના ચાંપાનેરીને સસ્પેન્ડ જ નહીં, પરંતુ પ્રિન્સિપાલ પદેથી દૂર કરવા જોઈએ તેવી માંગ કરી હતી. એટલું જ નહીં પેપર લીક થયા હોવાની જ્યારે સાબિતી થઈ રહી છે ત્યારે આ એક ગંભીર ગુનો છે જેને લઈ આવા દોષિતો સામે પોલીસમાં ગુનો પણ નોંધાવો જોઈએ તેવી માંગ કરાઈ હતી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપી દ્વારા એમ ટી બી આર્ટસ કોલેજમાં થયેલા પેપર લીક કૌભાંડને લઈ ભારે વિરોધ કર્યો હતો. ABVPના 100થી વધુ કાર્યકરો અને વિદ્યાર્થીઓએ ભેગા થઈ ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.

નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર

આ અંગે એબીવીપીના મહામંત્રી મનોજ જૈને જણાવ્યું હતું કે એમટીબી આર્ટસ કોલેજમાં એક મહિના પહેલા યોજાયેલી પરીક્ષામાં પ્રિન્સિપાલ અને કેટલાક પ્રાધ્યાપકો દ્વારા આર્ટસના અનેક પેપરના પરીક્ષા પહેલા જ સીલ ખોલી દેવામાં આવ્યા હતા. જેની જાણ થતાં જ આ અંગે યુનિવર્સિટીમાં ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદ બાદ કમિટીની રચના થઈ અને તેમાં સાબિત થયું કે પેપર લીક થયા છે. જેને લઈ યુનિવર્સિટીની કમિટી દ્વારા માત્ર ભાવના ચાંપાનેરીને સસ્પેન્ડ જ કરવામાં આવ્યા હતા અને અન્ય કોઈ જ ગંભીર પગલાં ન લેવાતા ફરી વિરોધ કર્યો હતો અને પ્રિન્સિપાલને દૂર કરવા અને દોષિતો સામે FIR કરવાની માંગ સાથે વિરોધ કરવા યુનિવર્સિટી પહોંચ્યા હતા.

વિદ્યાર્થીઓના ઉગ્ર વિરોધને અને યોગ્ય માંગને લઈ યુનિવર્સિટીના કુલપતિ દ્વારા તાત્કાલિક એમટીબીના પ્રિન્સિપલ ને દૂર કરવાનો નિર્ણય કર્યો અને ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવવાની તજવીજ શરૂ કરી દીધી. જેને લઈ એબીવીપી દ્વારા કરવામાં આવેલું આંદોલન અને વિરોધ સમેટી લેવાયું હતું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">