Palsana : ખાદ્યતેલના ડબ્બા અને વેજીટેબલ ઘીની ચોરી કરનાર શખ્સોને કડોદરા પોલીસે પકડી પાડ્યા
ચોરી (Stealing ) ની ઘટના માં કોઈ જાણ ભેદુ હોવાની પોલીસ ને આશંકા હતી. તપાસ દરમિયાન બાતમીને આધારે કડોદરા નીલમ હોટેલ નજીકથી છ આરોપી ની ધરપકડ કરી લીધી હતી.
પલસાણા ના (Palsana ) ચલથાણના એક ખાદ્યતેલના (Oil ) વેપારીને ત્યાંથી ચોર 3 લાખ 50 હજારની કિંમતના 116 ખાદ્યતેલના બોક્ષ ચોરી ગયા. ચોરી કરવા આવેલા 4 શખ્સોએ પ્રથમ નજીકમાંથી ટેમ્પો ચોર્યો હતો ત્યાર બાદમાં ખાદ્યતેલના ગોડાઉનમાંથી ખાદ્યતેલના બોક્ષ ચોરીને ફરી ચોરેલો ટેમ્પો મૂકી ગયા હતા. જે મામલે કડોદરા પોલીસ એ ભેદ ઉકેલી છ આરોપીની ધરપકડ કરી લીધી હતી
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ ગામે મધુબન કોમ્પ્લેક્ષમાં આવેલ નિલેશ ટ્રેડર્સ નામની દુકાન આવેલી છે. જ્યાં ખાદ્યતેલના જથ્થાબંધ વેપારીને ત્યા રવિવારે મળસ્કે ચોરીની ઘટના બનતા ચકચાર મચી હતી. કોઈ અજાણ્યા વ્યક્તિઓએ 5 કિલોના અને બે કિલોના તેલના પેકિંગના 116 બોક્ષ ચોરી કરી ગયા હોવાનું બહાર આવ્યું હતુ .સીસીટીવી કેમરાની ફૂટેજ મળી આવતા ચાર જેટલા અજાણ્યા શખ્સો જોવા મળ્યા હતા. તમામ ઈસમો ચાલતા આવે છે અને સુગર ફેક્ટરીની સામે આવેલ મહાવીર કોર્પોરેશન નામની દુકાનની બહાર પાર્ક કરેલ આઇસર ટેમ્પોની ચોરી કરી હતી. જેમાં આ 116 કાર્ટૂન ખાદ્યતેલના ભર્યું હતું.
2.97 લાખનો મુદ્દામાલ જપ્ત :
ઘટના બાબતે ઘટના અંગે દિનેશ શાહે કડોદરા પોલીસ મથક માં ફરિયાદ આપી હતી. જોકે ચોરી ની ઘટના માં કોઈ જાણ ભેદુ હોવાની પોલીસ ને આશંકા હતી. તપાસ દરમિયાન બાતમી ને આધારે કડોદરા નીલમ હોટેલ નજીક થી છ આરોપી ની ધરપકડ કરી લીધી હતી. જ્યારે અન્ય બે ઈસમો ને વોન્ટેડ જાહેર કરાયા હતા. તમામ આરોપી પલસાણા ના સાઈપૂજન સોસાયટી તેમજ બલેશ્વર ના રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું. બલેશ્વર નો મોહમ્મદ અલતાફ એ ચોરી કરી બલેશ્વર ના ચાર સાથીદારો ને વેચાણ કરવા આપ્યું હતું. હાલ પોલીસે ખાદ્યતેલ તેમજ ઘી જથ્થો મળી 2.97 લાખ નો મુદ્દામાલ કબ્જે કર્યું હતું.
Input Credit Jignesh Mehta (Bardoli )