AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : ગણેશ વિસર્જન પહેલા SMC નહીં પણ પોલીસ કર્મીઓએ હટાવ્યા વીજ વાયર, સેફ્ટી વિના કામ કરતા અનેક સવાલ

હાલમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે સુરત શહેરમાં ગણેશ ઉત્સવની ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, તો બીજી તરફ ગણેશ વિસર્જનને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વિસર્જનને લઈને સુરતમાં તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 20 જેટલા કૃત્રિમ તળાવ પણ બનાવવામાં આવ્યા છે.

Surat : ગણેશ વિસર્જન પહેલા SMC નહીં પણ પોલીસ કર્મીઓએ હટાવ્યા વીજ વાયર, સેફ્ટી વિના કામ કરતા અનેક સવાલ
Baldev Suthar
| Edited By: | Updated on: Sep 26, 2023 | 12:07 PM
Share

Surat : ગણેશ વિસર્જનને (Ganesh Utsav) લઈને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સુરતમાં ગણેશ વિસર્જન યાત્રાને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તો બીજી તરફ આજે મહિધરપુરા વિસ્તારમાં વિસર્જન યાત્રાના રોડ પર આવતા વીજ વાયરો (Electric wire) મનપાના કર્મચારીઓ નહીં પરંતુ પોલીસના કર્મચારીઓ હટાવતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો-Jamnagar : ગરબાની પ્રેક્ટિસ દરમિયાન યુવકને આવ્યો હાર્ટએટેક,મિનિટોમાં જ મોત, જુઓ Video

કોઈ પણ જાતની સેફટી વિના પોલીસ કર્મીઓ વિસર્જન યાત્રામાં આવતા રૂટ પર વાયરો હટાવી રહ્યા હતા. જેને લઈને અનેક સવાલો ઊભા થયા છે જે કામ મનપાના કર્મચારીઓનું છે તે કામ પોલીસ કર્મીઓ કરતા જોવા મળ્યા હતા.

હાલમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે સુરત શહેરમાં ગણેશ ઉત્સવની ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, તો બીજી તરફ ગણેશ વિસર્જનને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વિસર્જનને લઈને સુરતમાં તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 20 જેટલા કૃત્રિમ તળાવ પણ બનાવવામાં આવ્યા છે.

સુરત શહેરમાં નીકળતી વિસર્જન યાત્રાને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ પણ હવે શરૂ કરવામાં આવી છે. દરેક સરકારી ખાતાના અધિકારીઓ તેમજ કર્મચારીઓ પોતાની ફરજ મુજબની કામગીરીઓમાં જોડાઈ ગયા છે, પરંતુ આજે મહિધરપુરા વિસ્તારમાં કંઈક અલગ જ જોવા મળ્યું હતું. અહીં મનપાના અધિકારીઓના સ્થાને

સુરતના ભાગળ વિસ્તાર કે જ્યાંથી મોટી સંખ્યામાં વિસર્જન યાત્રા નીકળે છે ત્યાં આજે ઓવરટેક કેબલ હટાવવાનું કે જેનું કામ સુરત મહાનગરપાલિકાનું આવે છે તે કામ પોલીસના કર્મચારીઓ કરતાં જોવા મળ્યા હતા એક તરફ આજે સુરત શહેરમાં વરસાદી માહોલ છે તો બીજી તરફ પોલીસ કર્મચારીઓ કોઈપણ જાતની સેફટી વિના વાયરો ખેંચતા નજરે ચડ્યા હતા ત્યારે મોટો સવાલ એ થાય છે કે જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ બીજી વાત એ છે કે જે કામ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓનું છે તે કામ હાલમાં સુરત પોલીસના જવાનો કરી રહ્યા છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
g clip-path="url(#clip0_868_265)">