AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતમાં આજે નાઈટ મેરેથોન, અડધો લાખ લોકો દોડશે

નો ડ્રગ્સ,(No Drugs ) સેફ-ફીટ અને સ્માર્ટ સિટી’ થીમ હેઠળ શહેર પોલીસ દ્વારા ગુજરાત સ્થાપના દિનની પૂર્વ સંધ્યાએ યોજાનાર નાઇટ મેરેથોન-2022 અંતર્ગત વિવિધ કેટેગરી માટે અંદાજે 40 હજાર જેટલાં રનરો જોડાવાના છે.

સુરતમાં આજે નાઈટ મેરેથોન, અડધો લાખ લોકો દોડશે
Night Marathon In Surat (File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2022 | 11:13 AM
Share

ગુજરાત (Gujarat) સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ સુરતમાં નાઈટ મેરેથોનનું (Night Marathon) આયોજન કરવામાં આવ્યું છે. શુક્રવારે સાંજ સુધીમાં અંદાજે 40 હજારથી વધુ દોડવીરોએ (Runners) સુરત મેરેથોનમાં સત્તાવાર રીતે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જોકે અન્ય દસ હજાર લોકો રજિસ્ટ્રેશન કર્યા વગર મેરેથોન ફેસ્ટીવલને માણવા માટે ઉમટશે અને દોડશે. ‘નો ડ્રગ્સ સેફ, ફિટ સ્માર્ટ સિટી”ના સંદેશા સાથે રમત-ગમત અને સાંસ્કૃતિક અને ગૃહ રાજયમંત્રી મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ શહેરના યુવાનો ડ્રગ્સના દુષણથી દૂર રહે અને તેઓ શારીરિક, માનસિક રીતે સ્વસ્થ અને સક્ષમ બને તેવા હેતુથી સુરત શહેર પોલીસ દ્વારા આજે તા.30 એપ્રિલના રોજ સાંજે 7 વાગે નાઈટ મેરેથોન-2022ને ફ્લેગ ઓફ આપવામાં આવશે. 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 21 કિલોમીટર એમ ત્રણ અલગ અલગ ઈવેન્ટ યોજવામાં આવી છે. મેરેથોનમાં વિજેતાઓને ઇનામો આપવામાં આવશે. જેમાં વિવિધ કેટગરીવાઈઝ રનર્સ માટે રૂ.13.50 લાખના ઈનામો આપવામાં આવશે.

 જુદી જુદી દોડ માટે જુદા જુદા રજિસ્ટ્રેશન

સુરત નાઇટ મેરેથોનમાં 10 કિમી  અને 21 કિમી માટે 2500થી વધારે દોડવીરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જ્યારે 5 કિમી માં 40 હજારથી પણ વધારે દોડવીરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. “નો ડ્રગ્સ,સેફ, ફિટ અને સ્માર્ટ સિટી’ થીમ હેઠળ મેરેથોન રૂટમાં આવતા તમામ સર્કલોને થીમબેઝ્ડ સુશોભિત કરાશે. મેરેથોનર્સની ચોકસાઈ માટે RFID ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. કાર્યક્રમ દરમ્યાન કલાકારોમાં પાર્થિવ ગોહિલ અને કિંજલ દવે સુરતીઓને મનોરંજન પૂરું પાડશે.

નાઈટ મેરેથોનને કારણે આ રસ્તાઓ ટ્રાફિક અવરજવર માટે બંધ રહેશે

  1. અઠવાગેટથી એસ. કે.નગર સુધીનો મેઈન રોડ (આવતા અને જતા) બન્ને તરફના મુખ્ય માર્ગ
  2. કેબલબ્રીજથી સ્ટારબજારથી એલ.પી. સવાણી રોડ પર સ્ટાર બજારથી રેવરડેલ એકેડમી), મેકડોનલ્ડ સર્કલ સુધીનો બન્ને તરફના મુખ્ય માર્ગ તથા
  3. રાહુલરાજ મોલ ચાર રસ્તાથી જોલી પાર્ટી પ્લોટ ચાર રસ્તા અને જોલી પાર્ટી પ્લોટ ચાર રસ્તાથી મગદલ્લા વાચ જંક્શન સુધીનો બન્ને તરફના મુખ્ય માર્ગ

14 રૂટો પર સિટી-બીઆરટીએસ બસ સેવાને ડાયવર્ઝન/બંધ

નો ડ્રગ્સ, સેફ-ફીટ અને સ્માર્ટ સિટી’ થીમ હેઠળ શહેર પોલીસ દ્વારા ગુજરાત સ્થાપના દિનની પૂર્વ સંધ્યાએ યોજાનાર નાઈટ મેરેથોન-2022 અંતર્ગત વિવિધ કેટેગરી માટે અંદાજે 40 હજાર જેટલા રનરો જોડાવાના છે. આ દરમિયાન નાઇટ મેરેથોન સ્પર્ધાના આયોજનને કારણે કેટલાંક રૂટો બંધ કરવામાં આવ્યા છે. તેથી મનપા તંત્ર દ્વારા પણ સિટી બસ અને બીઆરટીએસ બસના રૂટ ડાયવર્ટ કરવામાં આવશે અથવા કેટલાંક રૂટો બંધ કરવાનો નિર્ણય કરાયો છે.

કાંદીફળિયું અને જહાંગીરપુરાથી ગેલ કોલોની-વેસુ સુધીના રૂટની સિટી બસ સેવા પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ બંધ રાખવામાં આવશે, જ્યારે ઓએનજીસી કોલોનીથી સરથાણા નેચરપાર્ક, ઓએનજીસી કોલોનીથી કોસાડ ઇડબ્લ્યુએસ આવાસ, સુરત સ્ટેશનથી આભવા ગામ, સુરત સ્ટેશનથી જહાંગીરપુરા, ડ્રીમસિટી-ભાઠાથી સુરત સ્ટેશન, કોસાડ ગામથી યુનિવર્સિટી, અડાજણ જીએસઆરટીસીથી મોરાગામ, ઇસ્કોન સર્કલથી યુનિવર્સિટી સુધીના સિટીબસના રૂટને ડાયવર્ટ કરવામાં આવ્યા છે અથવા ટૂંકાવવામાં આવ્યા છે. મનપા દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો :સ્કૂલના એક શિક્ષકના ત્રાસથી પ્રિન્સિપાલએ કર્યો આપઘાત, પોલીસે શિક્ષક વિરુદ્ધ દુષ્પ્રેરણાનો નોંધ્યો ગુનો

આ પણ વાંચો :રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓ મૃત:પાય થવાની સ્થિતિમાં, 10 વર્ષમાં 1400 ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ, ચાલુ વર્ષે 80 શાળાઓએ બંધ કરવા DEOને અરજી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">