Acharya Movie Review in Gujarati : ફિલ્મની વાર્તા નબળી છે, પરંતુ ચિરંજીવી અને રામ ચરણના અભિનયથી ચાહકો પ્રભાવિત થયા
ફિલ્મ આચાર્યમાં (Acharya Movie) સુપરસ્ટાર પિતા-પુત્રની જોડી વિશે દર્શકોનો મંતવ્ય છે કે, રામ ચરણ અને ચિરંજીવીને દર્શકોને થિયેટરોમાં આકર્ષિત કરવા માટે સિલ્વર સ્ક્રીન પર એકસાથે લાવવામાં આવ્યા છે.
દર્શકોને ફિલ્મ નિર્માતા કોરાતલા શિવાની ફિલ્મ ‘આચાર્ય’ (Acharya Film) પાસેથી ઘણી અપેક્ષાઓ છે. તે જ સમયે, સાઉથ સુપરસ્ટાર ચિરંજીવી (Chiranjeevi) અને તેનો પુત્ર રામ ચરણ (Ram Charan Teja) ફિલ્મમાં સાથે સ્ક્રીન શેર કરી રહ્યા છે, તેથી ચાહકોની આ ફિલ્મ પ્રત્યે અપેક્ષાઓ બમણી થઈ ગઈ છે. આજે આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચુકી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે ફિલ્મ રિલીઝના એક સપ્તાહ બાદ તેને OTT પ્લેટફોર્મ પર ઉતારવામાં આવશે. આ ફિલ્મ એક અઠવાડિયા પછી એમેઝોન પ્રાઇમ પર જોવા મળી શકે છે.
માત્ર સાઉથ ઇન્ડિયા જ નહિ, આ સ્ટાર પિતા પુત્રની જોડી સમગ્ર ભારતમાં પણ એટલી જ લોકપ્રિય છે.
View this post on Instagram
શું છે ફિલ્મ આચાર્યની વાર્તા
આ વાર્તા, ત્રણ ગામ અને તેમાં રહેતા લોકોની છે જેઓ એકબીજા સાથે પ્રેમ અને વિશ્વાસથી બંધાયેલા છે. આ ગામ ‘ધર્મસ્થલી’, ‘સિદ્ધવનમ’ અને ‘પદ્મખ્તમ’ વચ્ચે પ્રેમ અને એકતા દર્શાવે છે. હવે ધર્મસ્થલીમાં એક મંદિર છે જે બસવા હેઠળ છે. બોલિવૂડ લોકપ્રિય એક્ટર સોનુ સૂદ ફિલ્મમાં બસવાનું પાત્ર ભજવી રહ્યો છે. મંદિર બસવાના કબજામાં હોવાથી તે પોતાની રીતે ચલાવે છે. તે અત્યાચારી વ્યક્તિ છે. પદ્મખ્તમ ગામના લોકો આયુર્વેદિક જીવન સાથે જોડાયેલા છે, પરંતુ તેમને આ મંદિરમાં આવવાની પરવાનગી નથી.
View this post on Instagram
હવે આવી પરિસ્થિતિમાં, તે આચાર્યના હાથમાં છે કે તેઓ તેમના અધિકારો માટેની લડાઈમાં લોકોને કેવી રીતે સમર્થન આપે છે. ચિરંજીવી આ ફિલ્મમાં આચાર્યના રોલમાં છે અને રામ ચરણ સિદ્ધના રોલમાં છે. ફિલ્મમાં આ બધી ઘટનાઓની વચ્ચે સિદ્ધની એન્ટ્રી કેવી રીતે થાય છે તે જોવું રસપ્રદ રહે છે.
સમીક્ષા અને અભિનય
પિતા-પુત્રની જોડીને સિલ્વર સ્ક્રીન પર એકસાથે જોવી એ એક અલગ જ અનુભવ છે. દિગ્ગજ અભિનેતા ચિરંજીવીની વાત અનોખી છે. રામ ચરણ પણ સિલ્વર સ્ક્રીન પર અદ્ભુત દેખાઈ રહ્યો છે. પરંતુ, આ ફિલ્મ ઘણી બાબતોમાં નબળી છે. શિવાની ફિલ્મ આચાર્ય જોઈને તેની જૂની 4 ફિલ્મોનું કામ વધુ સારું લાગે છે. આવી પરિસ્થિતિમાં તેમની ફિલ્મ આચાર્ય અન્ય ફિલ્મોની સરખામણીમાં નબળી સાબિત થઈ રહી છે, એમ કહેવું ખોટું નહીં હોય. ફિલ્મની વાર્તાથી દિગ્દર્શન સુધી નાની-નાની ખામીઓ છે. પટકથા ખૂબ નબળી છે. ફિલ્મમાં કેટલાક એવા દ્રશ્યો છે જેને વધુ રસપ્રદ બનાવી શકાયા હોત, પરંતુ તેમ કરવામાં આવ્યું નથી.
View this post on Instagram
ફિલ્મમાં માત્ર એક જ ખાસિયત બાકી છે કે રામચરણ અને ચિરંજીવી પડદા પર સાથે જોવા મળી શકે છે. દર્શકો તેમના મનપસંદ સ્ટાર્સને જોવા માટે ચોક્કસપણે થિયેટરોમાં આવશે. ફિલ્મમાં બંજારા ગીત સેકન્ડ હાફમાં છે, જ્યાંથી રામ ચરણનું એટલે કે સિદ્ધનું અસલી કામ શરૂ થાય છે. ફિલ્મના કેટલાક એવા દ્રશ્યો છે જે દર્શકોને પસંદ આવી રહ્યા છે, જો કે, તે આંગળીના વેઢે ગણી શકાય એટલા જ છે. આ ફિલ્મ 2.5 સ્ટાર જ મેળવી શકી છે, જે દર્શાવે છે કે ફિલ્મ એકંદરે ખુબ નબળી સાબિત થઇ છે.