Surat પોલીસની મોટી સફળતા, ઓપરેશન ઘોસ્ટ હેઠળ અસંખ્ય ગુનામાં ફરાર આરોપીને બિહારથી ઝડપ્યો

|

Jun 24, 2022 | 9:06 PM

સુરત (Surat) ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બિહારમાં ઓપરેશન કરીને ઝડપી પાડ્યો છે પ્રવીણ રાઉત સુરત પોલીસ ચોપડે વર્ષ 2018 થી વોન્ટેડ હતો. આ પકડાયેલ આરોપી અગાઉ 17 જેટલા ગુનાઓ માં પકડાયેલ હતો અને હાલમાં 4 ગુનાઓ માં વોન્ટેડ હતો

Surat પોલીસની મોટી સફળતા, ઓપરેશન ઘોસ્ટ હેઠળ અસંખ્ય ગુનામાં ફરાર આરોપીને બિહારથી ઝડપ્યો
Surat Crime Branch Nabbed Fugitive Accused From Bihar

Follow us on

ગુજરાતના સુરતમાં(Surat)હત્યા, ખંડણી અને લૂંટ સહિતના અનેક ગુનાઓનો કુખ્યાત આરોપીને(Accused)પકડી પાડવામાં માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ(Crime Branch)દ્વારા સતત 12 દિવસ ઓપરેશન હાથ ધર્યું હતું અને પોલીસને સફળતા મળી છે. જેમાં ઓપરેશન ઘોસ્ટ હેઠળ અગાઉ ખુન,ખુનની કોશીષ ધાડ, લુંટ, ખંડણી ઉઘરવવા જેવા ગુનામાં પક્ડાયેલ અને છેલ્લા છ વર્ષથી નાસતો ફરતો કુખ્યાત આરોપી પ્રવિણ રાઉતની બિહારથી ધરપકડ કરીને સુરત ક્રાઇમ બ્રાન્ચમાં લાવવામાં આવ્યો છે. આ પકડાયેલ આરોપી પ્રવીણ સુરતની ગુનાખોરી ની દુનિયામાં મોટું નામ ધરાવે છે બિહારના નાલંદા ખાતે છુપાયો હોવાની મળી હતી બાતમી સુરત ક્રાઇમ પોલીસને મળી હતી.જેમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એમ. એલ સાળુકે અને પીએસઆઇ પઠીયાર અને સીંધાની ટીમ દ્વારા આ આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે.

બિહાર ખાતે પણ લૂંટનો ગુનો દાખલ છે

આ બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બિહારમાં ઓપરેશન કરીને ઝડપી પાડ્યો છે પ્રવીણ રાઉત સુરત પોલીસ ચોપડે વર્ષ 2018 થી વોન્ટેડ હતો. આ પકડાયેલ આરોપી અગાઉ 17 જેટલા ગુનાઓ માં પકડાયેલ હતો અને હાલમાં 4 ગુનાઓ માં વોન્ટેડ હતો.હત્યાની કોશીશ, ધાડ, લૂંટ અને ખંડણી ના ગુના માં વોન્ટેડ હતો. આ આરોપી સામે બિહાર ખાતે પણ લૂંટ નો ગુનો દાખલ છે. મહત્વનું એ છે કે સુરત કામરેજ પોલીસ દ્વારા છેલ્લા ઓપરેશન પાછળ સતત એક મહિનાથી કામ કરવામાં આવી રહ્યું હતું અને છેલ્લા પંદર દિવસથી સુરત ક્રાઈમ બ્રાન્ચ નથી એ સૌની અલગ અલગ ટીમ ની અંદર રોકાઈ અલગ અલગ દેશની અંદર વોચ ગોઠવી હતી અને આખરે આ ઓપરેશન પાર પાડ્યું

સુરત પોલીસની ટીમે વેશપલટો કરી ઓપરેશન પાર પાડ્યું

આ પકડાયેલ આરોપી પ્રવિણએ વર્ષ 2015 માં મર્ડર કર્યા બાદ પોતાનું વર્ચસ્વ જમાવવાનું શરૂ કર્યું હતું.બિહારના ગરીબ વર્ગ અને ખેડૂતોના નામે સીમકાર્ડ લઈ ને ખંડણી માંગતો હતો ત્યારે સુરત પોલીસ માટે આરોપીને પકડવા માટે એક મોટો ચેલેન્જ હતો.આ માટે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઓપરેશન ઘોસ્ટ શરૂ કરાયું હતું.પ્રવીણને પકડવા માટે પોલીસની ટીમ વેશ પલટો કરીને તેમજ તેના ગામમાં લારી ચલાવીને નજર રાખતી હતી.બહુ જ સિફતપૂર્વક આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

આ પકડાયેલ આરોપી લોકોને ધાકધમકી આપીને પૈસાની ઉઘરાણી કરતો હતો.ગુનેગારની બીકના લીધે લોકો ફરિયાદ કરતા ન હતા. મહત્વની વસ્તુએ પણ સામે આવી છે કે આ પ્રવીણ નામનો વ્યક્તિ કોઈ એક-બે નહીં પણ સુરત અને દક્ષિણ ગુજરાતની જે માથાભારે છાપ ધરાવતી ગેંગ સાથે સતત કોન્ટેક્ટમાં રહેતો હતો.

 

Published On - 8:55 pm, Fri, 24 June 22

Next Article