સુરતવાસીઓ સાવધાન : કોરોના કેસોએ સદી ફટકારી, ફરી એકવાર એક્ટીવ કેસ 639 ને પાર પહોંચ્યા

સુરતમાં (Surat) કોરોનાએ સદી વટાવી 100 નો આંકડો પાર કર્યો છે. શહેર-ગ્રામ્યમાં એક્ટિવ કેસોના વધારા સાથે 639 એક્ટિવ કેસો(Corona active case)  થયા છે. જ્યારે તેની સામે 76 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

સુરતવાસીઓ સાવધાન : કોરોના કેસોએ સદી ફટકારી, ફરી એકવાર એક્ટીવ કેસ 639 ને પાર પહોંચ્યા
Increase Corona Cases in surat
Parul Mahadik

| Edited By: Mamta Gadhvi

Jul 02, 2022 | 9:23 AM

Surat News : શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના(Corona case)  નવા 85 અને ગ્રામ્યમાં 18 કેસો સામે આવ્યા છે. એ સાથે સુરતમાં કોરોનાએ સદી વટાવી 100 નો આંકડો પાર કર્યો છે. શહેર-ગ્રામ્યમાં એક્ટિવ કેસોના વધારા સાથે 639 એક્ટિવ કેસો (Corona active case) થયા છે. જ્યારે તેની સામે 76 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.કોરોનાના કેસો ધીમી ગતિએ વધી રહ્યા છે. પરંતુ જોખમ વધતા શહેરીજનોએ ચેતી જવાની જરૂર છે. શહેરમાં કોરોનાના નવા 85 કેસો(Covid 19) સામે આવ્યા છે. જેમાં અઠવામાં 17, રાંદેરમાં 16, લિંબાયતમાં 14, કતારગામમાં 11 ,વરાછા-બીમાં 9, વરાછા-એમાં 7, સેન્ટ્રલમાં 5, ઉધના-એમાં 5 અને સૌથી ઓછા ઉધના-B માં 1 કેસ નોંધાયો છે. જેની સામે સુરતના 59 દર્દીઓએ કોરોનામાં રાહત મેળવી છે.

કોરોનાના એક્ટિવ કેસમાં ધરખમ વધારો

હાલ શહેરમાં એક્ટિવ કેસોની સંખ્યા 534 પર પહોંચી છે. જેમાં 13 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. નવા કેસમાં ત્રણ વિદ્યાર્થીઓ, પ્રિન્સિપાલ, ટીચર, ડોક્ટર, વેપારીઓનો પણ સમાવેશ થાય છે.બીજી તરફ ગ્રામ્યમાં શુક્રવારે 07 કેસોનો વધારો થતા 18 નવા કેસો સામે આવ્યા છે. જેમાં બારડોલી અને મહુવા તાલુકામાં 04-04, ઓલપાડ તાલુકામાં 03, ચોર્યાસી, પલસાણા અને કામરેજ તાલુકામાં 02-02 અને માંગરોળ તાલુકામાં 01 કેસનો નોંધાયો હતો. ગ્રામ્યમાં (Surat District) એક્ટિવ કેસોની સંખ્યા 95 પર પહોંચી છે. ત્યારે 17 દર્દીઓએ કોરોનામાં રાહત મેળવી છે.

જગન્નાથજીની યાત્રામાં શહેરીજનોએ કોરોનાને આમંત્રણ આપ્યુ

સુરત શહેરમાં ચાર થી પાંચ જગ્યાએથી જગન્નાથજીની યાત્રાનો (Jagannath Yatra) પ્રારંભ થયો હતો. જેમાં સુરતીવાસીઓએ સેંકડોની સંખ્યામાં ભાગ લીધો હતો. લોકો એવા મંત્રમુગ્ધ બન્યા કે કોરોનાવાયરસ છે કે નહીં તેનું પણ ભાન ભૂલી ગયા હતા. સુરતીવાસીઓ કોરોનાના ગાઇડલાઇનના ધજાગરા ઉડાવીને માસ્ક નહીં પહેરી અને સોશિયલ ડિસ્ટન્સિંગના અભાવને કારણે રોડ-રસ્તા પર ઉતરી આવ્યા હતા. આવા દ્રશ્યોને કારણે શહેરીજનો ખૂદ કોરોનાને આમંત્રણ આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati