Weather Update : સુરત અને વલસાડ સહિતના શહેરોમાં વરસાદ નવરાત્રીની બગાડી શકે છે મજા, જાણો તમારા શહેરનું હવામાન

|

Sep 26, 2022 | 7:45 AM

કચ્છમાં સતાવાર રીતે ચોમાસાએ (Monsoon 2022) વિદાય લીધી છે.જો કે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ક્યાંક વરસાદી (Rain) ઝાપટા તો ક્યાંક ગરમીના પારામાં વધારો જોવા મળી રહ્યો છે.

Weather Update : સુરત અને વલસાડ સહિતના શહેરોમાં વરસાદ નવરાત્રીની બગાડી શકે છે મજા, જાણો તમારા શહેરનું હવામાન
Gujarat Weather

Follow us on

ગુજરાતમાં (Gujarat) ચોમાસુ હવે વિદાય લેવાની તૈયારીમાં છે.ત્યારે જતા-જતા પણ મેઘરાજા મહેરબાન છે. કચ્છમાં સતાવાર રીતે ચોમાસાએ (Monsoon 2022) વિદાય લીધી છે.જો કે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ક્યાંક વરસાદી (Rain) ઝાપટા તો ક્યાંક ગરમીના પારામાં વધારો જોવા મળી રહ્યો છે.આજે ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્રના(Saurashtra) મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન વધવાની શક્યતા છે.

અમદાવાદીઓ આજે બફારનો અનુભ કરશે

જો આજના હવામાનની વિગતવાર વાત કરીએ તો 26 સપ્ટેમ્બર એ અમદાવાદમાં (Ahmedabad) ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 35 રહેશે. તેમજ દિવસ દરમિયાન વરસાદની કોઈ સંભાવના નથી.અમરેલીમાં ન્યૂનતમ તાપમાન 23 અને મહતમ તાપમાન 33 રહેશે.તેમજ વરસાદ થવાની શક્યતા કોઈ શક્યતા નથી. તો આણંદમાં (Anand)વરસાદના કોઈ એંધાણ નથી.જ્યાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 34 રહેશે.જો ઉતર ગુજરાતમાં અરવલ્લીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 34 રહેશે.તો વરસાદની શક્યતા નહિવત છે.બનાસકાંઠામાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 34 રહેશે.તેમજ વાદળછાયુ વાતાવરણ રહેશે.ઉપરાંત ભરૂચમાં (Bharuch) ન્યૂનતમ તાપમાન 23 અને મહતમ તાપમાન 33 રહેશે.તેમજ દિવસ દરમિયાન વરસાદની કોઈ શકયતા નથી.ગાંધીનગરની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 32 રહેશે. તેમજ દિવસ દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી.

ખેડાની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 35 રહેશે.તો દિવસ દરમિયાન વરસાદના કોઈ એંધાણ નથી. બીજી તરફ મહીસાગરમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 34 રહેશે.જ્યાં બફારાનો અનુભવ થશે.મધ્ય ગુજરાતમાં મહેસાણામાં(Mehsana) ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 35 રહેશે.અને વરસાદની કોઈ સંભાવના નથી.તો મોરબીમાં પણ ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 34 રહેશે.જ્યારે દિવસ દરમિયાન વરસાદની કોઈ સંભાવના નથી.તો નર્મદામાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 32 નોંધાશે.તેમજ વાદળછાયુ વાતાવરણ રહેશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

બીજી તરફ છોટાઉદેપુરમાં ન્યૂનતમ તાપમાન 23 અને મહતમ તાપમાન 32 રહેશે. તો દિવસ દરમિયાન હળવો વરસાદ પડી શકે છે. દાહોદમાં ન્યૂનતમ તાપમાન 23 અને મહતમ તાપમાન 32 રહેશે.તેમજ વાદળછાયુ વાતાવરણ રહેશે. તો દક્ષિણ ગુજરાતમાં ડાંગની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 21 અને મહતમ તાપમાન 27 રહેશે.તેમજ ભારે વરસાદની સંભાવના છે. જો દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 32 રહેશે, તેમજ વરસાદની શક્યતા ઓછી છે.

સૌરાષ્ટ્રમાં જુનાગઢ સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના

જો સૌરાષ્ટ્રમાં રાજકોટની વાત કરીએ તો ન્યૂનમત તાપમાન 23 અને મહતમ તાપમાન 33 નોંધાશે.ઉપરાંત દિવસ દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી.ગીર સોમનાથમાં (Gir somnath) ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 29 રહેશે.જો સૌરાષ્ટ્રમાં જામનગરના (jamnagar) હવામાનની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 32 રહેશે.તેમજ દિવસ દરમિયાન વરસાદના કોઈ એંધાણ નથી. જ્યારે જુનાગઢમાં ન્યૂનતમ તાપમાન 22 અને મહતમ તાપમાન 31 રહેશે તેમજ હળવા વરસાદની સંભાવના છે. જ્યારે કચ્છમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 34 રહેશે, તેમજ દિવસ દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી.ભાવનગરની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 32 રહેશે. તેમજ દિવસ દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી.તો બોટાદમાં (Botad) ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 34 રહેશે. સુરેન્દ્રનગરમાં (Surendranagar) ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 35 નોંધાશે.

દક્ષિણ ગુજરાતના આ શહેરોમાં મેઘાના એંધાણ

બીજી તરફ દક્ષિણ ગુજરાતના સુરતમાં પણ મધ્યમ વરસાદની શક્યતા છે. નવસારીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 30 નોંધાશે.તેમજ દિવસ મધ્યમ વરસાદની સંભાવના છે. તો પંચમહાલમાં ન્યૂનતમ તાપમાન 45 અને મહતમ તાપમાન 33 રહેશે,તેમજ વરસાદની શક્યતા નહિવત છે.પાટણમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 34 નોંધાશે, તો દિવસ દરમિયાન બફારાનો અનુભવ થશે. પોરબંદરમાં (Porbandar) ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 30 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન વરસાદ થવાની શકયતા ઓછી છે.

તો સાબરકાંઠામાં ન્યૂનમત તાપમાન 24 અને મહતમ તાપમાન 34 નોંધાશે.તેમજ વાદળછાયુ વાતવારણ રહેશે.તો તાપીમાં ન્યૂનમત તાપમાન 23 અને મહતમ તાપમાન 30 નોંધાશે.તેમજ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.જો વડોદરાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 33 નોંધાશે,તો વરસાદ થવાની સંભાવના નથી. વલસાડમાં ન્યૂનમત તાપમાન 24 અને મહતમ તાપમાન 29 નોંધાશે,તેમજ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

(નોંધ : આ માત્ર પ્રાથમિક અનુમાન છે,તેમાં ફેરફાર આવી શકે છે.)

Published On - 6:44 am, Mon, 26 September 22

Next Article