સુરતમાં પતિએ કરી પત્નીની હત્યા, હોસ્પિટલમાં પત્નીને મુકી ફરાર પતિની ધરપકડ

સુરતમાં(Surat) ઇરફાન કોઇ કામધંધો કરતો ન હોવાથી પત્ની આફરીન સાથે વારંવાર ઝઘડો થયા હતો. આફરીન ઇરફાનને કામધંધો કરવા માટે કહેતી હતી, પરંતુ ઇરફાન કામે જતો ન હતો અને આફરીનની સાથે ઝઘડો કરી માર મારતો હતો. જેથી ગુસ્સામાં આવીને પતિ ઇરફાને પત્ની આફરીનની ગળું દબાવીને હત્યા કરી હતી.

સુરતમાં પતિએ કરી પત્નીની હત્યા, હોસ્પિટલમાં પત્નીને મુકી ફરાર પતિની ધરપકડ
Surat Police Arrest Murder Accused
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Jul 02, 2022 | 5:57 PM

સુરતમાં(Surat)ભરીમાતા રોડ ઉપર રહેતો યુવક કામ નહીં કરતા તેની પત્ની સાથે વારંવાર ઝઘડો થયા હતો જેમાં પતિ પત્ની સાથે ઝઘડો કરીને તેનું ગળુ દબાવી હત્યા(Murder)કરી નાંખી ફરાર થઇ ગયો હતો.આ બાબતે ચોક બજાર પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પતિની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. જેમાં સુરતના ફૂલવાડી ભરીમાતા રોડ ઉપર મન્નત એપાર્ટમેન્ટમાં રહેતા ઇરફાન શેખ ઇશાક શેખના લગ્ન સલાબતપુરામાં ભાઠેના પાસે રઝાનગરમાં રહેતા આફરીન ઇરફાન શેખની સાથે થયા હતા. ઇરફાન કોઇ કામધંધો કરતો ન હોવાથી પત્ની આફરીન સાથે વારંવાર ઝઘડો થયા હતો. આફરીન ઇરફાનને કામધંધો કરવા માટે કહેતી હતી, પરંતુ ઇરફાન કામે જતો ન હતો અને આફરીનની સાથે ઝઘડો કરી માર મારતો હતો.

ડોક્ટરો આફરીનને મૃત જાહેર કરી હતી

આ બંને વચ્ચેનો ઝઘડો વધી જતાં પરિવારના સભ્યોએ સમાધાન પણ કરાવ્યું હતું. ત્યાં બે દિવસ પહેલા ફરીવાર કામધંધાની બાબતે પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થઇ હતી. ઇરફાને આફરીનનું ગળુ દબાવીને હત્યા કરી નાંખી હતી. ઘરમાં ઝઘડાનો અવાજ આવતા પાડોશમાં રહેતા આફરીનના ફોઇ તાત્કાલીક ઘરે આવી ગયા હતા. આફરીનના ફોઇ અને ઇરફાન બંને આફરીનને નજીકની પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા, જ્યાં ડોક્ટરો આફરીનને મૃત જાહેર કરી હતી.

આ પણ વાંચો

પોલીસે ઇરફાન શેખની સામે ગુનો નોંધી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા

જ્યારે મોત શબ્દ સાંભળીને તરત જ ઇરફાન ત્યાંથી ભાગી છૂટ્યો હતો. આફરીનના ફોઇએ આફરીનના માતા-પિતાને જાણ કરીને તેઓને હોસ્પિટલ બોલાવ્યા હતા. આફીરનની ડેડબોડીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવતા તેણીને ગળુ દબાવીને હત્યા કરાઇ હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવ અંગે ચોકબજાર પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ઇરફાન શેખની સામે ગુનો નોંધી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. આમ ચોક બજાર પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડી જેલ હવાલે કર્યો છે જેમાં પત્ની સાથે અવારનવાર ઝઘડાઓ થતા હોવાને લઇ ઘરમાં માથાકૂટ થતી હતી જેથી આખરે તેને કંટાળીને પત્નીનું ગાળું દબાવીને હત્યા કરી દીધી હતી હાલ ચોક બજાર પોલીસે આરોપીની ધરપકડ કરી વધી તપાસ હાથ ધરી છે.

Latest News Updates

ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
g clip-path="url(#clip0_868_265)">