AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતની SBI બેકમાં ધોળા દિવસે લોકોની વચ્ચે એક ઈસમે કરી રોકડની ચોરી

સુરતમાં ધોળા દિવસે SBI બેંકમાં ચોરીની વારદાત બની છે. એક ઇસમે કેશિયરની નજર ચુકવી રૂપિયાના ડ્રોઅરમાંથી ચોરી કરી ફરાર થયો છે. જોકે આ શખ્સ સીસીટીવીમાં કેદ થયો છે.

સુરતની SBI બેકમાં ધોળા દિવસે લોકોની વચ્ચે એક ઈસમે કરી રોકડની ચોરી
In SBI Bank of Surat, one of the people stole cash during the day
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 08, 2022 | 5:46 PM
Share

સુરતના મોરાભાગળ સ્થિત SBI બેંકની શાખામાં મહિલા કેશીયર બેંકની બાજુમાં સીડીએમ મશીનમાં જતા વેંત અજાણ્યા માસ્કધારી યુવાને કેશીયરની કેબીનમાંથી રોકડા 1.93 લાખ લઈને રફુચક્કર થઇ જતા રાંદેર પોલીસ (police) દોડતી થઇ ગઇ હતી. પોલીસે CCTV ફુટેજના આધારે ચોરને પકડવા માટેની કામગીરી હાથ ધરી છે.

શહેરના મોરાભાગળ સ્થિત SBI બેંકની શાખામાં કલાર્ક તરીકે ફરજ બજાવતા અને 112, નુતન રો હાઉસ, વિદ્યાકુંજ સ્કૂલની પાસે, પાલનપુર જકાતનાકા, વિમલાબેન વિજય પટેલ રાબેતા મુજબ જ બુધવારના રોજ બેંકમાં ગયા હતા. પોતાની કેબીનમાં જઇ ડ્રોઅરમાંથી રોકડા 5 લાખ રૂપિયા કાઢી ટેબલ પર મુકયા હતા. ત્યાર પછી તેઓ બેંકની બાજુમાં આવેલા સીડીએમ મશીન પાસે ચાલ્યા ગયા હતા. જયાં બેંકના ખાતેદારે આવી કહ્યું હતું કે, મેડમ તમારા ડ્રોઅરમાંથી કંઇક ગયું હોય તેવું લાગે છે. જેને કારણે વિમલાબેન તુરંત જ પોતાની કેબીનમાં દોડી ગયા હતા. અને ત્યાં ચેક કરતા 5 લાખ રૂપિયા ગાયબ હતા. જેથી વિમલાબેન તરત જ બેંકના CCTV ફૂટેજ જોતા અંદાજે 35 વર્ષીય યુવાન કેશિયર કેબીનની અંદર આવી ડ્રોઅર ખોલી તેમાં મુકેલા રોકડા 1.93 લાખ રૂપિયા કાપડની થેલીમાં મુકીને લઇ જતો. અને બેંકમાંથી ઝડપથી બહાર જતા નજરે ચડ્યો હતો. રાંદેર પોલીસની તપાસમાં રોકડ રૂપિયા લઈને જવામાં એક નહીં. પરંતુ ચારથી પાંચ જણા હોવાનું અને ત્રણથી ચાર રીક્ષા બદલી કામરેજ સુધી પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે.

જે રીતે સુરતના એસબીઆઇ બેન્કની અંદર લોકોની ભીડ વચ્ચે આ ઈસમ પહેલેથી જ જાણે રેકી કરી ચોરીને અંજામ આપ્યો છે. જેમાં એસબીઆઇ બેન્કની અંદરથી 1.96 લાખ રોકડા રૂપિયા કેશિયરને છેતરી અને ચોરી કરી છે તે બાબત ગંભીર છે. કારણ કે આ રીતે બેન્કની અંદર પણ બેન્કો દ્વારા પણ સાવચેતી રાખવી મહત્વની જરૂરી બન્યું છે. કારણકે બેન્કની અંદર રોકડ રૂપિયા અને મોટો વ્યવહાર થતો હોય છે. ખાસ કરીને ટેક્સટાઇલ માર્કેટ, ડાયમંડ યુનિટો નજીક આવેલી બેન્કની અંદર આવી ઘટના ન બને તે માટે ખાસ કરીને બેંકના મેનેજરોએ સાવચેતી રાખવી મહત્વની છે. અને પોલીસ દ્વારા પણ આ બાબતે આજે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :નવો બ્રિજ: 15 જૂન સુધીમાં સુરતને મલ્ટીલેયર બ્રિજની ભેંટ મળે તેવી શક્યતા, આરઓબી પર 9 ગર્ડર મુકવાની કામગીરી પૂર્ણ

આ પણ વાંચો :સુરત પોલીસે ગુજરાતનું સૌથી પહેલું ભવિષ્ય કેન્દ્ર શરૂ કર્યુ, પોલીસ પરિવારના બાળકોને કારકિર્દી માર્ગદર્શન અપાશે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">