7 મહિના બાદ ફરી શરૂ થશે હજીરા-દીવ ક્રુઝ સર્વિસ, કસીનો અને નાઈટ ક્લબ જેવી સુવિધાઓ મળશે, જાણો એક વ્યક્તિનું કેટલું ભાડું થશે ?
Hazira Diu Cruise service : હજીરા-દીવ-હાજીરાની ક્રુઝ સેવા 31 માર્ચ-2021થી શરૂ કરવામાં આવી હતી. જે બાદ એપ્રિલથી કોરોનાના કેસ વધ્યા બાદ આ સેવા બંધ કરવામાં આવી હતી.
સુરતના હજીરા પોર્ટ (Hazira) પરથી દીવ (Diu) માટે ક્રુઝ સેવા (Cruise service) ફરી શરૂ થવા જઈ રહી છે. હજીરા-ઘોઘા રો-રો પેક્સની રજૂઆતના 7 મહિના બાદ મુંબઈ મેઇડન (Mumbai Maiden) આગામી 5મી નવેમ્બરથી હજીરા-દીવ-હાજીરા ક્રૂઝ શરૂ કરી રહી છે. તેમાં કસિનો, નાઇટ ક્લબ, રેસ્ટોરન્ટ સહિતની ઘણી સુવિધાઓ પણ હશે. આ ક્રુઝ સેવાની શરૂઆતમાં વ્યક્તિ દીઠ 900 રૂપિયા ભાડું નક્કી કરવામાં આવ્યું હતું.
હજીરા-દીવ-હાજીરા ક્રૂઝ 31 માર્ચ, 2021 થી શરૂ કરવામાં આવી હતી, પરંતુ એપ્રિલથી કોરોનાના કેસ વધ્યા પછી તેને બંધ કરવામાં આવી હતી. મુંબઈ મેઇડનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ક્રૂઝમાં વોડકા જેવી બિયર, વ્હિસ્કી, વાઇન અને ડ્રીંક પણ હશે. આ સાથે તેમાં કસિનો, નાઈટ ક્લબ, રેસ્ટોરન્ટ અને હોટલ જેવી સુવિધાઓ પણ હશે.
મંત્રી મનસુખ માંડવીયાએ ક્રુઝ રવાના કરી હતી 31 માર્ચે મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandaviya)એ ઈલેક્ટ્રોનિક રીતે ક્રુઝ સેવાને ફ્લેગ ઓફ કરી હતી. મનસુખ માંડવિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે જળ પરિવહન એ પરિવહનનું નવું ભવિષ્ય છે. કેન્દ્ર સરકાર ભારતીય દરિયાકાંઠા પર ક્રુઝ પ્રવાસન ઉદ્યોગ માટે વિશાળ સંભાવના ધરાવે છે અને ભારતના પશ્ચિમ કિનારા મુંબઈ, ગોવા, કોચી અને પૂર્વ કિનારે વિશાખાપટ્ટનમ, કોલકાતા, ચેન્નાઈ બંને પર 6 આંતરરાષ્ટ્રીય ક્રુઝ ટર્મિનલ સ્થાપવાનું આયોજન કરી રહી છે.
જળ પરિવહન એ પરિવહનનું નવું ભવિષ્ય છે મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે 2014 પહેલા ભારતીય બંદરો પર માત્ર 139 ક્રૂઝ સેવાઓ કાર્યરત હતી, પરંતુ કોવિડ-19 મહામારી છતાં આજે આપણી પાસે દેશમાં 450 ક્રુઝ સેવાઓ છે. મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે 2014 થી ક્રુઝ સેવા દ્વારા પ્રવાસ કરનારા પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થયો છે. 2014 પહેલા ક્રુઝ સર્વિસ દ્વારા પ્રવાસ કરનારા પ્રવાસીઓની સંખ્યા એક લાખ હતી અને 2019-20માં આ પ્રવાસીઓની સંખ્યા વધીને 4.5 લાખ થઈ ગઈ છે.
મનસુખ માંડવીયાએ દક્ષિણ ગુજરાત અને ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તાર વચ્ચે ફેરી, RO-RO અને રો-પેક્સ સેવાઓના વિકાસ અંગે આશાવાદ વ્યક્ત કરતા કહ્યું કે, અત્યાધુનિક ફેરી ટર્મિનલ અને ક્રુઝ સેવામાં આધુનિક સુવિધાઓ સાથેનું જળ પરિવહન, પરિવહનનું નવું ભવિષ્ય છે.
આ પણ વાંચો : કાળાબજારીઓ સામે લાલ આંખ : ખાતરની કાળાબજારી કરનારાઓ સામે મનસુખ માંડવીયાએ કાર્યવાહીની ચેતવણી આપી
આ પણ વાંચો : સુરતમાં સૌથી નાની વયના બ્રેઈનડેડ બાળકના હૃદય સહીતના અંગોનું દાન, મુંબઈ અને ચેન્નઈ સુધી ગ્રીન કોરીડોર બનાવાયો