AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત પોલીસે કરી કમાલ : સુરતમાં તૈયાર કરાયેલું AI ટૂલ દેશભરમાં સાયબર ક્રાઇમના ગુનાઓ પર નિયંત્રણ લાવશે

AI Sanchaar Saathi: સાયબર ક્રાઈમ સરકાર માટે માથાનો દુખાવો બની ગયો છે. હવે સરકારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા તેનો સામનો કરવાની તૈયારી કરી લીધી છે. સરકાર દ્વારા ટૂંક સમયમાં સંચાર સાથી પોર્ટલ પર આ સુવિધા શરૂ કરવામાં આવશે.

ગુજરાત પોલીસે કરી કમાલ : સુરતમાં તૈયાર કરાયેલું AI ટૂલ દેશભરમાં સાયબર ક્રાઇમના ગુનાઓ પર નિયંત્રણ લાવશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2024 | 9:01 AM
Share

સાયબર ક્રાઈમ સરકાર માટે માથાનો દુખાવો બની ગયો છે. હવે સરકારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા તેનો સામનો કરવાની તૈયારી કરી લીધી છે. સરકાર દ્વારા ટૂંક સમયમાં સંચાર સાથી પોર્ટલ પર આ સુવિધા શરૂ કરવામાં આવશે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા ઉપભોક્તા શંકાસ્પદ કોલ, સ્પામ કે નંબર વિશે માહિતી આપી શકે છે. આ પછી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ડેટા ઈન્ટેલિજન્સ યુનિટ તેની તપાસ શરૂ કરશે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા ઇન્ટેલિજન્સ યુનિટ વિશ્લેષણ કરશે

સંચાર સાથીમાં ફરિયાદ નોંધ્યા પછી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એન્ડ ડેટા ઈન્ટેલિજન્સ યુનિટ તે નંબરની કુંડળી કાઢશે. DIU જણાવશે કે નંબર કોના નામે છે? KYCની વિગતો શું છે? તે ક્યાંથી ચલાવવામાં આવી રહી છે? આ સાથે તે ગ્રાહકના સ્થાન અને પ્રવૃત્તિની તપાસ કરવામાં આવશે. આ તમામ વિગતો ગૃહ મંત્રાલય સાથે પણ શેર કરવામાં આવશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરત જ તેના આઉટગોઇંગ કોલને બંધ કરી દેશે. આ પછી ગ્રાહકને ફરીથી KYC માટે પૂછવામાં આવશે.

સંચાર સાથી કેવી રીતે કાર્ય કરે છે?

ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે ગયા વર્ષે મે મહિનામાં સંચાર સાથી પોર્ટલ લોન્ચ કર્યું હતું. સંચાર સાથીની મદદથી મોબાઈલ ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો તેને કેવી રીતે બ્લોક, ટ્રેક અને ટ્રેસ કરી શકાય છે. તેનાથી તેનો ડેટા અને અંગત વસ્તુઓ સુરક્ષિત રાખવામાં મદદ મળશે, તે સિમ કાર્ડની સાથે ફોનને પણ બ્લોક કરી શકે છે. સંચાર સાથી પોર્ટલનો ઉપયોગ કરીને અત્યાર સુધીમાં 40 લાખથી વધુ છેતરપિંડી કરનારા કનેક્શનની ઓળખ કરવામાં આવી છે.

સુરત પોલીસે સાયબર ક્રાઈમ સામે ટૂલ બનાવ્યું

તમને જણાવી દઈએ કે આ પહેલા ગુજરાત રાજ્યની સુરત પોલીસે સાયબર ક્રાઈમ સામે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને પોતાનું હથિયાર બનાવ્યું છે. સુરત પોલીસના એડિશનલ પોલીસ કમિશનર શરદ સિંઘલે જણાવ્યું હતું કે ‘એક ચેટબોટ બનાવવામાં આવ્યો છે જે ભોગ બનનાર સાથે તેમની પસંદગીની ભાષામાં વાતચીત કરશે.’ સાયબર ક્રાઇમનો ભોગ બનેલા લોકો તેમના નજીકના પોલીસ સ્ટેશનને શોધવા માટે ‘ફાઇન્ડ માય પોલીસ સ્ટેશન’ સુવિધાનો ઉપયોગ કરી શકશે.

આ પણ વાંચો : ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી જાહેરાતો પર બ્રેક લાગશે, ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર્સએ કડક નિયમો લાગુ કર્યા

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">